Only Gujarat

Bollywood FEATURED

નાના પાટેકર પત્નીથી રહે છે અલગ, પતિથી દૂર હવે જીવે છે આવું જીવન

નાના પાટેકર બોલિવૂડના સુપરસ્ટાર એક્ટર છે. છેલ્લાં 40 વર્ષથી વધુ સમયથી તે ફિલ્મમાં કાર્યરત છે. હિન્દી સિનેમા સાથે તેમણે મરાઠી ફિલ્મોમાં પણ ખૂબ જ નામ કમાયું છે. ફિલ્મોમાં દરેક પ્રકારના રોલ પ્લે કરનારા નાના પાટેકર અંગત જિંદગીમાં ખૂબ જ અલગ છે. તો અમે તમને જણાવીએ તેમની પત્ની વિશે.

નાના પાટેકરની પત્નીનું નામ નીલાકાંતિ પાટેકર છે. તે મૂળ પૂણેની રહેવાસી છે.

નાના અને નીલાકાંતિ પાટેકરના લગ્ન વર્ષ 1978માં થયાં હતાં. નીલાકાંતિ BMC ગ્રેજ્યુએટ છે.

કૉલેજ પછી નીલાકાંતિએ બેન્કર તરીકે કરિયરની શરૂઆત કરી હતી. નોકરી સાથે તે મરાઠી થિએટરમાં પણ કામ કરતી હતી.

નાના પાટેકર સાથે તેમની પહેલી મુલાકાત થિએટર દરમિયાન થઈ હતી. જેના થોડા સમય પછી બંનેએ લગ્ન કરી લીધા હતાં.

નાના પાટેકર અને નીલાકાંતિ હવે અલગ રહે છે. જોકે, બંનેના છૂટાછેડા થયાં નથી.

પોતાની સહમતિથી નીલાકાંતિ અને નાના પાટેકરે એકબીજાથી અલગ રહેવાનો નિર્ણય કર્યો છે. બંનેને એક દીકરો પણ છે.

દીકરાનું નામ મલ્હાર પાટેકર છે.

નીલાકાંતિ અત્યારે મરાઠી સિનેમામાં એક્ટિવ છે. તે ઘણી ચર્ચિત ફિલ્મો અને શૉર્ટ ફિલ્મોમાં જોવા મળી ચૂકી છે.

You cannot copy content of this page