Only Gujarat

National TOP STORIES

દરરોજ શરીરમાં પ્રવેશી રહ્યો છે કોરોના વાયરસ, અટકાવવા માટે રોજ કરો માત્ર આ ઉપાય

દિલ્હી સ્થિત સર ગંગારામ હોસ્પિટલના ડોક્ટર્સ કોરોના સંક્રમણથી બચવાની માહિતી માત્ર એ જ લોકોને નથી આપતા જેઓ હોસ્પિટલમાં આવે છે. જાગૃતતા ફેલાવવા માટે કેટલાક ડોક્ટર્સ રોજ સવારે પોતાની ગાડી લઈને નીકળી પડે છે અને હાથમાં માઇક લઈને મહોલ્લા-ગલીઓમાં જઈને લોકોને કોરોના સંક્રમણથી બચવાના ઉપાયો જણાવે છે. ડોક્ટર્સનું આ પગલું ખરેખર વખાણવા લાયક છે. જેઓ મુશ્કેલીના આ સમયમાં તેમની સેવાઓ દ્વારા માનવ જાતિનું રક્ષણ કરી રહ્યા છે.

કોરોના સંક્રમણ પર ડોક્ટરોનું મંતવ્ય
કોરોનાથી બચવા અને સંક્રમણની કડી તોડવાની સલાહ આપતાં હેલ્થ એક્સપર્ટ જણાવે છે કે, કોવિડ-19 હવે આપણા દેશમાં કમ્યુનિટી સ્પ્રેડ સુધી પહોંચી ગયો છે. આ સ્થિતિમાં આપણે ઇચ્છવા છતાં વાયરસના સંપર્કમાં આવવાથી બચી નથી શકતા. પરંતુ આ વાયરસને તમે તરત ખતમ કરી શકો છો.

– જી હા, ડોક્ટર્સના જણાવ્યા અનુસાર, રોજ થોડી-ઘણી માત્રામાં ગળામાં કોરોના વાયરસ ચોક્કસથી પ્રવેશી રહ્યો છે. હવે આપણે બસ એટલું કરવાનું છે કે, વાયરસને આગળ વધતો અને વિકસતો અટકાવવાનો છે. કારણકે પહેલા દિવસે આ વાયરસ ખૂબજ નબળો હોય છે. તે આપણા શ્વસનતંત્ર સુધી જ સીમિત રહે છે.

– એટલે જો આપણે કેટલાક ઘરઘથ્થુ ઉપાયો કરીએ, જેના વિશે આપણા આયુર્વેદમાં વિસ્તૃતમાં જણાવવામાં આવ્યું છે. જો આ ઘરઘથ્થુ ઉપાયોથી આપણે વાયરસનો વિકાસ અટકાવશું તો, તે આપણને કઈં નુકસાન નહીં પહોંચાડી શકે.

ડૉક્ટર્સ સલાહ, આ આયુર્વેદિક ઉપાય છે કામના
સર ગંગારામ હોસ્પિટલના હેલ્થ એક્સપર્ટનું કહેવું છે કે, રસોડામાં રહેલ આ મસાલા વાયરસના શરૂઆતના લેવલે બહુ પ્રભાવી છે. જેમાં હળદર, અજમો, પિપલી, કાળામરી, તજ અને સિંધવ મીઠાનો સમાવેશ થાય છે.

– દિવસમાં બે વાર આ મસાલાનો ઉકાળો બનાવી પીવો. ધ્યાન રાખો કે આ ઉકાળો એટલો ગરમ હોવો જોઇએ કે તમે ધીરે-ધીરે પી શકો, ચાની જેમ.

– હળદર અને સિંધવ મીઠું મિક્સ કરી ગરમ પાણી બનાવો અને આ પાણીના કોગળા કરો. હળદરના પાણીના કોગળા કરવાથી શારીરમાં કોરોના વાયરસ વિકસે એ પહેલાં જ નાશ પામે છે. સાથે-સાથે શ્વસનતંત્રને પણ કોરોના ફ્રી કરવામાં મદદ મળે છે.

– લવિંગ, પિતલી, મોટી ઈલાયચી અને તજને પાણીમાં ઉકાળો. અંદર તમે સ્વાદ માટે થોડો ગોળ કે ખાંડ ઉમેરી શકો છો. ઉકાળો તૈયાર થઈ જાય એટલે ગાળીને દિવસમાં બે વાર પીઓ. આ બધા જ મસાલા એન્ટિવાયરલ દવાઓ છે. નિયમિત તેનું સેવન કરવાથી શરીર કોરોનાથી બચશે અને કોરોના વાયરસને મારવામાં સક્ષમા પણ બનશે.

અત્યારે આ વસ્તુઓ છે જીવન રક્ષક
– હેલ્થ એક્સપર્ટ્સના જણાવ્યા અનુસાર અત્યારે સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક બે એવા ઉપાય છે, જે માનવજાતિ માટે જીવનરક્ષક છે. એટલે ઘરમાંથી બહાર નીકળતી વખતે આ બે બાબતોનું બહુ ધ્યાન રાખવું.

– આ સાથે જ જ્યારે પણ બહારથી ઘરે આવો ત્યારે પહેલાં બાથરૂમમાં જાઓ. કપડાં બદલો, હાથ-મોં ધોઇ લો અને હળદર, સિંધવ મીઠું અને પાણીથી કોગળા કર્યા બાદ ઉકાળો પીધા બાદ જ પરિવારજનોને મળો. આમ કરવાથી શરીરમાં કોરોના વાયરસ નહીં વિકસે અને પરિવારજનો પણ સંક્રમણથી બચી સકશે.

રાત્રે કરવું આ મહત્વનું કામ
– હેલ્થ એક્સપર્ટના જણાવ્યા અનુસાર, રાત્રે સૂતાં પહેલાં ઉપર જણાવેલ આયુર્વેદિક ઉકાળાનું સેવન ચોક્કસથી કરવું. આખો પરિવાર રાત્રે ઉકાળાનું સેવન કરી શકે છે.

– રાત્રે સૂતાં પહેલાં હળદરવાળા પાણીના કોગળા પણ ચોક્કસથી કરવા. પરિવારના બધા જ સભ્યોએ આ નિયમ બનાવી લેવો કે, કોગળા કર્યા વગર કોઇ નહીં સૂવે. આ એટલા માટે પણ જરૂરી છે, જો થોડી માત્રામાં પણ વાયરસ શરીરમાં પહોંચ્યો હોય તો ખતમ થઈ જાય.

કોરોના ફ્રી નાક માટે અપનાવો આ ઉપાય
સામાન્ય રીતે કોરોના બે રીતે આપણા શરીરમાં પ્રવેશે છે. નાક દ્વારા અને મોં દ્વારા. એટલે જો આપણે નાકની સફાઇનું પૂરેપૂરું ધ્યાન રાખવું જોઇએ. આ માટે હળદર અને સિંધવ મીઠાવાળા ગરમ પાણીની વરાળથી શેક લેવો. ત્યારબાદ નાકમાં સરસોનું તેલ લગાવો અને પછી સૂઇ જાઓ.

You cannot copy content of this page