Only Gujarat

Bollywood FEATURED

ગ્લેમર વર્લ્ડની ઝાકમઝોળથી દૂર અહીંયા વસે છે ‘શ્રીકૃષ્ણ’, જાતે કરે છે બધા જ કામો

મુંબઈઃ રામાનંદ સાગરના ‘શ્રીકૃષ્ણા'(1993) સીરિયલમાં ભગવાન શ્રીકૃષ્ણની ભૂમિકા ભજવનાર સર્વદમન ડી આજકાલ પ્રકૃતિની વચ્ચે ખુશનુમા માહોલમાં જિંદગીના ખૂબસૂરત પળ વિતાવી રહ્યાં છે. 5 જૂન પર્યાવરણ દિને તેમની વૃક્ષારોપણ કરતી તસવીો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ હતી.

ફોટામાં સર્વદમન પ્રકૃતિની વચ્ચે ગ્રીન કુરતામા જોવા મળ્યાં હતાં. જોકે તેમને ઓળખવા થોડા મુશ્કેલ છે. કારણે કે તેમનો લુક ઘણો ચેન્જ થઇ ગયો છે.

એક સમયે કૃષ્ણની છબીમાં દર્શકોના માનસપટ્ટ છવાઇ ગયેલા સર્વદમન ઘણા લાંબા સમયથી એન્ટરટેઇનમેન્ટની દુનિયામાં જોવા મળ્યાં નથી. તેમનો પ્રકૃતિ સાથે બહુ જુનો નાતો છે. તેઓ પર્વતો અને નદીઓની વચ્ચે એક પોતાનું મેડિટેશન કેન્દ્ર પણ ચલાવે છે.

આ સિવાય “પંખ” નામનું તેમનું એક NGO પણ છે, જેમાં લગભગ 200 બાળકો છે. જેની અભ્યાસની તમામ જવાબદારી સર્વદમન ખુદ સંભાળે છે.

સુશાંત સિંહ રાજપૂતની ફિલ્મ એમએસ ધોનીમાં તેઓ ધોનીના કોચ ચંચલ ભટ્ટાચાર્યની ભૂમિકામાં જોવા મળ્યાં હતા.

સર્વદમને ‘શ્રીકૃષ્ણા’ સિવાય ‘અર્જુન’, ‘જય ગંગા મૈયા’ અને ‘ઓમ નમ: શિવાય’માં પણ કામ કર્યું હતું.

સર્વદમનની અભિયનકલા હંમેશા ઉત્તમ રહી છે. તેથી એક્ટિંગને વખાણવામાં આવતી. તેમનો શો ‘શ્રીકૃષ્ણા’ હાલ દૂરદર્શન પર રી-ટેલિકાસ્ટ થઇ રહ્યાં છે.

You cannot copy content of this page