Only Gujarat

FEATURED National

દિયર ભાઈના જ પરિવારને કરવા માગતો હતો ઘરવિહોણો, ભાભીને જાહેરમાં ફટકારી

ફિરોઝાબાદઃ ઉત્તર પ્રદેશના ફિરોઝબાદ શહેરના હિમાયુ પુરમાં રક્ષાબંધન માટે મહિલા અને પુરુષ વચ્ચે જોરદાર મારામારી થઈ હતી. આ ઘટનાનો વીડિયો બનાવી કોઈએ સોશિયલ મીડિયા પર વાઈરલ કર્યો. આ ઘટના એક પરિવારના સભ્યો વચ્ચે થઈ, જેમાં દિયર અને ભાભી વચ્ચે મારામારી થઈ હતી. હિમાયુ પુરમાં એક પરિવારના લોકો રક્ષાબંધન એક સાથે ઘરે ઉજવી રહ્યાં હતા. આ સમયે મહિલાના દિયરે આવી ઘર ખાલી કરવાનું કહેતા દિયર-ભાભી વચ્ચે બોલાચાલી થઈ અને બંને તરફની મહિલા અને પુરુષો વચ્ચે મારામારી થવા લાગી અને તેઓ ઘરની બહાર રોડ પર આવી ગયા.

બંને પરિવારના લોકો વચ્ચે જોરદાર મારામારી થઈ, જે પછી એક પરિવારના સભ્યોએ પોલીસ ફરિયાદ કરી હતી. મારામારીના વીડિયોમાં જોઈ શકાય છે કે યુવકો એક મહિલાને વાળ પકડીને માર મારી રહ્યાં છે. જ્યારે અન્ય યુવકો ચપ્પલો વડે મહિલાને મારી રહ્યાં હતા.

અડધા કલાકના ડ્રામા બાદ પણ પોલીસ આવી નહીં. એસપી દ્વારા આ મામલે તપાસ ચાલી રહી હોવાની વાત જણાવવામાં આવી. આ મામલે કાયદાકીય રીતે આગળ વધવામાં આવશે પરંતુ કોઈપણ રીતે એક મહિલાને આમ જાહેરમાં માર મારવાની ઘટનાને યોગ્ય ઠેરવી શકાય નહીં.

આ મારામારી અંગે પીડિત મહિલાએ જણાવ્યું કે, તેમનો દિયર તેમની પાસેથી ઘર પડાવી લેવા માગે છે. તે તેમના પરિવારને ઘરવિહોણા કરવા માગે છે. આ કારણોસર જ તેણે રક્ષાબંધને મારામારી કરી. તેણે પોતાની ભાભી અને તેમના દીકરાને માર માર્યો હતો. આ અગાઉ પણ તેમનો દિયર આવી હરકત કરી ચૂક્યો છે.

You cannot copy content of this page