Only Gujarat

Bollywood

રિયાનો દાવો, આજકાલનો નહીં સુશાંત 2013થી ડિપ્રેશનમાં હતો, એની જાતે જ દવા લેતો

મુંબઈઃ બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતના સુસાઈડ બાદથી જ સતત વિવાદોમાં રહેલી રિયા ચક્રવર્તીએ હવે પોતાની પર લાગતા તમામ આરોપો અંગે એક ન્યૂઝ ચેનલ સમક્ષ આવી જવાબ આપ્યા હતા. રિયાએ યુરોપ ટ્રિપ પર કઈ રીતે સુશાંતની તબિયત લથડી અને ત્યાં શું બન્યું હતું તે તમામ વિગતો આ ઈન્ટરવ્યૂમાં જાહેર કરી હતી.

રિયાએ જણાવ્યું કે,‘યુરોપના ટ્રિપ પર જવાના દિવસે સુશાંતે મને અને અન્ય લોકોને જણાવ્યું કે, તેને ફ્લાઈટમાં બેસવા અંગે ક્લોસ્ટ્રોફોબિયા છે. તે માટે એક દવા પણ લે છે. નામ હતું મોડાફિની અને આ દવા તે હંમેશા સાથે રાખતો. તેણે ફ્લાઈટમાં જતા પહેલા તે દવા જાતે લીધી હતી. તેને કોઈ પ્રિસ્ક્રિપ્શન લેવાની જરૂર પડી નહીં કારણ કે આ દવા તેની પાસે પહેલાથી જ હતી. શક્ય છે કે તે દરેક ફ્લાઈટ અગાઉ આ દવા લેતો હશે.

વધુમાં રિયાએ કહ્યું હતું, ‘અમે પહેલા પેરિસમાં લેન્ડ થયા. પ્રથમ 3 દિવસ સુશાંત રૂમની બહાર નીકળ્યો નહીં. મને લાગ્યું કે શું થયું હશે? તે તો ઘણો એક્સાઈટેડ હતો પેરિસ જવા માટે કારણ કે ત્યાં કોઈ તેને ઓળખશે નહીં. જેથી તે પોતાનો વાસ્તવિક અંદાજ દેખાડી શકે. જે તેનો મોજીલો સ્વભાવ હતો. તેને ત્યાં રોડ પર એવી રીતે સ્વતંત્રતાથી ફરવાની ઈચ્છા હતી, જે તે ભારતમાં ફેનથી ઘેરાઈ જવાના કારણે નહોતો કરી શકતો. પરંતુ તે રૂમની બહાર જ ના નીકળ્યો. પછી જ્યારે સ્વિત્ઝર્લેન્ડ ગયા ત્યારે તેની એનર્જી સારી હતી અને તે બહાર પણ આવતો હતો તથા ખુશ હતો. તે પછી અમે ઈટાલી ગયા, એક હોટલમાં રોકાયા.’

રિયાએ આગળ જણાવ્યું કે,‘હોટલનું નામ- પલાજો મેગ્નેની ફરેની છે. આ એક ભૂતિયા હોટલ છે. આ અમને બુકિંગ અગાઉ નહોતી ખબર. અમારા રૂમમાં ડોમ જેવું વિચિત્ર સ્ટ્રક્ચર હતું. તેમાં વિચિત્ર તસવીરો પણ હતી.’

રિયાએ કહ્યું હતું, ‘મે તેને હોટલ બદલવા કહ્યું પરંતુ તે ના માન્યો. તે કહેતો કે- અહીં કંઈક તો છે, મે તેને ખરાબ સ્વપ્ન ગણાવ્યું. તેની તબિયત બગડવા લાગી અને તે રૂમની બહાર નીકળવા નહોતો માગતો. તેણે 2013માં પણ આવું બન્યું હોવાની વાત કરી હતી. તે કોઈ હરેશ શેટ્ટી નામના સાઈકેટ્રિસ્ટ પાસેથી સારવાર લઈ રહ્યો હતો, જેમણે તેને મોડાફિની નામની દવા લખી આપી હતી. સાઈકેટ્રિસ્ટને મળ્યા બાદ તે સ્વસ્થ હતો, અમુક સમયે એન્ગઝાઈટી અટેક આવતા. પરંતુ તે પછી વધુ ડિપ્રેશ રહેવા લાગ્યો. અમારે ટ્રિપ અધવચ્ચે અટકાવવી પડી. જો તમારો સાથી સારું ફિલ ના કરતો હોય તો તમે પાછા જ આવી જશો.’

રિયાએ પોતાના ભાઈ સાથે સુશાંતે બનાવેલી કંપની વિશે પણ જણાવ્યું અને પોતાના ભાઈને ટ્રિપ પર આવવા એક્ટરે જ દબાણ કર્યાની વાત કહી. આ કંપની તેમની યુરોપ ટ્રિપ અગાઉ જ શરૂ કરવામાં આવી હતી.

You cannot copy content of this page