Only Gujarat

National TOP STORIES

કોરોનામાં સંબંધોની અસલીયત થઈ છતી, પેટના જણ્યાાએ ના કર્યાં માતાના અંતિમ સંસ્કાર…

રાંચી: કોરોના સંક્રમણથી જીવતા જીવ તો નહીં દુર્ભાગ્યવશ મૃત્યા બાદ પણ સંકટ છે. સંક્રમણ ફેલાવાના ડરના કારણે પોતાના પરિવારજનો પણ અંતિમ સંસ્કારથી દૂર ભાગી રહ્યાં છે. આવી જ એક ઘટના ઝારખંડમાં સામે આવી છે અહીં પરિવારજનોએ મૃતદેહના અંતિમ સંસ્કાર કરવાનું દૂર રહ્યું સગી માતાના મૃતદેહને કુવામાં ફેંકી દીધો.

આ હેરાન કરનારી ઘટના પૂર્વ સિંહભુમી જિલ્લાના ઘાટશિલા વિસ્તારમાં બુધવારે બહરાગોડા બ્લોકમાં બની હતી. અહીં 65 વર્ષિય ચંચલા નાયકનું મૃત્યુ અન્ય બીમારીના કારણે થઇ ગયું હતું પરંતુ મૃતકના પતિ અને પુત્રોને લાગ્યું કે કોરોનાને કારણે મહિલાનું મૃત્યું થયું છે. આ ડરના કારણે મહિલાના અંતિમ સંસ્કાર પણ ન કર્યા.

મહિલાના પરિવારજનોમાં કોરોનાનો એટલો તો ડર હતો કે તેઓએ મહિલાના મૃતદેહને અહીં આવેલા શ્મશાન ઘાટ નજીક આવેલા એક કુવામાં નાખી દીધો. જ્યારે આ વાતની જાણ તંત્રને થઇ તો તેઓ દોડતા થઇ ગયા હતા. પરિવારજનો દ્વારા મૃતદેહને એક પ્લાસ્ટિક બેગમાં લપેટી ફેંકવામાં આવ્યો હતો.

ઘટનાની જાણ થતા જ તંત્રના હોશ ઉડી ગયા. આનન-ફાનનમાં બહરાગોડા બીડીઓ રાજેશ કુમાર સાહુ, સીઓ હિરા કુમાર તથા પોલીસ સ્ટેશન પ્રભારી ચંદ્રશેખર કુમાર સહિત અન્ય અધિકારી-કર્મચારી ઘટના સ્થળે પહોંચી ગયા. અધિકારીઓની ટીમે રાતે મૃતદેહને કુવામાંથી બહાર કાઢ્યો. સ્વાસ્થ્ય વિભાગની ટીમના જણાવ્યા પ્રમાણે મૃતક મહિલા ચંચલા નાયકની થોડા દિવસ પહેલા તબીયત ખરાબ થઇ હતી ત્યારબાદ તેને બહરાગોડાના સ્વાસ્થ્ય કેન્દ્રમાં ભરતી કરવામાં આવ્યા હતા. જ્યારે તેની તબીયત વધુ ખરાબ થઇ તો જમશેદપુરના એજીએમ રેફર કરવામાં આવી હતી.

ગત રવિવાર 19 એપ્રિલે મહિલાનું મૃત્યું થઇ ગયું. મૃત્યુ બાદ હેલ્થ ટીમે કોરોનાનું સેમ્પલ પણ લીધું હતું જેમાં તેણીનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. ત્યારબાદ ડોક્ટરોની ટીમે મૃતદેહને પરિવારજનોને સોંપ્યો હતો. પરંતુ પરિવારજનોને કોરોનાનો એટલો ડર હતો કે મહિલાને સંપૂર્ણ સન્માન સાથે અંતિમ વિધિ કરવાને બદલે મૃતદેહને કુંવામાં ફેંકી દીધો.

You cannot copy content of this page