Only Gujarat

FEATURED National

અડધી રાત્રે પત્નીની આંખ ખુલી તો સામે જ ફેણ ચઢાવીને બેઠો હતો સાપ અને પછી…

કવર્ધા (છત્તીસગઢ) : અડધી રાતે ઘરમાં ઘુસી એક સાપે સંપૂર્ણ પરિવારને ડસી મોત આપ્યું હતું. આ ઘટના શનિવાર (30 મે) રાતના 12 વાગ્યાની છે. દંપતી પોતાના 10 વર્ષીય દીકરા સાથે જમીન પર જ ઊંઘતું હતું. આ દરમિયાન સાપે ત્રણેયને ડંખ માર્યો, જે પછી મહિલાની ઊંઘ ખુલી અને તેણે સાપને જતા જોયો. તેણે પતિને જગાડ્યો પરંતુ દીકરો બેભાન હતો. તેના બુમો પાડવા પર પાડોશીઓ ત્રણેયને હોસ્પિટલ લઈ ગયા હતા, પરંતુ એક પછી એક ત્રણેયે દમ તોડ્યો હતો. આ ઘટના કવર્ધા જિલ્લાના કુકદૂરના મુનમુના ગામની છે.

સાપે ડંખ મારતા મહિલાની આંખ ખુલીઃ એક માહિતી અનુસાર, મુનમુના ગામના રહેવાસી સમય લાલ (40), તેની પત્ની ગંગા બાઈ (35) અને દીકરા સંદીપ (10)ને શનિવારે રાતે અંદાજે 12 વાગ્યે સાપે ડંખ માર્યો હતો. ત્રણેય જમીન પર સુતા હતા. સાપે ડંખ મારતા ગંગાબાઈએ ઊંઘ ખુલી. તેણે સાપને જતો જોયો અને ડરી ગઈ.


જે પછી પતિને જગાડ્યો અને સમય લાલને સાપે ડંખ માર્યો હોવાની માહિતી મળી તો તે પણ ડરી ગયો. દંપતીએ જોયું કે તેમનો દીકરો બેભાન હતો. આ જોઈ તેઓ બુમો પાડવા લાગ્યા. તેમની અવાજ સાંભળી પાડોશીઓ ભેગા થયા. જે પછી રાતે 3 વાગે લોકોએ ગાડીની વ્યવસ્થા કરી. જે પછી ત્રણેયને પંડારિયા હોસ્પિટલ લઈ જવામાં આવ્યા.

જોકે ત્રણેયની સ્થિતિ નાજુક હોવાના કારણે તેમને જિલ્લા હોસ્પિટલ રેફર કરવામાં આવ્યા. રવિવારે સવારે 5 વાગે ત્રણેયને કવર્ધા જિલ્લા હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા. જ્યાં ત્રણેયનું સારવાર દરમિયાન મોત થયું હતું. સૌપ્રથમ દીકરાનું મોત થયું. જે પછી સવારે 7.08 કલાકે સમયલાલે જીવ ગુમાવ્યો અને એક મિનિટ બાદ ગંગાબાઈનું પણ મોત થયું.

2 બાળકોનો જીવ બચી ગયોઃ સંદીપ દંપતીનો સૌથી નાનો દીકરો હતો. તે પાંચમા ધોરણમાં ભણતો હતો. કુકદૂરના એસઆઈ સુમિત નેતામે કહ્યું કે, દંપતીનો એક નાનો દીકરો અને એક વર્ષની દીકરી બીજા રૂમમાં સુઈ રહી હતી. તેઓ ઘટનાની રાતે જ બીજા રૂમમાં સુઈ રહ્યાં હતા એટલે જ તેમનો જીવ બચી ગયો.

You cannot copy content of this page