Only Gujarat

FEATURED Religion

શનિ ભલે મકર રાશિમાં હોય પરંતુ સિંહ રાશિના જાતકોને પૈસા તથા નોકરીમાં વધી શકે છે મુશ્કેલીઓ

અમદાવાદઃ જ્યોતિષ શાસ્ત્રમાં શનિગ્રહને કર્મફળદાતા કહેવામાં આવે છે. શનિ કોઈ પણ વ્યક્તિને તેના કર્મ પ્રમાણે ફળ આપે છે. ગયા મહિને 24 જાન્યુઆરીએ શનિ પોતાની રાશિ મકરમાં આવી ચૂક્યો છે, જે અઢી વર્ષ સુધી રહેશે. શનિ ભલે આ રાશિમાં હોય પરંતુ પાંચ રાશિઓને નોકરી તથા ધન સંબંધિત બાબતોમાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.

મેષઃ તમે મહેનતી બનશો પરંતુ સંઘર્ષ પણ વધી જશે. એપ્રિલ સુધીનો સમય નવા કાર્ય માટે શુભ છે. 11 મેના રોજ શનિ વક્રી થશે પરંતુ તે તમારા માટે શુભ નથી. કામમાં અડચણ આવી શકે છે. જે લાભની આશા હતી, તે સમય પર મળશે નહીં.



વૃષભઃ
કાર્ય સ્થળ પર વધુ મહેનત કરવા છતાંય લાભ મળે તેવી શક્યતા ઓછી છે. ધીરજથી કામ કરશો તો સારું રહેશે. પ્રમોશન અંગે વિચારી રહ્યાં છો તો હજી રાહ જોવી પડશે. નવી નોકરી માટે વર્ષની શરૂઆત સારી છે, મધ્યમાં નોકરી બદલવી નહીં.

મિથુનઃ નોકરી કે પછી બિઝનેસમાં અડચણ આવી શકે છે, જેથી થોડો સમય મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. શનિની ઢૈય્યાના પ્રભાવથી આર્થિક સ્થિતિ બગડી શકે છે. પૈસાની બાબતે સાવધાની રાખવી. તમે વિદેશયાત્રા કરી શકો છો. જમીન-સંપત્તિની બાબતમાં સારા સમાચાર મળી શકે છે.

કર્કઃ આળસને તમારી પર હાવી ના થવા દો. જે જાતકો બિઝનેસ કરે છે, તેમના માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવાનો સમય છે. નોકરીમાં પ્રમોશન તથા પરિવર્તનના યોગ છે.

સિંહઃ તમારી પર મિશ્ર અસર જોવા મળશે. નોકરીયાતે વધુ મહેનત કરવી પડશે. નોકરી બદલવાનું વિચારતા હોવ તો વર્ષની મધ્યમાં ના બદલો. પ્રમોશન મળશે પરંતુ ઉતાવળ ના કરશો. વેપાર કરતા જાતકો માટે વિસ્તરણ કરવાનો સારો સમય મે મહિના પછી છે.

કન્યાઃ વેપારને લઈ આ વર્ષે કેટલાંક ભ્રમ રહેશે અને નવા કામને લઈ મૂંઝવણ રહેશે. કર્મચારીઓની વચ્ચે મતભેદ થઈ શકે છે. વર્ષોથી અટવાયેલું સરકારી કામ આ વર્ષે પૂરું થશે.

તુલાઃ કાર્યક્ષેત્રમાં નવી તક મળશે. આ તક કોઈ વિદેશી પ્રોજેક્ટ સાથે જોડાયેલી હોઈ શકે છે. નોકરિયાત માટે તેમના કાર્યક્ષેત્રમાં ઉથલ-પાથલ થઈ શકે છે પરંતુ વધુ નુકસાન થાય તેવી શક્યતા નથી.

વૃશ્ચિકઃ નોકરીમાં શુભ સંકેત મળશે . સરકારી નોકરીની ઈચ્છા રાખનારા જાતકો માટે આ વર્ષ સારુ રહેશે. પ્રાઈવેટ નોકરી કરનારને પ્રમોશન મળે તેવી સંભાવના છે. બિઝનેસ કરતા જાતકો માટે આ વર્ષ શુભ તથા નફો અપાવનારું રહેશે. કોઈ પણ નવો બિઝનેસ શરૂ કરવા અંગે બનાવેલી રણનીતિ સફળ રહેશે.

ધનઃ જાતકો પર સકારાત્મક પ્રભાવ પડશે. નોકરીમાં પહેલાં કરતા વધુ સારી ઓફર આવશે. જોકે, યોગ્ય વિકલ્પ સમજદારીથી પસંદ કરવો. વેપારી વર્ગને સારું પરિણામ મળશે. કાર્યક્ષેત્રમાં સંતુલન બનાવીને રાખો.

મકરઃ શનિની સાડા સાતી બીજા તબક્કમાં શરૂ થતા માનસિક મુશ્કેલી રહેશે. વધુ મહેનત કરવી પડશે તો જ સફળતા મળશે. ખર્ચમાં વધારો થઈ શકે છે. પરિવારમાં ઝઘડો થઈ શકે છે, ધીરજ રાખો. ઉતાવળમાં કોઈ નિર્ણય ના લો. હાલમાં નોકરી બદલવાનું ના વિચારો.

કુંભઃ જાતકો પર શનિની સાડાસાતીનું પહેલું ચરણ છે અને મુશ્કેલી વધશે. ખાસ ધ્યાન રાખો. નોકરીયાત દરેક બાબતમાં ધ્યાન રાખે. નોકરી બદલવાનું ના વિચારો તો સારું. વેપારી વર્ગ નવા પ્રોજેક્ટ સમજી વિચારીને પસંદ કરે.


મીનઃ વેપારમાં સારી તક મળશે અને લાભની સ્થિતિ બનશે. નોકરિયાત માટે શુભ સમય છે. અનેક ક્ષેત્રોમાં આગળ વધવાની તક મળશે અને સમાજમાં પ્રતિષ્ઠા વધશે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page