Only Gujarat

Bollywood TOP STORIES

શબઘરમાં સુશાંતના પગે લાગીને રિયાએ કેમ કહ્યું હતું સોરી બાબુ? જાણો સ્ફોટક વાતો

મુંબઈઃ બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂત સુસાઈડ કેસમાં સીબીઆઈ ક્યારે રિયા ચક્રવર્તીને કસ્ટડીમાં લઈ પૂછપરછ કરશે તેની તમામ લોકો રાહ જોઈ રહ્યાં છે. આ સમયે એક ખાનગી ચેનલને રિયા ચક્રવર્તીએ ઈન્ટરવ્યૂ આપી પોતાની પર લાગેલા તમામ આક્ષેપોનો જવાબ આપ્યો છે. વરિષ્ઠ પત્રકાર રાજદીપ સરદેસાઈએ રિયા સાથેના ખાસ ઈન્ટરવ્યૂમાં એ તમામ સવાલોના જવાબ આપ્યા, જે જાહેર કે સોશિયલ મીડિયામાં તેને કરવામાં આવતા હોય છે.

સવાલઃ એક એહવાલ એવા છે કે, સિદ્ધાર્થ પીઠાની જે સુશાંતનો હાઉસમેટ હતો, તેણે સીબીઆઈને આ માહિતી આપી છે કે જૂન 8 (આ સીબીઆઈ સૂત્રો અનુસાર) સુધીમાં, તમે આઈટીવાળાને બોલાવી હાર્ડ ડ્રાઈવ ડિલીટ કરાવી હતી? સુશાંત પણ ત્યાં હાજર હતો. તમે આું શા માટે કર્યું? શું હતું તેમાં કે હાર્ડ ડ્રાઈવ ડિલીટ કરવી પડી?
રિયાઃ આ સંપૂર્ણ રીતે પાયાવિહોણા આરોપ છે. આવી કોઈ હાર્ડ ડ્રાઈવ અંગે હું જાણતી નથી. હું હતી ત્યાં સુધીમાં કોઈ નહોતું આવ્યું, મારા ગયા બાદ તેની બહેન જે 8 થી 13 જૂન સુધી હતી, તે ક્યાં હતી? તેને જ ખબર હશે જો આવું કંઈ થયું હશે તો. મારી હાજરી દરમિયાન કંઈ નહોતું થયું. મને નથી લાગતું કે તેણે એવું કંઈ કહ્યું હશે. મને લાગે છે કે ફરી એકવાર કોઈ નવી સ્ટોરી બનાવવામાં આવી રહી છે. જેવી રોજ એક બનાવવામાં આવે છે જે સંપૂર્ણ રીતે પાયાવિહોણી હોય છે.

સવાલઃ કારણ કે હાર્ડ ડિસ્ક પર ઘણા… તમે તો આજે અમને જણાવ્યું પરંતુ એવું લાગે છે કે તમે અંતિમ નિર્ણય તે દિવસે જ લઈ લીધો હતો. ‘નો ટર્નિંગ બેક’ તમે આવું કહ્યું છે વોટ્સએપ પર, મને લાગે છે કદાચ ભટ્ટ સાહેબને. શું તમે તે દિવસે નિર્ણય લીધો હતો કે ભલે સુશાંત ડિપ્રેશનમાં હોય તમે તેની સાથે રહી શકશો નહીં?
રિયાઃ મને ઘણો આઘાત લાગ્યો કારણ કે સુશાંત મને કોલ કર્યો નહીં. તેણે મને પરત બોલાવી નહીં. શું તેની માટે બધુ પતી ગયું? શું આટલું જ હતું? કે હું બીમાર છું તો તમે નથી ઈચ્છતા કે…મને. સામાન્ય રીતે કોઈપણ તમને આમ કહેશે તો ખરાબ લાગશે પરંતુ જે તમે રેફર કરી રહ્યાં છો તેને આ વાત સાથે કોઈ લેવા દેવા નથી.

સવાલઃ તમારી પર વારંવાર આરોપ લાગ્યા છે કે સુશાંતને કંટ્રોલ કરી રહ્યાં હતા. બધુ તારા થકી જ થતું હતું, તેનો સ્ટાફ, પૈસા, તેનું જીવન, જેવું જ તું તેની સાથે રહેવા લાગી, તેના સ્ટાફને બદલી નાંખ્યો. તે પછી સુશાંત બદલાયો કે તમે? ક્યાંકને ક્યાંક તે સુશાંતને તેના પરિવારથી દૂર કર્યો. શા માટે તમે આ ફેરફાર કર્યા? સુશાંતના જીવન પર એક રીતે તમે નિયંત્રણ મેળવી રાખ્યું હતું.
રિયાઃ આ ખોટો આરોપ છે. સુશાંતનો સ્ટાફ છે તે છેલ્લા દોઢ વર્ષમાં અને જે લોકો તેની સાથે રહેતા હતા. સિદ્ધાર્થ પીઠાની..સુશાંત સિદ્ધાર્થને મારા કરતા પહેલાથી જાણતો હતો. જ્યારે હું સુશાંતના ઘરે ગઈ તો સિદ્ધાર્થ અને સુશાંત સાથે રહેતા હતા. બીજો જો મિરાંડા. જો સુશાંતનો હાઉસ મેનેજર છે અને સુશાંતની બહેન પ્રિયંકાએ તેને હાયર કર્યો હતો અને એ પણ મને જાણતા પહેલા. ત્રીજો તેનો કૂક કેશવ અને ક્લિનર નીરજ…આ બધાને સુશાંત અગાઉથી જાણતો હતો…દીપેશને સુશાંત પહેલાથી જાણતો હતો. હું આ લોકોને ઓળખતી નહોતી, સુશાંતે તેમની સાથે પરિચય કરાવ્યો…મે આ સ્ટાફના લોકોને નોકરીએ નહોતા રાખ્યા, જરાય નહીં.

સવાલઃ શું સંદીપ સિંહને ઓળખો છો? જેનું નામ વારંવાર સામે આવી રહ્યું છે
રિયાઃ ના, હું નથી ઓળખતી.

સવાલઃ એ તો કહે છે કે તે સુશાંતનો સારો મિત્ર હતો.
રિયાઃ તો ક્યાં હતો છેલ્લા દોઢ વર્ષથી. મે તો ના નામ સાંભળ્યું છે ના તો ક્યારેય સુશાંતના ઘરે આવ્યો છે. સુશાંતના કોલ લોગમાં પણ ગેરેન્ટી સાથે આ વ્યક્તિનો નંબર નહીં હોય, ના કોઈ ઉલ્લેખ હશે.

સવાલઃ તમે અને સુશાંત રિલેશનશિપમાં હતો, સાથે યુરોપ ગયા હતા. એવું શું હતું કે તમને લાગ્યું સુશાંતની તબિયત બગડી રહી છે? ક્યારે જાણ થઈ? તમે એપ્રિલથી તેની સાથે હતા, શું તમને ખબર પડી કે સુશાંત ક્યારથી ડિપ્રેશનમાં હતો. તેના ડિપ્રેશન મેન્ટલ..કે કોઈ પ્રકારની માનસિક સમસ્યા, જેને બાયપોલર કહે છે. સુશાંતને તે સમસ્યા છે. શું તમને આ ખબર હતી? યુરોપ ટ્રિપ પર?
રિયાઃ યુરોપના ટ્રિપ પર જવાના દિવસે સુશાંતે મને અને અન્ય લોકોને જણાવ્યું કે, તેને ફ્લાઈટમાં બેસવા અંગે ક્લોસ્ટ્રોફોબિયા છે. તે માટે એક દવા પણ લે છે. નામ હતું મોડાફિનીલ અને આ દવા તે હંમેશા સાથે રાખતો. તેણે ફ્લાઈટમાં જતા પહેલા તે દવા જાતે લીધી હતી. તેને કોઈ પ્રિસ્ક્રિપ્શન લેવાની જરૂર પડી નહીં કારણ કે આ દવા તેની પાસે પહેલાથી જ હતી. શક્ય છે કે તે દરેક ફ્લાઈટ અગાઉ આ દવા લેતો હશે. અમે પહેલા પેરિસમાં લેન્ડ થયા. પ્રથમ 3 દિવસ સુશાંત રૂમની બહાર નીકળ્યો નહીં. મને લાગ્યું કે શું થયું હશે? તે તો ઘણો એક્સાઈટેડ હતો પેરિસ જવા માટે કારણ કે ત્યાં કોઈ તેને ઓળખશે નહીં. જેથી તે પોતાનો વાસ્તવિક અંદાજ દેખાડી શકે. જે તેનો મોજીલો સ્વભાવ હતો. તેને ત્યાં રોડ પર એવી રીતે સ્વતંત્રતાથી ફરવાની ઈચ્છા હતી, જે તે ભારતમાં ફેનથી ઘેરાઈ જવાના કારણે નહોતો કરી શકતો. પરંતુ તે રૂમની બહાર જ ના નીકળ્યો. પછી જ્યારે સ્વિત્ઝર્લેન્ડ ગયા ત્યારે તેની એનર્જી સારી હતી અને તે બહાર પણ આવતો હતો તથા ખુશ હતો. તે પછી અમે ઈટાલી ગયા, એક હોટલમાં રોકાયા. હોટલનું નામ- પ્લાઝો મેગ્નેની ફરેની છે. આ એક ભૂતિયા હોટલ છે. આ અમને બુકિંગ અગાઉ નહોતી ખબર. અમારા રૂમમાં ડોમ જેવું વિચિત્ર સ્ટ્રક્ચર હતું. તેમાં વિચિત્ર તસવીરો પણ હતી. મે તેને હોટલ બદલવા કહ્યું પરંતુ તે ના માન્યો. તેની તબિયત બગડવા લાગી અને તે રૂમની બહાર નીકળવા નહોતો માગતો. તેણે 2013માં પણ આવું બન્યું હોવાની વાત કરી હતી. તે કોઈ હરેશ શેટ્ટી નામના સાઈકેટ્રિસ્ટ પાસેથી સારવાર લઈ રહ્યો હતો, જેમણે તેને મોડાફિનીલ નામની દવા લખી આપી હતી. સાઈકેટ્રિસ્ટને મળ્યા બાદ તે સ્વસ્થ હતો, અમુક સમયે એન્ગઝાઈટી અટેક આવતા. પરંતુ તે પછી વધુ ડિપ્રેશ રહેવા લાગ્યો. અમારે ટ્રિપ અધવચ્ચે અટકાવવી પડી. જો તમારો સાથી સારું ફિલ ના કરતો હોય તો તમે પાછા જ આવી જશો.

સવાલઃ તમે ટ્રિપ અધવચ્ચે છોડી, પરંતુ ટ્રિપમાં તમારો ભાઈ શોવિક પણ સાથે હતો, તેનું કોઈ કારણ? ત્યાં બે પ્રેમીઓ હતા ત્યારે ભાઈ શોવિકને સાથે લઈ જવાની શું જરૂર હતી?
રિયાઃ સુશાંત અને શોવિકને સારું બનતું હતું, ઘણીવાર તો હું મારા ભાઈને જ મારી સૌતન કહેતી. મને શું ખબર હતી કે પછીથી આ જ બાબતે આટલો વિવાદ થશે, અમને તે અંગે ભવિષ્યની થોડી કંઈ ખબર હતી. સુશાંત અને મારી સાથે એક કંપની બનાવી હતી. ટ્રિપથી પહેલા. આ કંપનીનું નામ રિયેલિટિક્સ R-H-E-A-L-I-T-Y-X.
તેનાથી ખબર પડે છે કે સુશાંત મને ચાહતો હશે અને તે માટે તેણે પોતાના ડ્રીમ પ્રોજેક્ટ સાથે મારું નામ જોડ્યું કે પછી મે જ તેને આ માટે દબાણ કર્યું હશે. આ અંગે મારી પર ઘણા આરોપ લગાવવામાં આવ્યા. આ કંપનીમાં હું અને મારો ભાઈ ત્રણેય બરાબર પાર્ટનર હતા. ત્રણેયને પોતાના અકાઉન્ટમાંથી 33-33 હજાર ભરવા પડતા હતા. મારા ભાઈના 33 હજાર મેં ટ્રાન્સફર કર્યા કારણ કે તે પોતાની રકમ ભરી શકે, મારો ભાઈ તે સમયે નોકરી નહોતો કરતો. આ સિવાય કંપનીમાં કોઈ બીજા ટ્રાન્જેક્શન થયા નથી. અમારા ઈટાલી પ્રવાસમાં ભાઈ એટલે આવ્યો કારણ કે સુશાંતે દબાણ કર્યું, તે ચેટ મારી પાસે છે. પ્લીઝ આવી જા….જેવા શબ્દો તેણે વાપર્યા. તેને કેટની એક્ઝામ આપવાની હતી…મારી બહેન અને તેનો બોયફ્રેન્ડ સાથે છે તો શા માટે જવું?

સવાલઃ એવા અહેવાલ આવ્યા કે તમે અને તમારા પરિવારે સુશાંતના પૈસાથી જલસા કર્યા, યુરોપ ટ્રિપ પણ સુશાંતના પૈસે હતી…રિયા, શોવિક અને ચક્રવર્તી પરિવાર સુશાંતના પૈસે મોજ કરતું હતું? આ સત્ય છે? કે સુશાંતે તમામ પૈસા આપ્યા હતા?
રિયાઃ ના, પેરિસમાં મારે એક કંપની સાથે શૂટ હતું, તે કપડાની કંપનીનો ફેશન શો હતો. તમામ ચેટ અને પ્રૂફ છે મારી પાસે. મને તે ફેશન શો માટે પેરિસ બોલાવવામાં આવી હતી. મારી ટિકિટ બિઝનેસ ક્લાસ અને હોટલની ટિકિટ બુક હતી. જેથી સુશાંતે યુરોપ ટ્રિપ અંગે પ્લાન બનાવ્યો. તેણે મારી ટિકિટો કેન્સલ કરાવી દીધી. જે મારી પાસે છે, જો સાબિત કરવી પડે તો.

સવાલઃ તમે સુશાંતના પૈસા ઉડાવતા હતા?
રિયાઃ મારી અગાઉ તે 6 મિત્રો સાથે થાઈલેન્ડ ટ્રિપ પર ગયો હતો અને 70 લાખનો ખર્ચ કર્યો. તે પ્રાઈવેટ જેટથી ગયો હતો અને આ તેની પોતાની પર્સનલ લાઈફ હતી. જેને તે માણવા માગતો હતો. તમે કોણ છો જે તેને શીખવો કે જીવન કેવી રીતે જીવાય? 5 સ્ટારમાં રહેવું કે ગર્લફ્રેન્ડ સાથે જવું કે નહીં? આ તેની મરજી છે. તે મિત્રો સાથે ગયો હતો, તો શું મિત્રોએ તેને આમ કરવા દબાણ કર્યું હશે. અમે કપલની જેમ રહેતા હતા, પરંતુ હું તેના પૈસા પર નહોતી જીવતી.

સવાલઃ સુશાંતના નિધનની જાણ કેવી રીતે થઈ?
રિયાઃ 14ના 2 વાગ્યા આસપાસ પોતાના ભાઈ સાથે ઘરે હતી, મારી એક ફ્રેન્ડનો ફોન આવ્યો કે આવી અફવા છે, તેને અટકાવો. સુશાંતને કહો કે નિવેદન આપે…ત્યારે મને લાગ્યું કે આવું કઈ રીતે થઈ શકે, પરંતુ 15 મિનિટમાં જ વાસ્તવિક સમાચાર સામે આવ્યા.

સવાલઃ શું તમે સુશાંતના ઘરે ગયા હતા?
રિયાઃ ના, હું નહોતી ગઈ. મને જાણ કરવામાં આવી કે અંતિમ સંસ્કાર સમયના લોકોમાં મારું નામ નહોતું. ઈન્ડસ્ટ્રીના લોકોનું નામ હતું. પરંતુ મારું નામ નહોતું. કારણ કે સુશાંતનો પરિવાર મને ત્યાં જોવા માગતો નહોતો.

સવાલઃ શું તેના પરિવારે એમ કહ્યું કે- તું અંતિમ સંસ્કારમાં ના આવી શકે કારણ કે તેને પ્રેમ કરતી હતી?
રિયાઃ અમુક લોકોએ મને આવીને સમજાવી કે ત્યાં ના જતી કારણ કે જઈશ તો તને ત્યાંથી કાઢી મૂકશે, તેથી ના જા. પરંતુ મારા મિત્રોએ એકવાર અંતિમ દર્શન કરી લેવા કહ્યું હતું.

સવાલઃ શું તમે શબઘરમાં ગયા હતા જ્યાં સુશાંતની ડેડબોડી હતી અને તમે સૉરી બાબૂ કહ્યું?
રિયાઃ હા, ત્યાં બીજું શું કહીશ? જો કોઈનો જીવ ગયો હોય, આઈ એમ સોરી કે તમે જીવ ગુમાવ્યો, આજે પણ હું સોરી કહીશ કારણ કે એવી વાતો થઈ રહી છે કે, મોતને મજાક બનાવી દેવામાં આવી છે. હું સોરી કહું છું કારણ કે તેના કામને યાદ નથી કરવામાં આવી રહ્યું.

સવાલઃ શબઘરમાં કેટલો સમય રોકાયા?
રિયાઃ હું 3-4 સેકન્ડ જ રોકાઈ, કારણ કે પોસ્ટમૉર્ટમ થવાનું હતું. પરંતુ જ્યારે એમ્બ્યુલન્સ તરફ મૃતદેહ લઈ જવામાં આવી રહ્યો હતો તો મે સોરી કહ્યું અને સુશાંતના પગને સ્પર્શ કર્યો.

You cannot copy content of this page