Only Gujarat

FEATURED National

બે બાળકોની માતાને થયો પ્રેમ, બધું છોડીને બોયફ્રેન્ડ સાથે ચાલી નીકળી પરંતુ પછી…

રેવાડી: હરિયાણામાં બે સંતાનની માતાને પ્રેમ થઇ ગયો. પ્રેમમાં અંધ બનેલી મહિલા ઘર સંસાર છોડીને પ્રેમી સાથે રહેવા લાગી. જોકે ત્રણ વર્ષના લિવ ઇન રિલેશનશિપ બાદ સત્ય સામે આવતા મહિલાને તેની ભૂલ સમજાઇ. પ્રેમી યુવક ત્રણ વર્ષ સુધી મહિલા સાથે લિવ ઇનમાં રહ્યો અને પ્રેમની આડમાં તેનું શારીરિક શોષણ કરતો રહ્યો. ત્રણ વર્ષ બાદ જ્યારે યુવકે લગ્નની ના પાડી તો મહિલાના પગ નીચેથી જમીન ઘસી ગઇ અને તેણે પ્રેમી યુવક વિરૂદ્ધ પોલીસ ફરિયાદ કરી દીધી.


મહિલાએ જણાવ્યું કે, તેને અનેક વખત મારી સાથે સંબંધ બાધ્યોઃ પ્રેમની આડમાં વિશ્વાસઘાતની આ ઘટના હરિયાણાના રેવાડીની છે. પીડિતા મહિલા મોડલ ટાઉન પોલીસ સ્ટેશનમાં તેની ફરિયાદ લઇને પહોંચી હતી. મહિલાએ પોલીસને તેની દર્દભરી કહાણી સંભળાવી. મહિલાએ જણાવ્યું કે, “યુવકે પ્રેમની આડમાં લગ્નની લાલચ આપીને અનેક વખત શારીરિક સંબંધ બાંધ્યા અને જ્યારે લગ્ન કરવા માટે જણાવ્યું તો વાતથી ફરી ગયો અને એકલી છોડીને જતો રહ્યો”


બંનેની મુલાકાત આ રીતે થઇ હતી: મહિલાએ જણાવ્યું કે “4 વર્ષ પહેલા તેના પહેલા લગ્ન તૂટી ગયા હતા. હું મારા પતિને છોડીને ગુરૂગ્રામમાં બાળકો સાથે રહેતી હતી. આ સમય દરિયાન મને નગરપાલિકામાં નોકરી મળી ગઇ. અહીં મારી મુલાકાત એક યુવક સાથે થઇ. પહેલા દોસ્તી થઇ અને ત્યારબાદ દોસ્તી પ્રેમ સંબંધમાં બદલી ગઇ.


પીડિતાએ જણાવ્યું કે, થોડા સમય બાદ હું તેને વારંવાર લગ્ન માટે કહેતી પરંતુ તે લગ્નની વાત હંમેશા ટાળતો હતો. પરંતુ જ્યારે લગ્ન માટે ફોર્સ કર્યો તે મને એકલી છોડીને જતો રહ્યો.

You cannot copy content of this page