Only Gujarat

FEATURED National

પતિ જેલમાં, પત્ની બહાર મિત્રો સાથે કરતી જલસા ને પછી એવા ફસાવતી જાળમાં કે…

દુર્ગ, છત્તીસગઢઃ રાજ્યના મોટા બિઝનેસમેનમાં સામેલ 38 વર્ષીય આનંદ રાઠીના આત્મહત્યા કેસમાં ચોંકાવનારો ખુલાસો થયોછે. અગાઉ ચર્ચા હતી કે માતાના નિધન બાદથી દુઃખી હોવાના કારણે આમ કર્યું હોઈ શકે છે. પરંતુ પોલીસે તપાસ શરૂ કરતા સામે આવ્યું કે આનંદે એક મહિલા દ્વારા કરાતા બ્લેકમેલિંગથી કંટાળીને આત્મહત્યા કરી હતી. આ મામલે ગુરુવારે (છ ઓગસ્ટ) પોલીસે આરોપી મહિલા અને તેના બંને સાથીઓની ધરપકડ કરી હતી. ત્રણેય પર બિઝનેસમેનને આત્મહત્યા માટે ઉશ્કેરવાનો આરોપ છે. આનંદ રાઠીએ 29 જુલાઈએ આત્મહત્યા કરી હતી.

આત્મહત્યાના દિવસે આનંદ રાઠી મોડી રાતે 2.30 કલાકે પોતાના મિત્રોને છોડી ઘરે પરત ફરી રહ્યાં હતા. આ દરમિયાન તે કોઈની સાથે ફોન પર વાત કરવા લાગ્યો. તે સમયે જ આરોપી જૂહિતા પોતાના 2 સાથીઓ મહેન્દર ઉર્ફ રોહન સિંહ તથા વિક્કી સિંહ ઉર્ફ સન્ની સિંહ સાથે રાદનાંદગાંવ તરફથી એક્ટિવા પર નીકળ્યા. તેઓ રોડ પર સ્ટંટ સ્ટાઈલમાં જોખમી રીતે ગાડી ચલાવી રહ્યાં હતા, આનંદે ટક્કરની શંકાએ તેમને સમજાવ્યા તો મહિલા અને તેના સાથીઓએ તેને ગાળા ભાંડી. પછી જૂહિતાએ તેની વિરુદ્ધ છેડતીની ફરિયાદ કરવાની ધમકી આપી હતી.

એસઆઈ રાજેશ બાગડેએ જણાવ્યું કે, જૂહિતા રાજનાંદગાંવમાં રહે છે. તેનો પતિ જૈસ ચાવડા બળાત્કાર અને પોક્સો એક્ટ હેઠળ જેલમાં છે. ઘટનાના દિવસે પણ તે રાજનાંદગાંવના લાલબાગ પોલીસ સ્ટેશનમાં કોઈ વ્યક્તિ વિરુદ્ધ છેડતીની ફરિયાદ નોંધાવીને પરત ફરી રહી હતી. આશંકા છે કે, જૂહિતા અને તેના સાથીઓ આ રીતે ઘણા લોકોને બ્લેકમેલ કરતા હતા.

38 વર્ષીય આનંદ રાઠીનો શહેરમાં સારો એવો બિઝનેસ હતો. તેની માતાનું 1.5 વર્ષ અગાઉ નિધન થયું હતું અને ત્યારથી જ તે આઘાતમાં હતો. તેના પિતાએ પણ આત્મહત્યા કરી હતી. પોલીસને આનંદ રાઠીના ઘરેથી સુસાઈડ નોટ મળી હતી. જેમાં તેણે માતાની યાદ આવતી હોવાની વાત લખી હતી. જેના કારણે જ માતાના નિધનના આઘાતને લીધે આત્મહત્યા કર્યા હોવાની આશંકા વ્યક્ત કરાઈ હતી.

આનંદ રાઠી ગંજપારામાં રહેતો હતો. તેનો પરિવાર માહેશ્વરી સ્ટીલના નામથી મોટો વેપાર કરે છે. તે છત્તિસગઢના મોટા વેપારીઓમાં સામેલ છે. મૃતકના કાકા દુર્ગ ચેમ્બર ઓફ કોમર્સના અધ્યક્ષ છે. ઘટનાના દિવસે 3.30 વાગે આનંદની પત્નીની આંખ ખુલી અને જોયું તો પતિ બેડ પર નહોતા. પત્નીએ દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો પરંતુ તે બંધ હતો,જે પછી તેમણે બુમો પાડી. આનંદની પત્નીએ મદદ માટે પોતાના કઝિનને ફોન કર્યો. તેણે આવી ઘરનો દરવાજો ખોલ્યો. ત્યારે જોયું કે આનંદની લાશ બીજા રૂમમાં લટકી રહી છે. આનંદના 2 બાળકો પણ છે.

તપાસમાં સામે આવ્યું કે આરોપીઓએ જાણી જોઈને આનંદ રાઠીની કાર સાથે પોતાની એક્ટિવાને ટકકર મારવાનો પ્રયાસ કર્યો હતો. જેથી તેને બ્લેકમેલ કરી શકાય. પોલીસ તપાસ કરી રહી છે કે મહિલાએ પોતાના સાથીઓ સાથે અન્ય કેટલા લોકોને પોતાના શિકાર બનાવ્યા છે.

You cannot copy content of this page