Only Gujarat

Bollywood TOP STORIES

10 વર્ષ નાના પતિ સાથે આલીશાન ઘરમાં રહે છે પ્રિયંકા ચોપરા, 7 બેડરૂમવાળા ઘરની અંદરની જુઓ તસવીરો

લૉસ એન્જલ્સઃ બોલિવૂડની દેશી ગર્લ પ્રિયંકા ચોપરાએ અને તેનો પતિ નિક જોનાસે આ વર્ષે જાન્યુઆરીમાં અમેરિકાના એનસિનો(કેલિફોર્નિયા)માં આલીશાન ઘર ખરીદ્યું છે. પ્રિયંકા અને નિકે ફેન્સ માટ ઘરનાં ફોટો સોશિયલ મીડિયામાં શેર કર્યા હતાં. પ્રિયંકનું આ ઘર અંદર અને બહારથી ખૂબ જ સુંદર લાગે છે. લગભગ ત્રણ એકરમાં ફેલાયેલું આ ઘર ગીચ વિસ્તારથી ખૂબ જ દૂર છે.

પ્રિયંકા ચોપરા અને નિક જોનાસનું નવું ઘર અંદરથી આવું દેખાય છે.

પ્રિયંકાનું આ ઘરમાંથી કુદરતીની સુંદરતા જોવા મળે છે. આ ઘરમાં લિવિંગ રૂમ અને લાંબું ડાઇનિંગ ટેબલ છે, જેમાં પ્રિયંકા અને નિકનો પરિવારનાં લોકો આરામથી બેસીને જમી શકે છે.

પ્રિયંકા ચોપરાના આ ઘરમાં 7 બેડરૂમ ઉપરાંત 11 બાથરૂમ છે. આ ઘરની આપાસ કુદરતી સુંદરતા ફેલાયેલી છે.

આ ઉપરાંત ઘરમાં એક જિમ, મૂવી થિએટર, વેટ બાર, ગેમ રૂમ, ઇન્ડોર બાસ્કેટબૉલ કોર્ટસ એક બોલિંગ એલી, ઇન્ફિનિટી પૂલ, એક લૉન અને અલગથી બેસવાની વ્યવસ્થા પણ છે.

પ્રિયંકા ચોપરા અને નિક જોનાસનું ઘર એનકિનો કેલિફોર્નિયામાં છે. એક વેબ પોર્ટલના રિપોર્ટ મુજબ આ ઘરની કિંમત 20 મિલિયન ડૉલર (142 કરોડ રૂપિયા) છે.

પ્રિયંકા ચોપરાના આ ઘરમાં અંડરગ્રાઉન્ડ પાર્કિંગ અને ગેરેજ પણ છે.

પ્રિયંકા ચોપરાએ 1 અને 2 ડિસેમ્બર, 2018નો નિક જોનાસ સાથે જોધુપુરના ઉમ્મેદ ભવન પેલેસમાં કર્યાં હતાં.

ઉલ્લેખનીય છે કે, પ્રિયંકા ચોપરા છેલ્લે ‘ધી સ્કાઇ ઇઝ પિંક’માં જોવાં મળી હતી. જેમાં તેમની સાથે ફરહાન અખ્તર અને જાયરા વસીમ પણ હતાં.

પ્રિયંકા ચોપરાના 7 બેડરૂમવાળા આલિશાન ઘરમાં આટલાં બધાં બાથરૂમ, આ ઘરની કિંમત જાણીને ઉડી જશે તમારા હોશ

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page