Only Gujarat

Bollywood TOP STORIES

આત્મહત્યાના એક અઠવાડિયા પહેલા સુશાંત સિંહે ઈન્સ્ટાગ્રામ પર કોની તસવીર કરી હતી શેર?

મુંબઈ: વધુ એક આઘાતજનક સમાચારથી બોલિવૂડ ધ્રુજી ઉઠ્યું છે. ફેમસ બોલિવૂડ એક્ટર સુશાંતસિંહ રાજપૂતે મુંબઈમાં પોતાના ફ્લેટ પર ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી છે. આ અત્યંત દુ:ખદ સમાચારથી ફિલ્મ ઈન્ડસ્ટ્રિઝ શોકમાં આવી ગઈ છે. કોઈને વિશ્વાસ નથી થતો કે સુશાંતસિંહ રાજપૂતે આવું પગલું ભર્યું છે. રિપોર્ટ મુજબ સુશાંતસિંહના ફ્લેટ પર તેની સાથે કેટલાક મિત્રપણ હતા. તેના રૂમનો દરવાજો તોડવામાં આવ્યો ત્યારે તે ફાંસીના ફંદા પર લટકતો જોવા મળ્યો હતો.

સુશાંત સિંહે આત્મહત્યાના એક અઠવાડિયા પહેલા ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ મુકી હતી જેમાં તેની માતા અને તેની તસવીર હતી. સુશાંત સિંહે પોતાની માતાની તસવીર શેર કરીને લખ્યું હતું કે, “Blurred past evaporating from teardrops Unending dreams carving an arc of smile And a fleeting life, negotiating between the two… #माँ ❤️”.

સુશાંતસિંહ રાજપુતના ઘરે હાજર હતા મિત્રો?
પ્રાપ્ત વિગત મુજબ સુશાંતસિંહ રાજપુતના નોકરે પોલીસને ફોન કરીને એક્ટરની આત્મહત્યાની જાણકારી આપી હતી. મુંબઈ પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે. રિપોર્ટ મુજબ સુશાંતસિંહ રાજપુતના કેટલાક મિત્રો તેના ઘરે હાજર હતા. તેના ઘરના દરવાજાને તોડવામાં આવ્યો તો મિત્રોએ જોયું કે સુશાંત ફંદા પર લટકતો હતો.

ફિલ્મી કરિયર ટ્રેક પર હોવા છતાં કેમ ડિપ્રેશનમાં હતો?
પોલીસના કહેવા મુજબ સુશાંતસિંહ છેલ્લાં 6 મહિનાથી ડિપ્રેશનમાં હતો. હાલ સુશાંત ક્યા કારણોસર ડિપ્રેશનમાં હતો તેનું કોઈ કારણ સામે આવ્યું નથી. સુશાંતની ફિલ્મ કરિયર યોગ્ય ટ્રેક પર હતી. આવી સ્થિતિમાં કયા તણાવના કારણે ઓછી ઉંમરમાં તેણે આ પગલું ભર્યું તેનું તપાસ ચાલું છે.

ટીવી ઇન્ડસ્ટ્રિઝથી શરૂ કરી હતી કરિયર
સુશાંતસિંહ રાજપૂતે પોતાની એક્ટિંગ કરિયરની શરૂઆત ટીવી ઈન્ડસ્ટ્રિઝથી કરી હતી. સુશાંતે એકતા કપૂરના શો ‘પવિત્ર રિશ્તા’માં માનવનો રોલ કર્યો હતો. ત્યાર પછી તે ફિલ્મોમાં આવ્યો હતો અને એક પછી એક હિટ ફિલ્મો તેણે આપી હતી.

આઠ દિવસ પહેલાં જ સુશાંતસિંહ રાજપુતની પૂર્વ મેનેજર દિશા સાલિયાએ પણ પોતાના ફ્લેટ પરથી કૂદકો મારીને આત્મહત્યા કરી હતી.

સુશાંત સિંહ રાજપુત પાસે કુલ કેટલા કરોડની હતી સંપત્તિ? એક મુવીની કેટલી લેતો હતો ફી?

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page