Only Gujarat

National

આ છે ‘કોરોના મહાદેવ’, ચમત્કાર એવો કે શહેરમાં એક પણ કેસ નથી પોઝિટિવ

ભોપાલ: આખી દુનિયામાં અત્યાર સુધી તો કોરોના વાયરસની કોઈ જ દવા નથી બની. જોકે ઈશ્વર પર લોકોનો ભરોસો હજી જરા પણ ડગ્યો નથી. એટલું જ નહીં અમુક જગ્યાએ તો ભગવાન પત્યેની શ્રદ્ધામાં વધારો થયો છે. વાત છે મધ્યપ્રદેશની. અહીંના બૈતૂલ જિલ્લામાં તો કોરોના મહામારીથી બચવા માટે ભોળાનાથનું મંદિર બનાવી દેવામાં આવ્યું છે. જેને લોકો કોરોના મહાદેવના નામે ઓળખે છે. આશ્ચર્યચકિત કરી દે તેવો આ મામલો બૈતૂલ જિલ્લાથી 35 કિમી દૂર આવેલા ચિચૌલી ગામમાં સામે આવ્યો છે. જ્યાં એક નિવૃત થઈ રહેલા થાનેદારે લૉકડાઉનમાં પોલીસ સ્ટેશન પરિસરના જૂના મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો અને નવી રીતે મહાદેવની મૂર્તિની સ્થાપના કરી દીધી અને નામ આપી દીધું કોરોના વાળા મહાદેવ.

લૉકડાઉનમાં મંદિરનું નિર્માણ
થાનેદાર આરડી શર્માએ જણાવ્યું કે, હું 31 મેના દિવસે રિટાયર થવાનો હતો. પરંતુ, સેવાનિવૃતિ પહેલા જ આ મંદિરને બનાવવાની મારી યોજના હતી. નિવૃતિની તારીખ નજીક આવી રહી હતી એટલે મે સોશિયલ ડિસ્ટન્સિંગને ધ્યાનમાં રાખીને મંદિર બનાવડાવ્યું અને 2 પંડિતો સાથે મળીને વિધિ-વિધાન સાથે ભગવાન શંકરની સ્થાપના કરાવી. આ દરમિયાન બૈતૂલ જિલ્લામાં કોરોનાના કેસ આવવા લાગ્યા, પરંતુ ચિચોલીમાં એક પણ કેસ નથી.

કોરોનાથી બચાવી રહ્યા છે મહાદેવ
જ્યારે ચીચોલીમાં એક પણ કોરોનાનો કેસ ન નોંધાયો તો લોકો તેને મહાદેવનો ચમત્કાર માનવા લાગ્યા. તેઓ એટલી શ્રદ્ધામાં ડૂબેલા છે કે, તેમનું કહેવું છે કે ભોળાનાથ જ તેમને મહામારીમાંથી બચાવી રહ્યા છે. મંદિરમાં પૂજા કરવા માટે લોકોની ભીડ લાગે છે, સૌની બસ એ જ દુઆ હોય છે કે અહીં કોઈને કોરોના ન થાય. જો કે, લૉકડાઉનના કારણે વધુ લોકોને અહીં પૂજા પાઠ કરવાની છૂટ નથી.

આ છે મંદિર બનવાની કહાની
જાણકારી પ્રમાણે, ચિચોલી પોલીસ સ્ટેશનના પરિસરમાં મહાદેવનું જૂનું મંદિર હતું, જ્યાં મોટું પીપળાનું ઝાડ પણ હતું. વર્ષ 2018માં પીપળાની ડાળ તૂટીને મંદિર પર પડી અને મહાદેવની મૂર્તિ ખંડિત થઈ ગઈ. એ દરમિયાન થાણાના પ્રભારીએ તેને બનાવવાની જવાબદારી ઉપાડી હતી. પરંતુ, જ્યારે તેઓ રિટાયર થવા લાગ્યો તો મંદિરનું નિર્માણ શરૂ કરી દીધું. સંગમરમરથી બનેલી આ મૂર્તિને સ્થાપિત કર્યા બાદ તેને કોરોના મહાદેવ મંદિર નામ આપી દેવામાં આવ્યું.

જણાવી દઈએ ચિચોલી આદિવાસી બહુમતિ ધરાવતો વિસ્તાર છે. અહીંના લોકો મહાદેવના ઉપાસક છે અને તેમને આશા છે કે જે રીતે અત્યાર સુધી મહાદેવે તેમને કોરોનાથી બચાવ્યા છે, તેમ આગળ પણ બચાવશે.

You cannot copy content of this page