Only Gujarat

Bollywood FEATURED

48ની ઉંમરમાં પણ કુંવારી છે ‘પાર્વતી’, 40 વટાવ્યા બાદ પણ આ એક્ટ્રેસિસે નથી કર્યાં લગ્ન

મુંબઈઃ ફૅમશ શૉ ‘કહાની ઘર ઘર કી’માં પાર્વતીના રોલથી જાણિતી એક્ટ્રસ સાક્ષી તંવર 48 વર્ષની થઈ ગઈ છે. 12 જાન્યુઆરી, 1973માં રાજસ્થાનના અલવરમાં જન્મેલી સાક્ષીએ થોડાં વર્ષ પહેલાં ટીવી સિરિયલ ‘બડે અચ્છે લગતે હૈ’માં પણ જોવા મળી હતી. આ સિરિયલમાં રામ કપૂર સાથે તેમની જોડીને દર્શકોએ ખૂબ જ વખાણી હતી. ટીવી ઉપરાંત સાક્ષીએ બોલિવૂડ ફિલ્મોમાં પણ કામ કર્યું છે. તે સની દેઓલ સાથે ફિલ્મ ‘મોહલ્લા અસ્સી’માં પણ તેમની પત્નીના રોલમાં જોવા મળી હતી.

ઉલ્લેખનીય છે કે, 48 વર્ષ ઉંમર થઈ છતાં સાક્ષીએ હજી સુધી લગ્ન કર્યાં નથી. જોકે, વર્ષ 2015માં એવા સમાચાર આવ્યા હતાં કે, તેમને એક બિઝનેસમેન સાથે છુપાઈને લગ્ન કરી લીધા હતાં. આ પછી સાક્ષીએ કહ્યું હતું કે, ‘આ સમાચાર ખોટાં છે. મને અત્યારસુધી એવું કોઈ મળ્યું નથી, જેની સાથે લગ્ન કરી શકું.’

મહત્ત્વનું છે કે, સાક્ષી તંવરે લગ્ન વગર જ એક દીકરીને દત્તક લીધી છે. આમ તો, સાક્ષી માત્ર એવી એક્ટ્રસ નથી, જે 45 વર્ષ કરતાં વધુ ઉંમરે કુંવારી છે. તો અમે તમને જણાવીએ એવી એક્ટ્રસ વિશે જે 48 વર્ષે પણ કુંવારી છે.

અમીષા પટેલ
અમીષા પટેલે વર્ષ 2000માં આવેલી ફિલ્મ ‘કહોના પ્યાર હૈ’થી બૉલિવૂડમાં એન્ટ્રી કરી હતી. આ પછી તે ‘ગદ્દર એક પ્રેમ કથા’ અને ‘રેસ-2’ સહિતની સફળ ફિલ્મોમાં પણ જોવા મળી હતી. ફિલ્મમેકર વિક્રમભટ્ટ સાથે તેમના અફેર ના સમાચાર મીડિયામાં ખૂબ જ ચર્ચામાં રહ્યાં હતાં. 43 વર્ષની અમીષા પટેલ વિશે વર્ષ 2013માં સમાચાર સામે આવ્યાં હતાં કે, તે પોતાના બિઝનેસ પાર્ટનર કૃણાલ ગૂમરને ડેટ કરી રહી છે.

તબ્બૂ
એક્ટ્રસ તબ્બૂએ એત્યાર સુધી લગ્ન કર્યાં નથી. ક્યારેક નાગાર્જુન સાથે પોતાના અફેરને લીધે ચર્ચામાં રહેલી તબ્બૂ 48 વર્ષની થઈ ગઈ છે, પણ તેમના લગ્ન વિશે અત્યારે પણ સમાચાર આવવાના શરૂ થયા નથી. થોડાં દિવસો પહેલાં એક ઇન્ટરવ્ચૂમાં તેમણે કહ્યું હતું કે, ‘જ્યારે તેમને મિસ્ટર પરફેક્ટ મળશે ત્યારે તે લગ્ન કરશે, પણ માત્ર સમાજની પરંપરા નિભાવવા માટે તે એવું નહીં કરે.’

તનીષા મુખર્જી
કાજોલની નાની બહેન તનીષા મુખર્જી 43 વર્ષની થઈ ગઈ છે. તનીષાએ વર્ષ 2003માં આવેલી ફિલ્મ ‘શ્શ્શ’થી તેમના કરિયરની શરૂઆત કરી હતી. આ પછી તેમણે ‘નીલ એન નિક્કી’, ‘સરકાર’, ‘ટેંગોચાર્લી’ અને ‘સરકાર રાજ’ સહિતની ફિલ્મોમાં કામ કર્યું છે. તનીષાનું નામ બિગબોસ કન્ટેસ્ટન્ટ અરમાન કોહલી સાથે જોડાઈ ચૂક્યું છે. જોકે, તનીષાએ અત્યાર સુધી લગ્ન કર્યાં નથી.

શમિતા શેટ્ટી
શિપ્લા શેટ્ટીની નાની બહેન શમિતા શેટ્ટીએ ફિલ્મ ‘મોહબ્બતેં’થી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. 2 ફેબ્રુઆરી, 1979માં જન્મેલી શમિતા 42 વર્ષની થઈ ગઈ છે, પણ તેમને અત્યારસુધી લગ્નની રાહ જુએ છે. શમિતાએ ‘જહર’, ‘કૈશ’ અને ‘બેવફા’ સહિતની ફિલ્મોમાં કામ કર્યું છે.

નગમા
90નાં દશકમાં ફિલ્મ ‘બાગીઃ અ રિબેલ ફૉર લવ’થી બોલિવૂડમાં એન્ટ્રી કરનારી નંદિતા મોરારજી ઉર્ફે નગમા 47 વર્ષની થઈ ગઈ છે. બોલિવૂડની સાથે-સાથે તમિલ, તેલુગુ અને ભોજપુરી સિનેમામાં પોતાની ઓળખ ઊભી કરનારી નગમાએ અત્યારસુધી લગ્ન કર્યાં નથી. પૂર્વ ક્રિકેટર સૌરવ ગાંગુલી સાથે તેમની પ્રેમ કહાણી મીડિયામાં ખૂબ જ ચર્ચામાં રહી હતી. આ ઉપરાંત કથિત રીતે ભોજપુરી એક્ટર રવિ કિશન સાથે તેમનું નામ પણ જોડાયું ચૂક્યું છે.

સુષ્મિતા સેન
સુષ્મિતા સેન ભારત માટે મિસ યૂનિવર્સ જીતનારી પહેલી મૉડેલ છે. તેમનું નામ પાકિસ્તાની ક્રિકેટર વસીમ અક્રમથી બિઝનેસમેન અનિલ અંબાણી સહિત ઘણાં લોકો સાથે જોડાઈ ચૂક્યું છે. સુષ્મિતા 46 વર્ષની થઈ ગઈ છે, પણ તેમને અત્યારસુધી લગ્ન કર્યાં નથી. જોકે, તેમણે બે બાળકોને દત્તક લીધા છે, અત્યારે સુષ્મિતા મૉડેલ રોહમન શૉલને ડેટ કરી રહી છે.

અનુ અગ્રવાલ
ફિલ્મ ‘આશિકી’થી ફૅમશ થનારી અનુ અગ્રવાલનું વર્ષ 1999માં કાર એક્સિડન્ટ થયું હતું. જેમાં તેમની યાદશક્તિ પ્રભાવિત થઈ હતી અને ચાલવામાં પણ મુશ્કેલી થતી હતી. અનુ 29 દિવસ પછી કોમામાંથી બહાર આવી હતી, તે ખુદની સાથે પોતાની ભાષા ભૂલી ગઈ હતી. શરીરનો નીચલો ભાગ પેરાલાઇઝ્ડ થઈ ગયો હતો. જોકે, તે સારવાર પછી તેમાંથી બહાર નીકળી ગઈ હતી. હવે અનુ બિહારના મુંગેરમાં બાળકોને યોગા શીખવાડે છે. 52 વર્ષની અનુના હજી સુધી લગ્ન થયાં નથી.

You cannot copy content of this page