Only Gujarat

National

પ્રેમમાં અંધ બની પ્રેમિકાને બહેન બનાવી રાખી હતી ઘરમાં, અચાનક જ પ્રેમીનું થયું નિધનને પછી….

લખનઉ: કાનપુરના પનકી સ્થિત શિવાલિક એપાર્ટમેન્ટમાં બે બહેનપણીઓની આત્મહત્યાના મામલાનો પર્દાફાશ થયો છે. સ્થળ પર મળી આવેલી સ્યુસાઇડ નોટ તેના અજબ પ્રેમની ગજબ કહાનીની વાત સામે આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર, બંનેને એક જ છોકરા સાથે પ્રેમ થઈ ગયો,જેના મોત બાદ તે બંને ડિપ્રેશનમાં જતી રહી હતી. નામ બદલીને બંને એક સ્કૂલમાં ભણાવતી હતી, જ્યારે પોલીસ અગાઉ બંનેને સગી બહેન માનતી હતી. કારણ કે સ્થળ પરથી મળેલા આધારકાર્ડમાં નામ રિન્કી શુક્લા અને આભા શુક્લા નામ હતું. બંનેએ ફાંસી લગાવીને આત્મહત્યા કરી હતી. પોસ્ટ મોર્ટમ રિપોર્ટ અનુસાર લાશ લગભગ દસ દિવસ જૂની છે. જોકે, મૃતદેહોના કોઈ દાવેદાર ન આવતા પોલીસે બંનેનાં અંતિમ સંસ્કાર કર્યાં હતાં.

પ્રેમીના મોત બાદ બંને પરેશાન
તપાસમાં રોકાયેલા પોલીસને સ્થળ પર એક સુસાઇડ નોટ મળી હતી. પત્રમાં યુવતીઓએ લખ્યું છે કે નવીનના મૃત્યુ પછી અમે એકલા થઈ ગયા છીએ. અમારી પાસે કોઈ સહારો નથી. આથી અમારી મરજીથી આત્મહત્યા કરીએ છીએ. તેના પરથી જાણવા મળ્યુકે, બંને નવીનને પ્રેમ કરતી હતી. તપાસમાં એ પણ બહાર આવ્યું હતું કે બંને તેની સાથે રહેતી હતી. જેનું મોત થોડા દિવસો પહેલા હાર્ટ એટેકથી થયું હતું, જેને પોલીસ અને સ્થાનિક લોકો છોકરીઓનો ભાઈ માનતા હતા, જોકે બંને યુવતીઓ તેમના પ્રેમીના મોતથી હતાશામાં હતા.

નામ બદલીને રહેવા લાગી હતી બંને યુવતીઓ
સ્થળ પર મળેલા પુરાવાઓની તપાસ કર્યા બાદ પોલીસ એક સ્કૂલમાં ગઈ ત્યારે જાણવા મળ્યું કે છોકરીઓ અહીં પારૂલ સક્સેના અને જામિની દુબેના નામથી ભણાવે છે. અહીં પોલીસને બંનેની એમસીએની માર્કશીટ મળી હતી. જે બાદ આ બંનેની ઓળખ મકરાવટગ,કર્નલગંજ રહેવાસી પારૂલ સક્સેના અને હરદોઈના અતરોલી નિવાસી જામિની દુબે તરીકે થઈ હતી. આ સાથે જ પોલીસ તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે પ્રેમીના મોતને કારણે બંનેએ અગાઉ પણ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, બચી ગયા બાદ બંનેએ એરિયા છોડીને બીજે નામ બદલીને રહેવા લાગી હતી.

હેડ કોન્સ્ટેબલની પુત્રી
જામિની સીતાપુર ખાતે પોસ્ટ કરાયેલ પીએસી હેડ કોન્સ્ટેબલની પુત્રી હતી. તેણે ફોટા અને કપડાંના આધારે જામિની અને તેની મિત્ર પારુલની ઓળખ કરી. પોલીસે જણાવ્યું કે બંને યુવતીઓએ બરાના એક કેન્દ્રથી એક સાથે એમસીએ કર્યુ હતું. તે બંને પિરોડના રહેવાસી નવીન મિત્રને પ્રેમ કરતી હતી. ત્રણેય બરામાં ભાડાના મકાનમાં ભાઈ-બહેન તરીકે રહેતા હતા. નવીનને જાન્યુઆરીમાં હાર્ટ એટેક આવ્યો હતો, જેના પગલે તેનું મોત નીપજ્યું હતું.

 

You cannot copy content of this page