Only Gujarat

FEATURED National

સામાન્ય એન્ટ્રી ઓપરેટરના ઘરે ITના દરોડા, લાખો નહીં કરોડોમાં મળી આવી બેનામી સંપત્તિ

નવી દિલ્હીઃ દિલ્હી-હરિયાણા સહિત ઘણા રાજ્યોમાં એન્ટ્રી ઓપરેટર સંજય જૈન અને તેના લાભાર્થીઓના 42 સ્થળો પર ઈન્કમ ટેક્સ વિભાગે રેડ પાડી હતી. ઈન્કમ ટેક્સ વિભાગે હવાલા ઓપરેટર અને નકલી બિલ બનાવનારા ઘણા લોકોના સરનામા પર રેડ પાડી 5.26 કરોડ રૂપિયાના ઘરેણા અને રોકડ રકમ કબજે કરવામા આવી હતી.

ઈન્કમ ટેક્સ વિભાગે દિલ્હી-એનસીઆર, ઉત્તરાખંડ, હરિયાણા, પંજાબ અને ગોવામાં એન્ટ્રી ઓપરેટર સંજય જૈન અને તેમના લાભાર્થીઓના સ્થળો પર રેડ પાડી હતી. જેમાં 2.37 કરોડ રોકડા અને 2.89 કરોડની કિંમતના ઘરેણાં કબજે કરાયા હતા.

સીબીડીટી દ્વારા સોમવારે દિલ્હી-એનસીઆર, હરિયાણા, પંજાબ, ઉત્તરાખંડ અને ગોવામાં 42 સ્થળે સર્ચ ઓપરેશન સતત ચાલી રહી છે.

અધિકારીઓએ હવાલા જેવા ઓપરેશન ચલાવનાર સમૂહના એક મોટા નેટવર્ક અને નકલી બિલ થકી વધુ પૈસા રળતા લોકો વિરુદ્ધ કાર્યવાહી કરી હોવાનું જણાવ્યું હતું.

17 બેંક લોકર અંગે પણ સર્ચમાં માહિતી મળી છે પરંતુ તેમને હજુ ચકાસવામાં આવ્યા નથી. એન્ટ્રી ઓપરેટર, વચેટિયા, લાભાર્થીઓ અને કંપની તથા તેમના નેટવર્કને ખુલ્લા પાડતા પુરાવા મળ્યા છે. આ તપાસ આગળ પણ ચાલુ રહેશે.

You cannot copy content of this page