Only Gujarat

FEATURED National

ઊંચી ડિગ્રી લીધેલા લોકો આજે રસ્તામાં માગી રહ્યા છે ભીખ, પોલીસે કર્યાં ચોંકવનારા ખુલાસા

દેશમાં બેરોજગારીની હાલત એવી છે કે પોસ્ટ ગ્રેજ્યુએશન અને ગ્રેજ્યુએશન કરતા લોકો પણ ભીખ માગી રહ્યાં છે. રાજસ્થાન સરકારે ભીખારી ઉન્મુલન તથા પૂનર્વાસ કાયદો બનાવ્યો છે. જે અંતર્ગત જયપુરમાં ભીખારીઓનો સર્વે શરૂ કર્યો છે. આ સર્વેમાં ચોંકાવનારી વાતો સામે આવી છે.

આ સર્વેમાં જયપુર શહેરમાં કેટલાક ભીખારી એમએ અને એમકોમ કરેલા છે. તો કોઇએ બીએ અને બીકોમ કર્યું છે. આ ભીખારીઓનું કહેવું છે કે જો તેઓને કોઇ કામ મળશે તો તેઓ ભીખ માગવાનું છોડવા તૈયાર છે.

રાજસ્થાનના ગોવિંદગઢમાં રહેતા 34 વર્ષિય પવન એમકોમ કર્યાબાદ અજમેર રોડ પર 200 ફૂટ બાઇપાસ પર ભીખ માગી રહ્યાં છે. આ એક ફેક્ટ્રીમાં મજુરી કરતા હતા પરંતુ કામ બંધ થઇ ગયાબાદથી બે ટકનું ખાવા મેળવવા ચાર રસ્તા પર બેસે છે. લગ્ન ન થયા હોવાને કારણે કોઇ પણ કામ માટે લઇ જાય તો તેઓ તેની સાથે જતા રહે છે બાકી ભીખ માગી ગુજરાન ચલાવે છે.

આવી જ રીતે 38 વર્ષના મુકેશે એમએ સુધી અભ્યાસ કર્યો છે જે ઝુંઝનુ જિલ્લાના ડુંડલોદના રહેવાસી છે અને જયપુર શહેરના નાહરદઢ થાના ક્ષેત્રમાં નાની ચોપડ પર ભીખ માગી ગુજારો કરી રહ્યાં છે. તેઓ પણ અપરણીત છે અને ફૂટપાથ પર સૂવે છે.

અન્ય એક શખ્સ છે જગદીશ ગુપ્તા જેઓએ એમકોમ સુધી અભ્યાસ કર્યો છે. ગ્રેજ્યુએશન કરનારા રમેશ અને શૈલેશ છે જેઓ જયપુરમાં ભીખ માગે ગુજારાન ચલાવે છે.

જયપુર પોલીસ કમિશ્નરેટ અંતર્ગત અલગ અલગ થાનાના ઇંસ્પેક્ટરોએ શહેરભરમાં સર્વે કર્યો જ્યાં 1162 ભીખારી ભીખ માગતા જોવા મળ્યા. જેમાંથી 419 ભીખારીઓએ કહ્યું કે જો તેઓને કોઇ કામ મળે છે તો તે ભીખ માગવાનું છોડી કામ કરવા તૈયાર છે.

જો કે તેમાંથી 116 ભીખારીઓએ કહ્યું કે તેઓ કોઇ કામ કરવા માગતા નથી અને ભીખ જ માગવા ઇચ્છે છે. જયપુર પોલીસના આ સર્વેમાં અને ઉંમરના ભીખારી જોવા મળ્યા જેમાંથી 27 ભીખારીએ કહ્યું કે તેઓ અભ્યાસ કરવા માગે છે જો સરકાર મદદ કરે તો તેઓ ભીખ માગવાનું છોડી અભ્યાસ શરૂ કરવા માગે છે. અનેક એવા ભીખારી છે જેઓનું પૂરર્વાસ જયપુર પોલીસે કરાવ્યું છે.

જયપુરના એડિશનલ પોલીસ કમિશનર અજય પાલ લાંબાએ કહ્યું કે રાજસ્થાન સરકાર આ ભીખારીઓના પુનર્વાસ કરવા માગે છે જે માટે અમારા પોલીસ કોન્સ્ટેબલ સર્વે કરી રહ્યાં છે. કોરોનાને કારણે તેમાંથી થોડા ઘટાડો થયો છે કારણ કે કેટલાક પોલીસકર્મીઓ કોરોના પોઝિટિવ આવ્યા છે. જે ભીખારી કામ કરવા માગે છે તેઓની અમે જરૂર મદદ કરીશું.

અજય પાલ લાંબાએ એવું પણ કહ્યું કે પોસ્ટ ગ્રેજ્યુએશન અને ગ્રેજ્યુએશન કર્યા બાદ ભીખ માગતા ભીખારીઓ પર જાણકારી એકત્રિત કરવામાં આવી રહી છે કે એવું તે શું કારણ છે કે તેઓને ભીખ માગવી પડી રહી છે.

ઉલ્લેખનીય છે કે રાજસ્થાન સરકારે સોમવાર 23 ઓગસ્ટે વિધાનસભામાં ભીખારી ઉન્મુલન તથા પુનર્વાસ બીલ પાસ કરાવ્યું છે. સામાજિક સંગઠનોની મદદથી ભીખારીઓ માટે પુનર્વાસ કેન્દ્ર બનાવવામાં આવી રહ્યાં છે. મુખ્યમંત્રી અશોક ગેહલોતે કહ્યું કે રાજસ્થાનને ભીખારી મુખ્ત પ્રદેશ બનાવવો છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page