Only Gujarat

Bollywood

રક્ષાબંધન પર સુશાંતની બહેને કહ્યું એવું કે કોઈની પણ આંખોમાંથી આવી જશે પાણી

મુંબઈઃ સુશાંત સિંહ રાજપૂતના નિધન પછી તેમના ફેન્સ તે દુઃખને પોતાનું સમજી રહ્યાં છે, પણ રક્ષાબંધનના દિવસ વધારે દુઃખભર્યો ભર્યો એટલાં માટે રહ્યો કેમ કે, આજે સુશાંતની બહેનનું પહેલું રક્ષાબંધન હતું, જેમાં તેમના ભાઈ સુશાંત હવે તેમની સાથે નથી. દરેક લોકો સુશાંતની બહેનોની તકલીફને પોતાની માની રહ્યાં છે. સુશાંતની બહેન શ્વેતા કીર્તિએ તેમના ભાઈ સુશાંત માટે એક પોસ્ટ લખી હતી, જેના પર અંકિતા લોખંડેએ પણ તેમનું રિએક્શન આપ્યું છે.

શ્વેતાની સુશાંત માટે ખૂબ જ ઇમોશનલ પોસ્ટઃ રક્ષાબંધનના દિવસે શ્વેતાએ ખૂબ જ ઇમોશનલ પોસ્ટ સાથે તેમના ભાઈને હેપ્પી રક્ષાબંધન કહ્યું હતું. શ્વેતા સિંહ કીર્તિએ તેમના બાળપણના ફોટો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યાં છે, જેમાં દરેક ભાઈ બહેન સાથે રક્ષાબંધનની ઉજવી રહ્યાં છે. અંકિતાએ આ પોસ્ટ પર શ્વેતાનું દુખ વહેંચવાનો પ્રયત્ન કર્યો હતો.

અંકિતાએ લખ્યું- Diii: અંકિતા લોખંડેએ શ્વેતાની આ પોસ્ટ પર વધારે નહીં પણ એટલું જ લખ્યું છે કે, ‘દી’. આ સાથે જ અંકિતા લોખંડેએ હાર્ટ ઇમોજી પણ બનાવ્યું હતું.

‘તું અમારું અભિમાન છું’:આ ફોટો શેર કરતાં શ્વેતાએ લખ્યું કે, ‘હેપ્પી રક્ષાબંધન મારા સ્વીટ બેબી… ખૂબ જ પ્રેમ કરીએ છીએ અમે તમને જાન… અને હંમેશા કરતાં રહેશું… તું અમારું અભિમાન છે અને હંમેશા રહીશ સુશાંત સિંહ રાજપૂત’

બહેનોથી ઘરેયેલા રહેતાં હતાં સુશાંતઃ શ્વેતાએ તેમની આ પોસ્ટમાં બાળપણમાં રક્ષાબંધનનું સેલિબ્રેશનનો કોલાજ ફોટો શેર કર્યો છે, જ્યારે બધી બહેનોથી ઘેરાયેલો રહેતો હતો સુશાંત

ચારેય તરફથી બહેનો સુશાંતને ઘેરી લેતી હતીઃ આ ફોટોમાં જોઈ શકાય છે કે, રક્ષાબંધનના દિવસે ચારેય તરફથી બહેનો સુશાંત સિંહ રાજપુતને ઘેરી લેતી હતી.

ફેન્સે પોસ્ટ જોઈ કહ્યું, ‘રડવું આવી રહ્યું છે અમને’: જ્યારે અંકિતા લોખંડેએ શ્વેતાની આ પોસ્ટ પર હિંમત આપવાનો પ્રયત્ન કર્યો છે, તો અનેક ફેન્સ કહી રહ્યાં છે કે, તેમણે આ પોસ્ટ જોઈ રડવું આવી રહ્યું છે. કોઈએ આ પોસ્ટ પર કોમેન્ટમાં લખ્યું કે, ‘ઈશ્વર કરે તેમનો બીજો જન્મ થાય અને તેમને ફરીથી તેમની બહેનો સાથે મળાવી દે.’

‘અમે ઇન્ડિયન્સ તમારી સાથે છીએ’: દરેક લોકોએ કહ્યું આ જોવું ખૂબ જ દુખદાયક છે. લોકોએ કહ્યું કે, ‘સુશાંત સિંહ રાજપુતને ન્યાય મળશે અને અમે ઇન્ડિયન્સ તમારી સાથે છીએ’

You cannot copy content of this page