Only Gujarat

FEATURED National

કોરોના કાળ શું શું બતાવશે એ ખબર નથી? સોશિયલ ડિસ્ટન્સિંગ માટે કર્યો એવો જુગાડ કે…

નવી દિલ્હી: કોરોના વાઈરસના સંકટ વચ્ચે વિશ્વભરમાં તેનાથી બચવા માટે વેક્સિન બની રહી છે. જ્યારે તેનાથી બચવા હાલ સોશિયલ ડિસ્ટન્સિંગના પાલનની સલાહ આપવામાં આવી રહી છે. આ દરમિયાન રોમાનિયામાં એવા શૂઝ વેચાઈ રહ્યાં છે એટલી હદે લાંબા છે કે સોશિયલ ડિસ્ટન્સિંગના પાલન અંગે લોકોની મદદ પણ કરશે.

રૉયટર્સના એક રિપોર્ટ અનુસાર, રોમાનિયામાં અંદાજે 2 મહિના સુધી લૉકડાઉન લાગેલું હતું, જે પછી જ્યારે ઢીલ આપવામાં આવી તો લોકો સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન નહોતા કરતા. જે પછી એક શૂઝ વેચતા શો રૂમના માલિકને અનોખા શૂઝ બનાવવાનો વિચાર આવ્યો.

કલૂઝના ટ્રાન્સિલવિયન શહેરના શૂ મેકર ગ્રિગોર લુપે જોયું કે, લોકો નિયમનું પાલન નથી કરી રહ્યાં. તેથી લુપે લોકો વચ્ચે અંતર જાળવવા અંગે મદદ કરવાના હેતુથી ચામડાના લાંબા શૂઝ બનાવવા અંગે વિચાર્યું અને તેની પર તાત્કાલિક અમલ કરવાનું પણ શરૂ કરી દીધું. રિપોર્ટ અનુસાર, આ શૂઝ યુરોપિયન સાઈઝ 75 નંબરમાં આવે છે.

લુપે જણાવ્યું કે, 39 વર્ષોથી ચામડાના શૂઝ બનાવી રહ્યાં છે. તેમની દુકાન પર જ તેઓ આ શૂઝ વેચે છે. નવા શૂઝ પહેરવાના કારણે લોકો વચ્ચે 1-1.5 મીટરનું અંતર રહેશે. આ શૂઝની તસવીરો પણ સોશિયલ મીડિયા પર વાઈરલ થવા લાગી છે.

રસપ્રદ વાત એ છે કે લુપને આવા શૂઝ માટે મોટા પ્રમાણમાં ઓર્ડર પણ મળવા લાગ્યા છે. આ પ્રકારના શૂઝ બનાવવા માટે તેમને 2 દિવસ લાગે છે અને તેની માટે એક સ્કે. મીટર ચામડાની જરૂર પડે છે.

You cannot copy content of this page