Only Gujarat

Bollywood FEATURED

નાર્કોટિક્સની ટીમ આગળ પોપટની જેમ બોલવા લાગ્યો સુશાંતનો નોકર, કર્યો આ મોટો ખુલાસો

મુંબઈઃ સુશાંત સિંહ રાજપૂત કેસમાં તેના હાઉસ મેનેજર સેમ્યુઅલ મિરાંડા અને નોકર દીપેશ સાવંતે કેટલાક એવા ખુલાસા કર્યાં છે કે, જેના કારણે રિયાની મુશ્કેલી વધી રહી છે. આ સાથે સમગ્ર ડ્રગ રેકેટને લઇને પણ અનેક ખુલાસા કરવામાં આવ્યાં છે.

સેમ્યુઅલ અને દિપેશે એનસીબીને જણાવ્યું કે, સુશાંતના ઘરે ડ્રગ પાર્ટીનું આયોજન વારંવાર થતું રહેતું. ડ્રગ પાર્ટીમાં અનેક મિત્રો આવતા હતા. નવાઇની તો એ વાતની છે કે, આ ડ્રગ પાર્ટીમાં કેટલાક બોલિવૂડ સેલેબ્સ પણ આવતા હતા.

ખુદ સેમ્યુઅલે સ્વીકાર્યું કે તે 2019થી 2020 સુધી સુશાંત માટે ડ્રગની વ્યવસ્થા કરતો હતો. આ બધામાં સેમ્યુઅલ, રિયા અને તેનો ભાઇ શોવિકનો મુખ્ય રોલ હતો. સેમ્યુઅલે જણાવ્યું હતું કે, શોવિકે જ તેને સૂર્યદીપનો નંબર આપ્યો હતો. તેણે કરમજીત નામના એક સપ્લાયરનો પણ નંબર આપ્યો હતો, જે 2500 રૂપિયામાં એક પેકેટ સપ્લાય કરતો હતો. કરમજીત વોટરસ્ટોન ક્લબ, પ્રાઇમ રોઝ એપાર્ટમેન્ટ (રિયાનું ઘર) અને માઉન્ટ બ્લેક એપાર્ટમેન્ટ (સુશાંતનું ઘર) પર વીડ ડિલીવર કરતો હતો.

તો માર્ચ 2020માં શોવિકની એક વોટસએપ ચેટથી જાણવા મળ્યું છે કે તે ડ્રગ પેડલર જૈદના સંપર્કમાં પણ હતો. તે સમયે શોવિકે જ સેમ્યુઅલને સુશાંત માટે ડ્રગ લાવવાનું કહર્યું હતું.

સેમ્યુઅલે જણાવ્યું હતું કે શોવિક તેમને કહેતો હતો કે, HDFC બેન્કના કાર્ડની સાથે અબ્દુલ બાસિતના રેફરન્સનો ઉપયોગ કરે. આ કાર્ડથી 10 હજાર રૂપિયા 5 ગ્રામ બડ માટે વિથડ્રો કરાયા હતા.


તો દીપેશ સાવંતે પણ તપાસ દરમિયાન માન્યું કે, તે સુશાંત અને રિયા બંનને ડ્રગ્સ સપ્લાય કરતો હતો. આ કેસમાં દીપેશનું આ ખૂબ જ મહત્વપૂર્ણ નિવેદન છે, કારણ કે રિયા પૂછપરછ દરમિયાન સતત ડ્રગ્સ લેવાનો ઇન્કાર કરતી રહી છે.

You cannot copy content of this page