Only Gujarat

FEATURED

રિશી કપૂરના નિધનના ત્રણ મહિના બાદ જ કપૂર પરિવારમાં સેલિબ્રેશન, ધામધૂમથી મનાવ્યું રક્ષાબંધન

મુંબઈઃ દેશભરમાં 3 ઓગસ્ટે રક્ષાબંધનના વિશેષ પર્વની ઉજવણી કરવામાં આવી હતી. જોકે, કોરોના મહામારીને લીધે લોકોમાં આ વર્ષે પહેલાં જેટલો હરખ જોવા મળ્યો નહતો. બૉલિવૂડમાં કપૂર પરિવારે પણ રક્ષાબંધનનો તહેવાર સેલિબ્રેટ કર્યો હતો. આ દરમિયાન કરિના કપૂર તેના પતિ સૈફ અલી ખાન અને દીકરા સાથે જોવા મળી હતી. કરીનાએ રક્ષાબંધન પર પીળા કલરનો સૂટ પહેર્યો હતો, જેમાં તે ખૂબ જ સુંદર લાગતી હતી. તો સૈફ અલી ખાને ટ્રેડિશનલ કુર્તો-પાયઝામો પહેર્યો હતો. મહત્ત્વનું છે કે, કપૂર પરિવારના રક્ષાબંધન સેલિબ્રેશનમાં આલિયા ભટ્ટ પણ જોવા મળી હતી.

આ વખતે કપૂર પરિવારને રિશી કપૂર વગર રક્ષાબંધનનું સેલિબ્રેશન કર્યું હતુંહતી. રિશી કપૂરનું આ વર્ષે 30 એપ્રિલે કેન્સરને લીધે નિધન થયું હતું.

કપૂર પરિવારનો એક ગ્રુપ ફોટો સામે આવ્યો છે, જેમાં રણધીર કપૂર અને કુણાલ કપૂર ઉપરાંત બહેન રિતુ જૈન, તેમના દીકરા આદર-અરમાન, નીતૂ કપૂર, રણબીર કપૂર અને રિદ્ધિમા કપૂર સહિતના લોકો જોવા મળ્યા હતાં.

મલાઇકા અરોરાંએ પણ તેમની નાની બહેન અમૃતા અરોરા સાથે રક્ષાબંધન સેલિબ્રેશન કર્યું હતું. બીજી તરફ બહેન રિદ્ધિમા સાથે રણબીર કપૂર

કંગના રનૌત તેમના ભાઈ અક્ષત સાથે રક્ષાબંધન સેલિબ્રેટ કર્યું હતું

વરુણ ધવને પણ રક્ષાબંધન પર તેમની બહેન સાથેનો આ ફોટો શેર કર્યો હતો.

સંજય દત્તની દીકરી ઇકરાએ તેના ભાઈ શાહરાનને આ રીતે રાખડી બાંધી હતી.

રક્ષાબંધન પર ભાઈને રાખડી બાંધવા જતી રવીના ટંડન.

કૃતિ સેનને તેમની નાની બહેન નૂપુર પાસે રાખડી બંધાવી હતી.

You cannot copy content of this page