Only Gujarat

Bollywood

‘બાહુબલી’ પ્રભાસે તેના જિમ ટ્રેનરને કેમ ગિફ્ટ કરી લક્ઝૂરિયસ કાર તે જાણી નવાઈ લાગશે

મુંબઈઃ બ્લોકબસ્ટર ફિલ્મ બાહુબલીના એક્ટર પ્રભાસ જેટલાં ફિલ્મમાં હિટ છે એટલાં જ તે રિયલ લાઇફમાં પણ પોપ્યુલર છે. પ્રભાસ હંમેશાં તેમની આસપાસ અને ચાહકોનું પુરું ધ્યાન રાખે છે. હાલમાં જ પ્રભાસે તેમના જિમ ટ્રેનરને 89 લાખ રૂપિયાની રેન્જ રોવર ગિફ્ટ કરી છે. જિમ ટ્રેનર લક્ષમણ રેડ્ડી ઘણાં વર્ષોથી પ્રભાસની ફિટનેસ પર કામ કરી રહ્યાં છે અને પ્રભાસ તેમને તેમની લાઇફના સ્પેશિયલ પર્સન ગણાવે છે. પ્રભાસે તેમના ઇન્સ્ટાગ્રામ પર આ કારનાં ફોટો શેર કર્યાં છે.

લક્ષમણ સાથે ફોટો
પ્રભાસના જિમ ટ્રેનર લક્ષમણ રેડ્ડી વર્ષ 2010માં મિસ્ટર વર્લ્ડ પણ રહી ચૂક્યો છે. સોશિયલ મીડિયા પર વાઇરલ થયેલા ફઓટોમાં પ્રભાસ લક્ષમણના પરિવાર સાથે એસયુવી સાથે ફોટો ક્લિક કરવાતા જોવા મળી રહ્યાં છે. ફેન્સનું કહેવું છે કે, ‘પ્રભાસના ટ્રાન્સફોર્મેશનને જોઈ સરળતાથી કહી શકાય છે કે તેમના જિમ ટ્રેનર આ ગિફ્ટ ડિઝર્વ કરે છે.’

આદિપુરુષમાં જોવા મળશે આ રોલમાં
પ્રભાસના ટ્રેનર લક્ષમણ એકવાર ફરી તેમની ટ્રેનિંગ શરૂ કરવા જઈ રહ્યા છે. પ્રભાસની અપકમિંગ ફિલ્મ ‘આદિપુરુષ’ની કાસ્ટ એનાઉન્સ થઈ ગઈ છે. રામાયણ પર આધારિત આ ફિલ્મમાં પ્રભાસ ભગવાન રામના રોલમાં જોવા મળશે, જેના માટે તેમના બોડી ટ્રાન્સર્ફોર્મેશન પર દરેકની નજર રહેશે. જોકે, આ ફિલ્મ વર્ષ 2022માં રિલીઝ થશે પણ, ફિલ્મ ‘આદિપુરુષ’ પહેલાં પ્રભાસ, પૂજા હેગડેની ફિલ્મ ‘રાધે શ્યામ’ રિલીઝ થશે.

ખૂંખાર વિલનનો રોલ પ્લે કરશે સૈફ અલી ખાન
પ્રભાસ સાથે ફિલ્મ ‘આદિપુરુષ’માં સૈફ અલી ખાન પણ જોવા મળશે. આ ફિલ્મમાં તે ખૂંખાર વિલનનો રોલ પ્લે કરશે. પ્રભાસે હાલમાં જ ઇન્સ્ટાગ્રામ પર ફિલ્મ ‘આદિપુરુષ’માં એક્ટરની ઘોષણા કરી કે તેમની ફિલ્મમાં ‘દુનિયાના સૌથી બુદ્ધિમાન દાનવ’ લંકેશનો રોલ સૈફ અલી ખાન પ્લે કરશે. પ્રભાસ અને ઓમ રાઉતે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર પોસ્ટર શેર કરી લખ્યું કે, ‘7000 વર્ષ પહેલાં દુનિયાના સૌથી બુદ્ધિમાન દાનમાં સામેલ હતાં.

આ ફિલ્મ વર્ષ 2020માં હિન્દી અને તેલુગુમાં શૂટ કરવામાં આવશે. આ ફિલ્મ તમિલ, મલયાલમ, કન્નડ અને અન્ય ભાષાઓમાં પણ ડબ કરવાનો પ્લાન છે. વર્ષ 2022માં આ ફિલ્મને રિલીઝ કરવામાં આવશે.’

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page