Only Gujarat

FEATURED National

આ વ્યક્તિએ શરીર પર બેન્ડેજ લગાવીને આમ છુપાવ્યું લાખો રૂપિયાનું સોનું

ચેન્નાઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટના કસ્ટમ અધિકારીઓએ 7.5 લાખ રૂપિયાની કિંમતનું 147 ગ્રામ સોનું કબજે કર્યું છે. અહીં, એક વ્યક્તિ ચિકિત્સા પટ્ટીની પાછળ સોનું છુપાડીને લઈ જઈ રહ્યો હતો.

ઉલ્લેખનીય વાત એ છે કે, તે વ્યક્તિ કોઈક રીતે છટકી જવાનો પ્રયાસ કરી રહ્યો હતો. પરંતુ તપાસ દરમિયાન તે ઝડપાયો હતો. અગાઉ ચેન્નઈ એરપોર્ટ પર એક વ્યક્તિને પકડવામાં આવ્યો હતો. તેના કોટનાં બટનમાંથી ડ્રગ્સ મળી આવ્યુ હતુ.

એરપોર્ટ પર અવારનવાર દાણચોરીના કિસ્સા બનતા રહે છે. ગુરુવારે અહીં બે તસ્કરો ઝડપાયા હતા. તેમની પાસેથી 706 ગ્રામ સોનું મળી આવ્યું હતું. તો, ચેન્નઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર 1.57 કરોડ રૂપિયાની કિંમતનું 3.15 કિલો સોનું જપ્ત કરવામાં આવ્યું છે.

તે એલસીડી મોનિટરમાં હોશિયારીથી છુપાવવામાં આવ્યુ હતું. આ પહેલા દિલ્હી પોલીસે નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર એક વ્યક્તિની ધરપકડ કરી હતી.

અહીં આંતરરાષ્ટ્રીય સોનાની દાણચોરીનું કૌભાંડ પકડવામાં આવ્યું હતું. તેની પાસેથી 3.25 કરોડની કિંમતનું છ કિલો સોનું ઝડપાયું છે.

You cannot copy content of this page