Only Gujarat

National TOP STORIES

દીકરીને જન્મ શું આપી દીધો, સાસરીયાએ એ હદે હેરાન કરી કે આજે તો બોલવાની હાલતમાં નથી

આગ્રામાં એક મહિલાએ દીકરીને જન્મ આપતાં સાસરિયાઓએ તેને ખૂબ જ મોટી સજા આપી હતી. મહિલા 2 વર્ષ અને 27 દિવસથી બૅડ પર પોતાનું જીવન વ્યતીત કરી રહી છે. મહિલાના પિયર પક્ષના લોકોનો આરોપ છે કે, દીકરીને જન્મ આપવાને લીધે તેની સાથે અત્યાચાર કરવામાં આવ્યો છે. જેને લીધે તે બીમાર થઈ ગઈ અને કોમામાં જતી રહી છે. તે મહિલા અત્યારે તેના પિયરમાં બૅડ પર જ છે. તે પોતાની દીકરીને પણ ઓળખી શકતી નથી. પરિજનોએ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને તેમની સારવાર કરવવા વિનંતી કરી છે.

પીડિતાના પિતા મુજબ, તેના લગ્ન પછી જ સાસરિયાઓએ દીકરાને જન્મ આપવા માટે દબાણ કરવાનું શરૂ કર્યું હતું. મહિલાએ દીકરીને જન્મ આપતાં સાસરિયાઓએ એટલો અત્યાચાર કર્યો કે તે માનસિક અને શારીરિક રીતે બીમાર થઈ ગઈ અને કોમામાં જતી રહી હતી.

તાજગંજ વિસ્તારના આગ્રા શમશાબાદ રોડ પાસે આવેલાં રજરઈ ગામમાં રહેતા ત્રિલોકીનાથ વર્માએ 4 વર્ષ પહેલાં તેમની દીકરી ગૌરી વંદનાના વિવાહ શાહગંજના નરીપુરાના રહેવાસી ત્રિવેન્દ્ર કુમાર સાથે કરાવ્યા હતાં. ત્રિવેન્દ્ર અત્યારે ગાઝિયાબાદમાં રેલવે વિભાગમાં વર્ગ ચારના કર્મચારી તરીકે તહેનાત છે.

ભણવામાં હોંશિયાર અવને એમએસસીની ટોપર ગૌરી વંદનાનું જીવન લગ્ન પછી દયનીય થઈ ગયું છે. ગૌરીના પરિવારના લોકો કહે છે કે, લગ્ન પછી સાસરિયાના લોકોએ ગૌરીને દીકરાને જન્મ આપવા માટે ટોર્ચર કરવાનું શરૂ કરી દીધું હતું. ગૌરી વંદના પર દીકરાને જન્મ આપવા માટે દબાણ કરવામાં આવી રહ્યું હતું. જેથી તે માનસિક અને શારીરિક રીતે હેરાન થઈ ગઈ હતી. 2 વર્ષ પહેલાં ગૌરીએ જ્યારે આગ્રાની લેડી લાયલ હોસ્પિટલમાં દીકરીને જન્મ આપ્યો તે તેને ખૂબ જ ટોણા સંભળાવતાં એ જ દિવસે કોમામાં જતી રહી હતી.

પીડિતાના પિતાના જણાવ્યા મુજબ, 2 વર્ષ 27 મહિનાથી કોમામાં રહેલી તેમની દીકરી આજ સુધી પોતાની દીકરીનું મોઢું જોઈ શકી નથી અને દીકરી પણ આજ સુધી તેની માને ઓળખતી નથી. સાસરિયાઓએ આજ સુધી મા દીકરીને દૂર રાખ્યા છે.

પરિણીત ગૌરી વંદના 2 વર્ષ 27 દિવસથી કોમામાં છે. સાસરિયાના લોકો આજ સુધી કોઈ ખબર અંતર પૂછ્યા નથી. ગૌરીના પિતા ત્રિલોકીનાથ વર્મા નોકરીમાંથી રિટાયર થઈ ગયા છે. ગૌરી ઉપરાંત તેમને ત્રણ દીકરીઓ પણ છે. આ પરિવારમાં કોઈ દીકરો નથી. ત્રિલોકીનાથજીનું પેન્શન આવે છે તેમાં ઘરનો ખરચો અને ગૌરીની સારવાર થઈ રહી છે. હવે પરિવાર સામે આર્થિક તંગીની સમસ્યા આવીને ઊભી છે. પિતાએ મુખ્યમંત્રી પાસે મદદ માગી છે.

પિતાનો આરોપ છે કે, સાસરિયાપક્ષના લોકોએ કોઈ મદદ કરી નથી. પરિવાર આર્થિક તંગી સામે ઝઝૂમી રહ્યો છે અને ન્યાયની માંગણી કરી રહ્યો છે. ઘણીવાર અધિકારીઓ પાસે ધક્કા ખાધા પણ ન્યાય મળ્યો નહીં. એટલું જ નહીં સાસરિયાના લોકોએ ખોટો કેસ કરવાનું દબાણ કરવાનું શરૂ કરી દીધું છે. આ અંગે એસએસપી મુનિરાજે માહિતી મેળવી મદદ કરવાની વાત કહી છે.

You cannot copy content of this page