Only Gujarat

Gujarat TOP STORIES

એક પ્રેમિકા માટે બે પ્રેમીઓ વચ્ચે થયો જોરદાર ઝઘડો, આવા અંતની તો કોઈએ કલ્પના પણ નહોતી કરી

કહેવાય છે કે પ્રેમની કોઇ ઉંમર હોતી નથી પરંતુ લગ્નેતર સંબંધો બાદ થયેલા પ્રેમથી અવાર નવાર અપરાધને જન્મ આપે છે. આવી જ એક ઘટના સુરતના ડિંડોલીમાં રોયલ ટાઉનશિપમાં સામે આવી છે. અહીં 50 વર્ષના એક વૃદ્ધને પોતાના મિત્રની સાસુ સાથે પ્રેમ થઇ ગયો જો કે આ પ્રેમની શરૂઆત 12 વર્ષ પહેલા થઇ હતી પરંતુ હવે તેનો કરુણ અંજામ આવ્યો છે. વૃદ્ધ પ્રેમીકાના જીવનમાં કોઇ બીજું પાત્ર આવી ગયું જેના પરિણામ સ્વરૂપ પહેલા પ્રેમીને પોતાનો જીવ ગુમાવવો પડ્યો, તો એકની પ્રેમિકાએ બીજાને કામ સોંપી હત્યા કરાવી દીધી. સામાન્ય વિવાદમાં બંને પ્રેમી ઝઘડી પડ્યા અને એકને જીવ ગુમાવવો પડ્યો.

થોડા દિવસ પહેલા એક વ્યક્તિ પોતાના મિત્રના ઘરમાં બાથરૂમમાં લપસી જવાથી મૃત્યુ થવાની ઘટના બની હતી. આ વૃદ્ધને પ્રાઇવેટ હોસ્પિટલમાં એડિમટ કરવામાં આવ્યા હતા પરંતુ અહીં તેમનું મૃત્યુ નિપજ્યું હતું. જ્યારે આ મામલે પોલીસે તપાસ કરી તો સામે આવ્યું કે વૃદ્ધનું મૃત્યું ગળુ દબાવવાથી થયું છે. ત્યારબાદ ડિંડોલી પોલીસે હત્યાનો કેસ દાખલ કરી મૃતકની પ્રેમિકા અને તેના નવા પ્રેમીની ધરપકડ કરી લીધી.

પોલીસના જણાવ્યા પ્રમાણે સુરતના પાંડેસરા ચીકુવાડીના આવિર્ભાવ સોસાયટી પ્લોટ નંબર 324માં રહેતા 50 વર્ષિય રમેશ કવિરાજભાઇ શેટ્ટી થોડા દિવસ પહેલા પોતાના મિત્ર મોહન બારકુ પાટિલના ડિંડોલી પોયલ ટાઉનશિપ સ્થિત મકાન નંબર-106માં ગયા હતા. મોહન પણ રમેશ શેટ્ટીની સાથે એક ફેક્ટ્રીમાં કામ કરતો હતો. જાણવા મળ્યું કે બપોરે 2:30 વાગ્યે રમેશ શેટ્ટીનું બાથરૂમમાં લપસી જવાથી મૃત્યુ થઇ ગયું.

રમેશને તેના મિત્ર જ હોસ્પિટલમાં લઇ ગયા હતા પરંતુ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો થયો. પ્રેમિકા મોનૂ ઉર્ફ મીના મોહનની સાસુ છે. મોહને જણાવ્યું તેને સાસુએ ફોન કરી બોલાવ્યો હતો કે રમેશ શેટ્ટી બાથરૂમમાં પડી ગયા છે ત્યારબાદ તે રમેશ શેટ્ટીને લઇને હોસ્પિટલ લઇ ગયા.

50 વર્ષિય મીનાએ પોતાના મિત્ર પ્રેમી રમેશ શેટ્ટી અને રમેશ પાટિલને પોતાની પુત્રીની મેરેજ એનિવર્સિરી પર બોલાવ્યા હતા. તેનો જમાઇ થોડીવારમાં આવનારો હતો. પરંતુ એ પહેલા જ મીનાએ ફોન કરી બોલાવી લીધો.

કહેવામાં આવે છે કે બંને પ્રેમીઓ વચ્ચે ઝઘડો થઇ ગયો હતો. જો કે પહેલા મીનાએ સ્વીકાર્યું કે રમેશ પાટીલે જ રમેશની હત્યા કરી પરંતુ બાદમાં તેને દૂર્ઘટના બતાવવા લાગી. કહેવામાં આવી રહ્યું છે કે મૃતકના પરિવારજનો 19 માર્ચે લોકડાઉન લાગુ થવાથી ગામડે ફંસાઇ ગયા હતા.

You cannot copy content of this page