Only Gujarat

National TOP STORIES

બહેનને પ્રેમી સાથે કઢંગી હાલતમાં જોઈ ગયો ભાઈ, પછી આવ્યો ગુસ્સો અને કર્યું એવું કે…

ઉત્તર પ્રદેશના સંભલ જિલ્લાના બિલારી થાનાના ખેડા ગામમાં બહેનના રૂમમાં અડધી રાતે ડીજે સંચાલક મિત્રને જોઇને ભાઇ ગુસ્સાથી લાલચોળ થઇ ગયો. બાદમાં પિતા-પુત્રએ સાથે મળી પ્રેમીને લાકડીથી માર મારી મોતને ઘાટ ઉતારી દીધો. બાદમાં જંગલમાં લાશને ફેંકી દેવામાં આવી. જો કે મૃતદેહ અંગે પોલીસને જાણ થતા તુરંત તેની ઓળખ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી. તપાસબાદ ચોંકાવનારી હકિકત સામે આવી હતી. મૃતક યુવક સરથલ ગામમાં રહેતો 28 વર્ષિય અવનીત કુમાર હોવાનું સામે આવ્યું. ઘટના બાદ પોલીસે મુખ્ય આરોપીની ધરપકડ કરી લીધી છે.

પોલીસના જણાવ્યા પ્રમાણે જ્યારે ખેડા ગામમાં આરોપીની ધરપકડની કામગીરી ચાલી રહી હતી તો એ દરમિયાન એક ઘટના ખાટલા પર સૂતેલી યુવતી જોર જોરથી રડી રહી હતી. બાદમાં પોલીસકર્મીઓએ યુવતીની પુછપરછ કરી તો તેણીએ સમગ્ર હકિકત જણાવી હતી. યુવતીએ જણાવ્યું કે રાતે ડીજે સંચાલક અવનીત કુમાર મળવા આવ્યો હતો. પરિવારજનોએ બંનેને સાથે જોઇને ખુબ જ માર માર્યો હતો. બાદમાં અવનીત કુમારને જંગલમાં ફેંકી આવ્યા હતા.

મંગળવાર 2 જુનના રોજ સરથલ ગામમાં રહેતા મૃતકના પિતા મખ્ખન સિંહે બિલારી કોતવાલીમાં ફરિયાદ દાખલ કરાવી છે. ફરિયાદમાં જણાવવામાં આવ્યું કે તેનો પુત્ર અવનીત કુમાર પડોસમાં આવેલા સંભલ જિલ્લાના બનિયાઠેર થાનાના ખેડા ગામમાં રહેતા ખેમપાલની સાથે ભાગીદારીમાં ડીજે વગાડવાનું કામ કરતો હતો. આ ભાગીદારીમાં પૈસાને લઇને છેલ્લા કેટલાક સમયથી વિવાદ ચાલી રહ્યો હતો.

મખ્ખન સિંહે ફરિયાદમાં જણાવ્યું કે સોમવાર રાતે ખેમપાલ તેના પુત્ર અવનીતને પોતાની સાથે લઇ ગયા હતા. પરંતુ રાતે ઘરે પરત ફર્યો ન હતો. મંગળવારે 2 જુને વહેલી સવારે ચાર વાગ્યે ન્યૂઝપેપર વેંચનારા એક યુવકે ખેડા અને સરથલ ગામ વચ્ચે રસ્તા પર એક યુવકને ઘાયલ અવસ્થામાં પડેલો જોયો તો ગ્રામજનોને સૂચના આપી. બાદમાં ગ્રામજનો અને પરિવારજનો ઘટનાસ્થળે પહોંચ્યા હતા.

અવનીતની ઓળખ કરી પહેલા પોલીસ સ્ટેશન અને પછી હોસ્પિટલ લઇ જવામાં આવ્યો. જો કે ટૂંકી સારવાર બાદ અવનીતનું મૃત્યું થઇ ગયું. મખ્ખન સિંહે જણાવ્યું કે તેના પુત્રએ મૃત્યુ પહેલા જણાવ્યું કે ખેમપાલ અને કપિલે રાતે તેને ઢોર માર માર્યો હતો. તો કોતવાલે જણાવ્યું કે આરોપીની ઘાયલ બહેને સ્વીકાર કર્યો છે કે આ હત્યાને અંજામ તેના પરિવારજનોએ જ આપ્યો છે. તો હત્યાના આરોપી ખેમપાલનું કહેવું છે કે અવનીત રાતે તેના ઘરે બહેનને મળવા આવ્યો હતો અને તેને માર મારી ભગાડી મૂક્યો હતો.

You cannot copy content of this page