Only Gujarat

National

કોરોનાનો કેસ પોઝિટવ આવતાં બિલ્ડિંગ કરાયું સીલ, જાણો કઈ-કઈ સેલિબ્રિટી રહે છે અહીં

મુંબઈ: કોરોના વાયરસના ચેપમાં દિવસે દિવસે વધારો થઈ રહ્યો છે. આને રોકવા માટે સરકાર સતત તમામ પ્રયાસો કરી રહી છે. લોકડાઉન 3 મે સુધી વધારવામાં આવ્યું છે. આવી સ્થિતિમાં મહારાષ્ટ્રની સ્થિતિ ગંભીર છે. હવે તાજેતરમાં ત્યાં ઓબેરોય સ્પ્રિંગ્સ કોમ્પલેક્ષને પણ સીલ કરવામાં આવ્યું છે. આ બિલ્ડિંગમાં ગોવિંદાના ભત્રીજા કૃષ્ણા અભિષેક સહિત 17 સ્ટાર્સ રહે છે. આ સિવાય અહીં તેલુગુ સેલેબ્સ પણ રહે છે.

આ 17 સ્ટાર્સ બિલ્ડિંગમાં રહે છે
આ બિલ્ડિંગની ત્રણ વિંગ્સમાં બોલિવૂડનાં 17 કલાકારો રહે છે, તેમાંથી ‘ઉરી’ એક્ટર વિક્કી કૌશલ, ચિત્રાંગદા સિંહ, ચાહત ખન્ના, અહેમદ ખાન, સપના મુખર્જી, રાજકુમાર રાવ – પત્રલેખા, રાહુલ દેવ-મુગ્ધા ગોડસે , કૃષ્ણા અભિષેક – કાશ્મીરા શાહ, નીલ નીતિન મુકેશ, આનંદ એલ. રાય, અર્જણ બાજવા, વિપુલ શાહ અને પ્રભુદેવા જેવા સ્ટાર્સ શામેલ છે. આ બિલ્ડિંગ વિશે એવું કહેવામાં આવી રહ્યું છે કે 11 વર્ષની બાળકી કોરોના વાયરસ ટેસ્ટમાં પોઝીટીવ આવી હોવાનું જાણવા મળ્યું છે, ત્યારબાદ સુરક્ષાને કારણે આ બિલ્ડિંગને સીલ કરી દેવામાં આવી છે.

આરતી સિંહની ભાભીએ આ વિશે કહ્યું,
હાસ્ય કલાકાર કૃષ્ણ અભિષેકની પત્ની કશ્મીરાએ આ વિશે સ્પોટબોય સાથે વાત કરી અને કહ્યું કે અહીંની પરિસ્થિતિ ખૂબ તંગ છે. કોમ્પ્લેક્ષનાં નિયમો ખૂબ કડક બન્યા છે, જેનું લોકડાઉન દરમિયાન પાલન કરવું પડે છે. બિલ્ડિંગની વિંગ સીલ થઈ ગઈ છે. કાશ્મિરા કહે છે કે તેણે હંમેશાં લોકડાઉન ઓર્ડર્સનું પાલન કર્યું હતું.

આ સાથે જ, કાશ્મિરાએ જાહેર કર્યું કે તેમની અને કૃષ્ણા પાસે સ્ટાફ સભ્ય છે જે લોકડાઉનના પહેલા દિવસથી તેમની સાથે રહી રહ્યા હતા, પરંતુ તેમના બે બાળકો હોવાને કારણે તેમના માટે તે સરળ નથી. કાશ્મિરા લોકડાઉનમાં સમય પસાર કરવા કહે છે કે કૃષ્ણા બધી જ રસોઈ કરે છે અને તે બાળકોને નવડાવે છે, ઉપરાંત તે તેમની સાથે રમે છે.

 

You cannot copy content of this page