Only Gujarat

Bollywood FEATURED

આ સ્ટાર્સને એક્ટિંગની દુકાન ના ચાલે તો પણ કોઈ ટેન્શન નથી, સાઈડ બિઝનેસ કરીને કમાય છે કરોડો

મુંબઈઃ બોલિવૂડ સ્ટાર્સ કરોડોની કમાણી કરતા હોય છે. સામાન્ય ચાહકના મનમાં એમ જ હોય છે કે તેઓ માત્ર એક્ટિંગ કરીને આટલી કમાણી કરતા હોય છે. જોકે, સાચી વાત એ છે કે તે અલગ અલગ રીતે કમાણી કરતા હોય છે. આજે આપણે એવા જ કેટલાંક સ્ટાર્સ અંગે વાત કરીશું, જે બિઝનેસ કરીને કરોડોની કમાણી કરે છે.

શાહરુખ ખાનઃ શાહરુખ ખાન છેલ્લાં બે વર્ષથી એક પણ ફિલ્મમાં જોવા મળ્યો નથી. ફિલ્મમાં કામ ના કર્યું હોવા છતાંય તે કરોડોની કમાણી કરે છે. તેનું પોતાનું પ્રોડક્શન હાઉસ રેડ ચિલીઝ છે અને તે અલગ અલગ શો તથા ફિલ્મ પ્રોડ્યૂસ કરે છે. આ ઉપરાંત શાહરુખ ખાન આઈપીએલની ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સનો કો-ઓનર છે. તેમાંથી પણ તેને ચિક્કાર કમાણી થાય છે.

સલમાન ખાનઃ સલમાન ખાન પોતાનું હોમ પ્રોડક્શન ચલાવે છે, જેમાં તે વિવિધ ફિલ્મ અને શો પ્રોડ્યૂસ કરે છે. હાલમાં સલમાન ખાન કોમેડિયન કપિલ શર્માનો શો ‘ધ કપિલ શર્મા’ પ્રોડ્યૂસ કરે છે. આ ઉપરાંત તે બીઈંગ હ્યુમન નામની એનજીઓ ચલાવે છે. આટલું જ નહીં સલમાન ખાન ‘બિગ બોસ’ને હોસ્ટ કરીને પણ કરોડોમાં કમાણી કરે છે.

સુનીલ શેટ્ટીઃ સુનીલ શેટ્ટી ફિલ્મ ઉપરાંત રેસ્ટોરન્ટ તથા નાઈટ ક્લબનો માલિક છે. આટલું જ નહીં તે કન્સ્ટ્રક્શનનું કામ પણ સંભાળે છે. તેનું પોતાનું પ્રોડક્શન હાઉસ છે.

મિથુન ચક્રવર્તીઃ મિથુન ચક્રવર્તી એક્ટિંગ ઉપરાંત ઉટીમાં હોટલ ચલાવે છે. આ સાથે જ તેમણે એજ્યુકેશન ફિલ્ડમાં પણ ખાસ્સું એવું રોકાણ કર્યું છે.

અજય દેવગનઃ 90ના દાયકાનો સુપરહીરો અજય દેવગને પોતાના પ્રોડક્શન હાઉસ હેઠળ વિવિધ ફિલ્મનું નિર્માણ કર્યું છે. આ ઉપરાંત તેની પોતાની વિઝ્યુઅલ ઈફેક્ટની કંપની એનવાય વીએફએક્સવાલા કરીને છે.

શિલ્પા શેટ્ટીઃ શિલ્પા 13 વર્ષ બાદ બોલિવૂડમાં કમબેક કરી રહી છે. શિલ્પા બિઝનેસવુમન તરીકે વધુ લોકપ્રિય છે. તે વિવિધ યુ ટ્યૂબ ચેનલ, એપ ચલાવે છે. તેણે પોતાની ફિટનેસ ડીવીડી બનાવીને પણ કમાણી કરી છે. હાલમાં જ શિલ્પાએ મુંબઈમાં પોતાની રેસ્ટોરન્ટ શરૂ કરી છે.

કરિશ્મા કપૂરઃ કરિશ્મા લાંબા સમયથી ફિલ્મથી દૂર છે. તે ઈ કોર્મસ પોર્ટલ પર વિવિધ પ્રકારની પ્રોડક્ટ્સની જાહેરાત કરે છે. આ ઉપરાંત તેણે કેટલાંક સ્ટાર્ટ અપમાં રોકાણ કરેલું છે.

You cannot copy content of this page