Only Gujarat

Bollywood FEATURED

સલમાન ખાનની આ એક્ટ્રેસ જીવે છે ગુમનામ જીવન, પરિવારની મરજી વિરુદ્ધ ભાગીને કર્યાં હતાં લગ્ન

સલમાન ખાનની ફિલ્મ ‘સનમ બેવફા’ને રિલિઝ થયાંને 20 વર્ષ પુરા થઈ ગયા છે. આ ફિલ્મમાં સલમાનની સાથે એક્ટ્રસ ચાંદની પણ જોવા મળી હતી. પોતાની માસૂમિયતથી તેમણે દરેકનું દિલ જીતી લીધું હતું. સલમાન ખાનની નજર જ્યારે તેમના પર પહેલીવાર પડી ત્યારે તે ચાંદનીના પ્રેમમાં ત્યાં સુધી ડૂબી ગયા અને પોતાના પરિવાર વિરુદ્ધ જઈને લગ્ન કરી લીધા હતાં.

જી હા, આ જ કહાણી ફિલ્મ સનમ બેવફા ફિલ્મની હતી. ચાંદનીની આ પહેલી ફિલ્મ હતી અને તે જબરદસ્ત હિટ રહી હતી, પણ આ ફિલ્મ હિટ થઈ છતાં ચાંદની પોતાના કરિયરમાં સફળ રહી નહોતી.

ચાંદની આ એક્ટ્રસનું સાચુ નામ નથી. ફિલ્મોમાં આવ્યાં પછી તેમણે પોતાનું નામ ચાંદની રાખ્યું હતું. પહેલાં તે નવોદિતા શર્માના નામથી ઓળખાતી હતી. પહેલી જ ફિલ્મથી સ્ક્રીન પર છવાઈ જનારી ચાંદની આજે બોલિવૂડમાં ગાયબ છે.

સલમાન-ચાંદનીની ‘સનમ બેવફા’ સુપરહિટ સાબિત થઈ હતી. તેમણે ઋષિ કપૂર, અનિલ કપૂર, અક્ષય કુમાર અને અનુપમ ખેર સહિતના સ્ટાર સાથે કામ પણ કર્યું છે. જોકે, 8-10 ફિલ્મો પછી બોલિવૂડથી તે ગાયબ થઈ ગઈ હતી. ચાંદની ખુદને બોલિવૂડમાં સ્થાપિત કરી શકી નહોતી. જેને લીધે ચાંદનીએ બોલિવૂડને અલવિદા કહી દીધું હતું. ચાંદની છેલ્લીવાર પડદા પર વર્ષ 1996માં જોવા મળી હતી.

ફિલ્મો અને ગ્લેમરથી દૂર ચાંદની હવે ઇન્ટરનેશનલ લેવલ પર ભારતનું નામ રોશન કરી રહી છે. રિપોર્ટ્સ મુજબ, ચાંદની ડાન્સ ટીચર છે. ચાંદની ઑરોલેન્ડમાં એક ડાન્સ ઇન્સ્ટિટ્યૂટ ચલાવે છે. ડાન્સ શીખવાડવા ઉપરાંત ચાંદની ઇન્ટરનેશનલ લેવલ પર ડાન્સ શૉ પણ કરી ચૂકી છે.

ચાંદની ઑરોલેન્ડમાં પોતાના પતિ સતીશ શર્મા સાથે રહે છે. ફિલ્મોમાં તેમને સફળતા ના મળતાં તેમણે વર્ષ 1994માં સતીશ શર્મા સાથે લગ્ન કરી લીધા હતાં. ચાંદનીને બે દીકરી છે. કરીના અને કરિશ્મા. થોડાં વર્ષ પહેલાં તેમના કેટલાક ફોટો સામે આવ્યાં હતાં. ચાંદનીને ડાન્સનો બાળપણથી ખૂબ જ શોખ હતો અને આ શોખ હવે તે પુરો કરી રહી છે.

You cannot copy content of this page