Only Gujarat

FEATURED National

લોકડાઉનમાં સામે આવી એક માતાની લાચારી, પુત્રીના અંતિમ સંસ્કાર કરવાના પણ ન હતા પૈસા!

ભોપાલ: એક તરફ કોરોના મહામારીને ધ્યાને રાખી દેશમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે પરંતુ લોકડાઉનના કારણે ગરીબવર્ગની સ્થિતિ દિવસે ને દિવસે કથડી રહી છે. લોકોને બે ટક જમવાના પણ ફાંફા છે તો બીજી બાજુ પ્રીયજનના મૃત્યુ બાદ તેના અંતિમ સંસ્કાર માટે પણ પૈસા ન હોવાના કિસ્સા સામે આવી રહ્યાં છે. ગરીબ પરિવારો પર લોકડાઉન શ્રાપ બન્યો હોય તેમ લાગી રહ્યું છે. જે લોકો મજુરીના પૈસા પણ નિર્ભર છે તેમની સ્થિતિ દયનીય છે. મધ્યપ્રદેશમાં આવી જ એક દુઃખદ ઘટના સામે આવી છે.

હ્યદય કંપાવતી આ ઘટના મધ્યપ્રદેશના છતરપુરની છે. જ્યાં એક માતાની પાસે એટલા પૈસા પણ ન હતા કે તે પોતાની દિકરીના અંતિમ સંસ્કાર કરી શકે. અંતે નિગમના કર્મચારીઓ અને સમાજના લોકોએ નાણા એકત્રિત કરી મહિલાની મદદ કરી ત્યારબાદ અંતિમવિધિ થઇ. (ફાઇલ તસવીર)

જાણકારી પ્રમાણે છતરપુર સિટી કોતવાલી પોલીસ સ્ટેશનમાં રહેતી નાબાલિક યુવતીએ કોઇ કારણોસર પોતાના ઘરમાં ફાંસી લગાવી આત્મહત્યા કરી લીધી હતી. જે સમયે આ ગટના બની એ દરમિયાન 50 વર્ષિય વિધવા માતા લખનબાઇ કુશવાહા પોતાની બે દિકરી સાથે જંગલમાં લાકડા વીણવા માટે ગઇ હતી. જ્યારે પરત આવીને જોયું તો પુત્રી ફાંસીના ફંદા પર લટકી રહી હતી.

લખનબાઇ પોતાના ઘરમાં એકલી કમાનારી હતી. તે મજુરી કરી બાળકોને ભણાવી-ગણાવી પાલન કરતી હતી. પરંતુ લોકડાઉન બાદ તેની પાસે એટલા પૈસા પણ ન હતા તે પોતાની પુત્રીનું ક્રિયાકર્મ કરી શકે.

લાચાર માતા પાસે જે જમાપુંજી હતી તે રાશનમાં ખર્ચ થઇ ગઇ. ત્યારબાદ તેણીએ પોતાના આસપાસમાં રહેતા લોકો પાસે મદદનો હાથ લંબાવ્યો. તેની મજબૂરી જોઇ પાડોશીઓએ ફાળો કરી પૈસા જમા કર્યા અને દિકરીના અંતિમ સંસ્કાર કરાવ્યા.

You cannot copy content of this page