Only Gujarat

Bollywood FEATURED

એક શખ્સ ખાઈ રહ્યો હતો જીવતા તીડ, આ અભિનેત્રીની બહેનને આવી ગયો ગુસ્સો અને…

આખો દેશ એક તરફ કોરોના વાયરસના સંકટ સામે લડી રહ્યો છે તો તીડના પ્રકોરે નવી મુસીબત ઉભી કરી છે. હાલમાં પાક પર તીડનું આક્રમણ થઈ રહ્યું છે. સરકાર તીડને હુમલાને રોકવાનો પુરો પ્રયાસ કરી રહી છે. આ વચ્ચે પ્રિયંકા ચોપરાની બહેન અને અભિનેત્રી મીરા તીડ ખાતા એક શખ્સ પર ભડકી છે.

મીરા અભિનેત્રી પ્રિયંકા ચોપરાની કઝિન બહેન છે. તે 1920 લંડન અને સેક્શન 375 જેવી ફિલ્મોમાં નજર આવી ચુકી છે. મીરાએ પોતાના આધિકારીક ટ્વિટક હેન્ડસ પરથી એક શખ્સનો વીડિયો શેર કર્યો છે. જેમાં તે શખ્સ તીડને ખાતો નજર આવી રહ્યો છે. જે બાદ મીરા તેના પર ખૂબ જ ભડકી છે.

વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે તે શખ્સ પહેલા તીડને એક થેલામાં બંધ કરીને રાખે છે. પછી તેમાંથી એક જીવતું તીડ કાઢે અને ખાવા લાગે છે. આ વીડિયો સાથે મીરાએ ટ્વીટમાં લખ્યું છે કે, ‘આ વીડિયો ફૉરવર્ડેડ મળ્યો. શું આ વીડિયો સાચો છે. લોકો સાચે તીડ ખાઈ રહ્યા છે. શું કોરોના વાયરસથી તેમણે કોઈ સબક નથી શીખ્યો. હેરાન કરી દે તેવો વીડિયો છે.’

મીરા ચોપરાએ શેર કરેલો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. તેમના ચાહકો અને સોશિયલ મીડિયા યૂઝર્સ પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. વાત કરીએ દેશમાં વધતા જતા તીડના હુમલાની તો, દેશમાં લગભગ 26 વર્ષ બાદ તીડના ઝુંડે આક્રમણ કર્યું છે. અત્યાર સુધીમાં તેમણે લગભગ 90 હજાર હેક્ટર જમીન ખરાબ કરી દીધી છે. આ અનુમાન રાજસ્થાનના 20 જિલ્લાના આધાર પર જ છે. એવામાં તીડના ઝુંડની ઝપેટમાં આવેલા પાક અને હરિયાળીનો આંકડો વધવાનું નક્કી છે.

મહત્વનું છે કે પાકિસ્તાનથી આવેલા તીડે પંજાબ, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં પાક ખરાબ કર્યો છે. સંયુક્ત રાષ્ટ્રની ચેતવણી અનુસાર રણતીડ આ વર્ષે દેશની ખેતી માટે ખતરો છે. આ પંજાબ, મહારાષ્ટ્ર, ગુજરાત, મધ્યપ્રદેશ, યૂપી અને છત્તીસગઢમાં પાકને ઘણું જ નુકસાન પહોંચાડી ચુક્યું છે. જે બાદ કેન્દ્રએ 16 રાજ્યોને ચેતવણી આપી છે.

You cannot copy content of this page