Only Gujarat

FEATURED International

કારના હેન્ડલમાં હતું ખતરનાક જાનવર, જોતા જ મહિલાએ પાડી ચીસ ને પછી…

ભલે આજકાલ આપણે પ્રાણીઓ વિશે ઘણા સમજદાર થઈ ગયા છીએ. તેમની સાથે મિત્રતાથી લઈને ઘણા પ્રકારના પ્રાણીઓને ઘરમાં આશ્રય આપીએ છીએ. પરંતુ જ્યારે પણ કોઈ પ્રાણી અચાનક આપણી આંખો સામે આવે છે, એક ક્ષણ માટે, તે વ્યક્તિ ગભરાઈ જાય છે. આવું જ કંઈક ન્યુ સાઉથ વેલ્સની મહિલા સાથે થયું, જે સામાન્ય દિવસોની જેમ પોતાની કારથી જવા માટે નીકળી હતી, પરંતુ તેણીએ કારનો દરવાજો ખોલવા માટે હાથ લંબાવ્યો,તો હેન્ડલના નીચેનાં હિસ્સામાં એક ખતરનાક જંતુ છુપાઇને બેઠું હતું, જેને જોઇને મહિલા ચીસો પાડી ઉઠી અને તે એટલી ગભરાઈ ગઈ કે તે 1 અઠવાડિયા સુધી કારની પાસે પાછી આવી ન હતી.

મોટેભાગે આપણે ફોન પર વાત કરતી વખતે અથવા કંઈક કામ કરતી વખતે પોતાની કારનો ગેટ ખોલીએ છીએ, પરંતુ હવે જો તમે કારના ગેટને સ્પર્શ કરી રહ્યાં છો, તો થોડી સાવચેતી રાખો. તમારી કારમાં ક્યાંક, કોઈ અનિચ્છનીય મહેમાન તમારી રાહ જોતું ન હોય.

જીહાં, આર્મિડેલ, ન્યૂ સાઉથ વેલ્સમાં પોતાની કારનો દરવાજો ખોલવા જઈ રહેલી મહિલાનાં હોંશ ત્યારે ઉડી ગયા જ્યારે તેણે પોતાની કારની નીચેનાં હેન્ડલમાં ખતરનાક ક્રોલીને જોયું.

મહિલાએ તેનો એક ફોટો સોશ્યલ મીડિયા પર પણ શેર કર્યો હતો, જેને જોઈને લોકોએ અંદાજ લગાવ્યો હતો કે તે વાળવાળો કરોળિયો છે.

મહિલાનો આ ફોટો ઇન્ટરનેટ પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ પોસ્ટને ફેસબુકમાં 31 હજારથી વધુ લોકોએ શેર કરી છે.

આ પ્રાણીની ઓળખ ઓસ્ટ્રેલિયન સ્પાઈડર તરીકે કરવામાં આવી છે, જે અત્યંત ખતરનાક હોય છે.

આ ઘટના પછી, તે એટલી ડરતી હતી કે તેણે એક અઠવાડિયા સુધી કારનો ઉપયોગ કર્યો ન હતો.

You cannot copy content of this page