Only Gujarat

Bollywood TOP STORIES

આ અભિનેત્રીની દીકરીના જન્મ પછી 22 દિવસે સામે આવી તસવીર, વ્હાલ કરતી જોવા મળી

મુંબઈઃ ટીવી સિરીયલ ‘મેરી આશિકી તુમસે હી હૈ’ ફેમ એક્ટ્રસ સ્મૃતિ ખન્નાએ 22 દિવસ પહેલાં એટલે કે 15 એપ્રિલે દીકરીને જન્મ આપ્યો હતો. જેની માહિતી તેણે ઇન્સ્ટાગ્રામ પર નાની પરી સાથે ફોટો શેર કરી આપી હતીં, પણ તેમાં દીકરીનો ચહેરો દેખાડ્યો નહોતો. અત્યારે સ્મૃતિ ખન્નાએ તેની દીકરીના એક સાથે અનેક ફોટો શેર કર્યાં છે.

સ્મૃતિએ સોશિયલ મીડિયામાં શેર કરેલાં ફોટામાં તેમની દીકરીનો ચહેરો જોવાં મળી રહ્યો છે, આ ફોટોમાં સ્મૃતિ તેની દીકરીને વહાલ કરતીં જોવાં મળી રહી છે.

એક ફોટોમાં સ્મૃતિ સાથે તેના પતિ ગૌતમ ગુપ્તા પણ દીકરી સાથે મસ્તી કરી રહ્યા છે. દીકરીના જન્મની ખુશી બંનેના ચહેરા પર સ્પષ્ટ જોવાં મળી રહી છે.

સૌથી રસપ્રદ વાત છે કે, સ્મૃતિ ખન્નાએ દીકરી સાથે ફોટો શેર કર્યાની સાથે જ તેનું નામ પણ જણાવ્યું છે. સ્મૃતિએ ફોટોનાં કેપ્શનમાં દીકરીનું નામ ‘અનાયકા’ લખ્યું.

સ્મૃતિ ખન્ના અને ગૌતમ ગુપ્તા લોકપ્રિય શૉ ‘મેરી આશિકી તુમસે હી’માં જોવાં મળ્યાં હતાં. સ્મૃતિને ‘ઇટ્સ કોમ્પ્લિકેટેડ’, ‘બાલિકા વધૂ’, ‘કસમ તેરે પ્યાર કી’ અને ‘ઇસ પ્યાર કો ક્યાં નામ દૂં 3’, ‘બોક્સ ક્રિકેટ લીગ 2’ દેવાં શોમાં કામ કર્યું છે.

બીજી બાજુ ગૌતમ અનેક ટીવી શો જેવાં કે, ‘મેરી આશિકી તુમસે હી’, ‘કુછ તો હૈ તેપે મેરિ દરમિયાન’ અને ‘બોક્સ ક્રિકેટ લીગ’માં પણ એક્ટિંગ કરી છે.

સ્મૃતિએ 2013માં પાછી ‘જેટ એરવેઝ’ નામની એક પંજાબી ફિલ્મમાં એક્ટિંગ કરી હતી. આ કપલે 23 નવેમ્બર, 2017એ લગ્ન કર્યાં હતાં.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page