Only Gujarat

FEATURED International

માલિકને થયો કોરોના કૂતરાનું કારનામું વાંચીને તમે પણ થઈ જશો ભાવુક!

વુહાનઃ કોરોના વાયરસની મહામારીના કારણે સમગ્ર દુનિયામાં કહેર મચ્યો છે. આ મહામારી દરમિયાન અનેક રોચક ઘટનાઓ સામે આવી રહી છે. આવી જ એક કહાની છે એક ડોગી અને તેના માલિકની. આ મહામારીના કારણે પોતાના માલિકને ગુમાવી દીધો. આ ડોગીનું નામ છે જિઓ-બાઓ. આ કહાની ચીનના વુહાન હોસ્પિટલની છે. જિઓ-બાઓની આ અનોખી કહાની સોશિયલ મીડિયા પર ખૂબ જ શેર કરવામાં આવી અને લોકો સ્ટોરી વાંચીને ઇમોશનલ પણ થઇ ગયા. શેર કરવામાં આવેલી પોસ્ટમાં લખવામાં આવ્યું કે જિઓ-બાઓના માલિકનું મૃત્યુ કોરોના વાયરસથી થઇ ગયું પરંતુ આ વાતથી અજાણ જિઓ-બાઓ ત્રણ મહિના સુધી હોસ્પિટલના ગેટ પર રાહ જોતો રહ્યો.

ન્યૂયોર્ક પોસ્ટના રિપોર્ટ પ્રમાણે સાત વર્ષનો જિઓ-બાઓ ચીનના વુહાન તાઇકંગ હોસ્પિટલમાં ત્રણ મહિના સુધી પોતાના માલિકની રાહ જોતો રહ્યો. જ્યારે જિઓ-બાઓના માલિક અંગે તપાસ કરવામાં આવી તો જાણવા મળ્યું કે તેના માલિકને કોરોના સંક્રમણ થયા બાદ હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યો હતો પરંતુ એડમિટ થયા બાદ 5 દિવસની અંદર જ માલિકનું મૃત્યુ થઇ ગયું હતું.


જિઓ-બાઓ આ વાતથી એકદમ અજાણ હતો કે તેના માલિક હવે પરત આવશે નહીં. પોતાના માલિકનો આ વફાદાર ડોગી રોજ હોસ્પિટલની લોબીમાં તેની રાહ જોતો હતો. હોસ્પિટલના સ્ટાફ રોજ તેને ત્યાં જોતા હતા. બાદમાં હોસ્પિટલના સ્ટાફે ડોગી માટે ખાસ જગ્યા રાખી દીધી જેથી તે ત્યાં આરામથી રહે અને ખાવાનું પણ આપવામાં આવી શકે.

ડોગીને આવી રીતે રાહ જોતે જોઇને ત્યાં નજીક એક બિલ્ડિંગમાં સુપરમાર્કેટ ચલાવતી એક મહિલાએ જિઓ-બાઓની દેખભાળની સંપૂર્ણ જવાબદારી લઇ લીધી. પરંતુ આ ડોગી એ મહિલાની સાથે રહેવાને બદલે હોસ્પિટલના ગેટ પર ઉભેલો દેખાતો હતો.

ડેલી મેલના રિપોર્ટ પ્રમાણે વૂ ક્યુઇફેન (હોસ્પિટલમાં કામ કરતો એક વ્યક્તિ)એ કહ્યું કે મેં પ્રથમવાર એપ્રિલના મહિનામાં આ જિઓ-બાઓને હોસ્પિટલના ગેટ પર બેઠેલો જોયો. તેને જોતા જ મે જિઓ-બાઓ નામથી બોલાવ્યો. બાદમાં જ્યારે હું તેને રોજ હોસ્પિટલના ગેટ બહાર જોતો તો મને કંઇક અજુગતું લાગ્યું આથી મે તપાસ કરી તો જાણવા મળ્યું કે જિઓ-બાઓના માલિકનું કોરોના વાયરસના કારણે મૃત્યું થઇ ગયું હતું પરંતુ ડોગી તેનાથી અજાણ છે.

જિઓ બાઓની આ રોચક કહાની સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી. લોકોએ ઇમોશનલ થઇ કમેન્ટ પણ કરી. હોસ્પિટલના સ્ટાફના જણાવ્યા પ્રમાણે અનેક વખત જિઓ-બાઓને બીજી જગ્યાએ લઇ જવામાં આવ્યો જેથી તેની સારી રીતે દેખભાળ કરી શકાય પરંતુ તે ફરીથી હોસ્પિટલના ગેટ પર જ બેઠેલો જોવા મળે છે.

You cannot copy content of this page