Only Gujarat

National TOP STORIES

કોરોનાકાળમાં સેક્સ વર્કર્સની કેવી દયનીય સ્થિતિ? ગ્રાહકો આવતા નથી ને પૈસા મળતા નથી

દિલ્હીઃ ન માસ્ક, ન હેન્ડ સેનિટાઈઝર, ન કોરોનાનો ડર. હા, દિલ્હીના જીબી રોડ પર રહેતા સેક્સ વર્કર્સની સ્થિતિ આટલી ખરાબ થઈ ચુકી છે કે તેમને હવે કોરોનાનો કોઈ ડર નથી રહ્યો. તે માત્ર ગ્રાહકોની રાહ જોઈ રહ્યા છે, જેથી તેમને થોડા પૈસા મળી શકે. કેટલીક એનજીઓએ તેમને હેન્ડ સેનિટાઈઝર, માસ્ક અને ગ્લવ્સ આપ્યા હતા, પરંતુ તેઓ આ વસ્તુઓનો ઉપયોગ નથી કરતા. કહે છે, અમને કોરોના નથી. જો કોઈ ગ્રાહક સેનિટાઈઝર કે માસ્ક માંગે છે તો, તેને આપી દઈએ છે. જાણો શું છે જીબી રોડની સ્થિતિ એક પત્રકારની નજરે…

સવારના દસ વાગે તમને અહીં સ્ત્રીઓ એક-એક, બે-બે ની જોડીમાં કોઠીની બહાર બેસેલી જોવા મળશે. દરેક આવતા-જતા લોકોને હાથ બતાવી રહી હતી. ઉપર જવાનું કહી રહી હતી. મોટા ભાગની આધેડ હતી. કેટલીક ઊપર બારીમાંથી પણ હાથ અને બૂમો પાડીને નીચેથી નિકળી રહેલા લોકોને બોલાવી રહી હતી. જ્યારે પત્રકાર કોઠી નંબર 42 સામે રોકાયો તો તરત જ હાથ બતાવી રહેલી મહિલા બોલી, ચાલો. તો પત્રકારે કહ્યું કે તે ઈન્ટરવ્યૂ લેવા માટે આવ્યો છે. આ સાંભળતા જ એ મહિલાના હાવભાવ બદલાઈ ગયા અને તેણે મોં ફેરવી લીધું. પત્રકારે સહેજ વિચલિત થઈને કહ્યું, તમારા લોકોની સ્થિતિ જાણવી છે. બોલી, તેનાથી શું થશે. અહીં અનેક લોકો આવે છે, લખે છે, પરંતુ કાંઈ નથી થતું. આ સાંભળી પત્રકારે કહ્યું, તમે વાત તો કરો. તો બોલી, ઉપર જતા રહો, ત્યાં વાત થશે.

પત્રકારના પગ કોઠીની સીડીઓ તરફ આગળ વધ્યા. એ સીડી પર કોઈ હવાઉજાસ જોવા મળ્યો નહીં. એવું લાગી રહ્યું હતું કે કોઈ ગુફા છે. કેટલીક સીડીઓ બાદ ઊપર રૂમ જોવા મળ્યાં. જ્યાં ગ્રાહકોની રાહ જોતી સેક્સ વર્કર્સ બેઠી હતી. પત્રકારને જોતા જ તેને બોલાવવા લાગી. પત્રકાર ખૂણામાં બેઠેલી એક વૃદ્ધ મહિલા પાસે ગયો અને કહ્યું કે ઈન્ટરવ્યૂ લેવા આવ્યો છું. તમારી જિંદગી કેવી ચાલી રહી છે? તેમણે હસતા હસતા કહ્યું, ભૂખ્યા મરવાનો વારો આવ્યો છે. લૉકડાઉન બાદથી ગ્રાહકો આવવાના બંધ થઈ ગયા છે કમાણી બંધ થઈ ગઈ છે. હવે કામ કેવી રીતે ચાલી રહ્યું છે, તેના જવાબમાં તેમણે કહ્યું કે આવે છે કેટલાક લોકો. રાશન-ખાવાનું, ચા આપીને જતા રહે છે. વૃદ્ધ મહિલાની પાસે જ બેસીને મોબાઈલ વાપરી રહેલી બીજી મહિલા બોલી, અહીં ફોટો ન લેતા. વાત જે કરવી હોય તે કરી લો. તમને કોરોનાનો ડર નથી લાગતો? એ પૂછવા પર કહ્યું, અહીં કોરોના નથી. અમારે ત્યાંથી કોઈને નથી થયો, પરંતુ તેના કારણે ગ્રાહકોએ આવવાનું બંધ કરી દીધું છે. પહેલા દિવસમાં 500-1000 કમાઈ લેતા હતા. હવે હાથ ખાલી રહે છે. આટલું કહીને એ મહિલા ઊભી થઈને ચાલી ગઈ. આસપાસ જે હતી, તે પહેલા જ રૂમમાંથી આમતેમ જતી રહી હતી.

આ પરિસ્થિતિ કોઠી નંબર 42ની છે, જે દિલ્હીના જીબી રોડ પર છે. અજમેરી ગેટથી લાહૌરી ગેટની વચ્ચેનો આ વિસ્તાર રેડ લાઈટ કહેવાય છે. અહીં 40 નંબરથી લઈને 71 નંબરની કોઠીઓ છે. લૉકડાઉન પહેલા અહીં વેશ્યાઓની સંખ્યા 3 થી 4 હજાર હતી, જે હવે હજાર પર આવી ગઈ છે. ધંધા બંધ થતા કોઈ પોતાના ગામમાં જતી રહી, તો કોઈ મિત્ર સાથે છે. જે ક્યાંય નહોતી જઈ શકતી, તે અહીં જ છે. લૉકડાઉનમાં સામાજિક સંસ્થાઓ તેમને રાશન વહેંચી રહી છે. કેટલાકે માસ્ક અને સેનિટાઈઝર પણ વહેંચ્યા.

કેટલાક ગ્રાહકો આવે છે, પણ તે ડરે છેઃ કોઠી નંબર 42 પછી પત્રકાર આગળ વધતા કોઠી નંબર 49 પર પહોંચ્યા. બહાર જ 3-4 સેક્સ વર્કર્સ ગ્રાહકોની રાહ જોતી બેઠી હતી. તેમાંથી એક બાનો બોલી, હવે કેટલાક ગ્રાહકો આવવાના શરૂ થયા છે. તેઓ ડરે તો એનજીઓ વાળાએ જે હેન્ડ સેનિટાઈઝર આપ્યા છે, તેનાથી તેના હાથ સાફ કરી દઈએ છે. એપ્રિલથી જૂન સુધી ખૂબ રાશન મળ્યું. એક વાર નાનું સિલિન્ડર પર સંસ્થાવાળાઓએ ભરાવી દીધું, પરંતુ જુલાઈથી મદદ મળવાની ઓછી થઈ ગઈ છે અને ગ્રાહક પણ નથી પાછા આવ્યા. સૌથી મોટી સમસ્યા છે પૈસા આવવાના બંધ થયા. હવે રાશનથી પેટ ભરી રહ્યા છે, પરંતુ જીવવા માટે તો પૈસા જોઈએ. અનેક વાર પૂરતું ધાન હોતું નથી અને ઘણીવાર તો અમારી પાસે મસાલા લેવાના પૈસા પણ નથી હોતા. રેકડી વાળાએ શાક ઉધાર દેવાનું પણ બંધ કરી દીધું છે. જુલાઈથી તો ખૂબ જ સમસ્યાઓ થઈ રહી છે. કારણ કે હવે એટલી સંસ્થાઓ મદદ કરવા નથી આવતી. એકે તો અમને ટોકન આપ્યું અને કહ્યું કે જલ્દી જ રાશન મળી જશે અને પછી આજ સુધી કોઈ નથી આવ્યું. અમે તેમના નંબર પર ફોન લગાવ્યો તો તેણે કહ્યું કે ખોટો નંબર છે. સરકારે કાંઈ મદદ કરી? જેના પર તેમણે કહ્યું કે, સરકાર અહીં ક્યારેય જોવા પણ નથી આવતી. ન તો અમારી પાસે રાશન કાર્ડ છે ન તો વોટર આઈડી. કેટલીક કોઠીઓના રાશન કાર્ડ છે તો તેમને રાશન મળી જાય છે.

જેમાંથી કેટલાકના તો બાળકો પણ છે, કહ્યું નથી કે પૈસા કેવી રીતે કમાય છેઃ આ સેક્સ વર્કર્સમાંથી મોટાભાગનાને બાળકો છે, જે બહાર ભણે છે. તે પોતાના બાળકોને ભણાવવા માંગે છે. તેણે એમ પણ નથી કહ્યું કે કેવી રીતે તે પૈસા કમાય છે. છેલ્લા 50 વર્ષથી સેક્સ વર્ક્સ માટે કામ કરી રહેલા ભારતીય પતિતા ઉદ્ધાર સભાના અધ્યક્ષ ખૈરાતીલાલ ભોલા કહે છે કે, તેમની આટલી ખરાબ સ્થિતિ ક્યારેય નથી થઈ. જીબી રોડ પર આંધ્રપ્રદેશ, પશ્ચિમ બંગાળ, કર્ણાટકથી લઈને નેપાળ અને બાંગ્લાદેશ સુધીની વેશ્યાઓ છે. હવે તો અહીં નવી છોકરીઓ ઓછી જ બચી છે. મોટાભાગની આધેડ છે. તે સગીર હોય છે, ત્યારે ધંધામાં લાવવામાં આવે છે અને આખી જિંદગી કોઠા પર વિતાવે છે. 50-55 બાદ તેમને કોઈ નથી પુછતું. એક સેક્સ વર્કરની કમાણીમાં પાંચ થી છ લોકોનો ભાગ હોય છે, જેમાં કોઠાની માલિક, દલાલ, મેનેજર, પોલીસ અને મેડિકલવાળા સામેલ હોય છે. જો કોઈને ગ્રાહક પાસેથી 500 રૂપિયા મળે છે તો તેમના પાસે 100 થી 125 રૂપિયા જ આવે છે. બાકીના વહેંચાઈ જાય છે.

ખૈરાતીલાલના પ્રમાણે, દેશભરમાં અત્યારે 1100 રેડ લાઈટ એરિયા છે. લગભગ 28 લાખ સેક્સ વર્કર્સ છે અને તેમને 54 લાખ બાળકો છે, જે તેમનાથી દૂર રહે છે. કેટલાક ભણે છે. કેટલાક મજૂરી કરે છે પરંતુ સરકાર તેમના માટે કાંઈ જ નથી કરતી. અમે વારાણસી, અલાહાબાદમાં તેમના બાળકો માટે સ્કૂલ પણ ચલાવી રહ્યા છે. લૉકડાઉનમાં ઘણું રાશન મળ્યું, પરંતુ હવે તેમની સ્થિતિ એવી થઈ ગઈ છે કે તેમને જમવાનું પણ મુશ્કેલીથી મળે છે.

નવી છોકરીઓને કોઠામાંથી નીકળવા પર પ્રતિબંધ, ક્યાંક ભાગી ન જાયઃ જીબી રોડ પર ધંધા કરતી મોટાભાગની સેક્સ વર્કર્સની ઉંમર 35 થી 60 વચ્ચે છે. નવી છોકરીઓ 500 રૂપિયા લે છે. જે આધેડ છે, તે 100-200માં પણ તૈયાર થઈ જાય છે, કારણ કે તેમની પાસે કમાણીનું કોઈ જ અન્ય માધ્યમ નથી. ખૈરાતીલાલના પ્રમાણે, નવી છોકરીઓને તો કોઠામાંથી નીચે આવવાની અનુમતિ નથી હોતી. તે કોઠીની માલિક અને દલાલોની નજર સામે જ રહે છે. ડર હોય છે કે તે ભાગી ના જાય. મહીનાઓ થઈ જાય છે, તેમને રસ્તા પર ફર્યાને. માત્ર બારીમાંથી જોતા રહે છે. જ્યારે આધેડ થઈ જાય છે, ત્યારે તેમને બહાર જવાની છૂટ મળે છે, પરંતુ તે ઈચ્છે તો પણ બહાર નથી જઈ શકતી.

આ કોઠા પર કોરોના વાયરસથી બચવાની કોઈ વ્યવસ્થા નથી. ન તો કોઈએ માસ્ક લગાવ્યો હતો અને ન તો હેન્ડ સેનિટાઈઝરનો ઉપયોગ કરી રહી હતી. સુમને કહ્યુ, અમારી તો તપાસ થઈ ગઈ છે. અમે તમામ નેગેટિવ છે. ખૈરાતીલાલ કહે છે કે, આ માતાઓ છે, જેના કારણે રસ્તા પણ નિકળતી આપણી બહેન-દીકરીઓ સલામત છે. જો તેમણે પણ આ કામ કરવાનું બંધ કર્યું તો પછી રસ્તા પર નિકળતી મહિલાઓ કેટલી અસુરક્ષિત થઈ જશે, તે જણાવવાની જરૂર નથી.

You cannot copy content of this page