Only Gujarat

FEATURED International

ઘોર કળયુગ…સગા દીકરાએ અપંગ જનેતા સાથે જે કર્યું તમારી આંતરડી કકડી ઊઠશે!

બેઈજિંગઃ એક મા ભૂખી રહીને પણ પોતાના બાળકોનું પેટ ભરે છે. એ આશામાં કે વૃદ્ધાવસ્થામાં દીકરો તેનો સહારો બનશે. પરંતુ આજના સમયમાં કળયુગી દીકરાઓ પોતાની માતાને મોત આપતા પણ નથી અચકાતા. એવા જ એક કળયુગી દીકરાએ ચીનમાં પોતાની 79 વર્ષની અપંગ માતાને મોતના મોંઢામાં ધકેલી દીધી. પરંતુ કહે છે કે જેના પર ભગવાનની કૃપા હોય, તો કોઈ કઈ બગાડી શકતું નથી. મહિલાને તેની વહુએ 3 દિવસ બાદ એક કબરથી જીવતી બહાર કાઢી. આ અજીબોગરીબ ઘટનાએ સૌને હેરાન કરી દીધા.

ઘટના ચીનના શાંક્સી પ્રાંતની છે. આ વ્યક્તિનું નામ મા છે, જેણે પોતાની સગી માતાને જીવતી જ કબરમાં દફનાવી દીધી. જાણકારી પ્રમાણે, 58 વર્ષનો મા શાંક્સીમાં પોતાની અપંગ માતા વાંગ અને પત્ની સાથે રહેતો હતો.

2 મેના દિવસે વાંગ પોતાની અપંગ માતાને લારી પર સૂવડાવીને રાત્રે 8 વાગ્યે ઘરની બહાર ગયો હતો. કેટલાંક કલાકો બાદ તે એકલો જ પરત આવ્યો હતો. ત્યારબાદ પત્નીએ સાસુ અંગે સવાલ કર્યો તો તેણે એવો જવાબ આપ્યો હતો કે તેણે ડ્રાઈવર સાથે માતાને એક સંબંધીના ત્યાં મોકલ્યા છે.

જ્યારે ત્રણ દિવસ સુધી તેની સાસુના કોઈ સમાચાર ના આવ્યા, તો મિસ્ટર માની પત્નીને ચિંતા થઈ. તેણે પોતાના સંબંધીઓને સાસુ અંગે પાસે પૂછપરછ કરી. પરંતુ ત્યાંથી પણ કોઈ સમાચાર મળ્યા નહીં. ગભરાઈને મહિલાએ પોતાની સાસુ ગુમ થયાનો રિપોર્ટ દાખલ કરાવી દીધો. પોલીસે મહિલાના નિવેદનના આધાર પર મિસ્ટર માને અરેસ્ટ કર્યો.

જ્યારે તેની કડકાઈથી પૂછપરછ કરવામાં આવી, ત્યારે તેણે બધું સાચું જણાવી દીધું. તેણે જણાવ્યું કે તે પોતાની અપંગ માતાથી તંગ થઈ ગયો હતો. એટલે તેણે પોતાની માતાને જીવતી કબરમાં દાટી દીધી.

પોલીસ તરત એ જગ્યાએ પહોંચી, જયાં મિસ વાંગને તેમના દીકરાએ દફન કર્યાં હતાં. પોલીસે ત્યાં કોઈની બૂમો પણ સંભળાતી હતી. પોલીસે તરત જ ખાડાને ખોદવાનું શરૂ કર્યું.

જ્યારે પોલીસે ખાડામાંથી માટી હટાવી, તો અંદરથી મિસ વાંગ ઘસડાતા બહાર આવ્યા. ત્રણ દિવસ પાણી અને ભોજન વિના ખાડામાં રહ્યા બાદ પણ તે જીવિત હતાં. પોલીસે તરત તેમને હૉસ્પિટલ સારવાર માટે મોકલ્યા હતાં. પોલીસે મહિલાના દીકરાને પોતાની માતાને મારવાના આરોપમાં અરેસ્ટ કરી લીધો છે. સાથે જ વધુ તપાસ શરૂ કરી છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page