Only Gujarat

Bollywood FEATURED

અક્ષય કુમારની સાળી લાઈમલાઈટથી દૂર રહે છે વિદેશમાં

ડિમ્પલ કપાડિયા વેબ સિરીઝ ‘તાંડવ’ને લીધે હોબાળો થતાં ચર્ચામાં છે. છતાં વેબ સિરીઝમાં તેમની એક્ટિંગના વખાણ થઈ રહ્યાં છે. ડિમ્પલ કપાડિયાની અંગત જિંદગીની વાત કરીએ તો, તેમણે લગભગ 16 વર્ષની ઉંમરમાં જ રાજેશ ખન્ના સાથે લગ્ન કરી લીધા હતાં. 17 વર્ષની ઉંમરમાં તેમને ટ્વિન્કલ ખન્નાને જન્મ આપ્યો હતો. આ પછી થોડાંક વર્ષ બાદ તેમણે બીજી દીકરી રિન્કીનો જન્મ થયો હતો, પણ રિન્કીના જન્મથી રાજેશ ખન્ના બિલકુલ ખુશ નહોતાં.

ઘણાં મહિના સુધી રાજેશ ખન્નાએ રિન્કી તરફ જોયુપં નહોતું
રાજેશ ખન્ના વિશે લખેલાં પુસ્તક ‘રાજેશ ખન્નાઃ કુછ તો લોગ કહેંગે’માં યાસિર ઉસ્માને લખ્યું છે કે, રાજેશ ખન્નાને આશા હતી કે, તેમને બીજો છોકરો જન્મશે પણ, 27 જુલાઈ, 1977માં રિન્કીનો જન્મ થયો હતો. ફિલ્મ પત્રકાર ઇન્ગ્રિડ અલબકર્કે રાજેશ ખન્ના વિશે તેમના પુસ્તકમાં લખ્યું હતું કે, ‘રાજેશ ખન્નાએ ઘણાં દિવસો સુધી બીજી દીકરી તરફ સરખી રીતે જોયું પણ નહોતું, પરિવાર આ છોકરીનું નામ રાખવાનું પણ ભૂલી ગયો હતો.’

રાજેશ ખન્નાનું કરિયર પણ તે સમયે ખાસ ચાલી રહ્યું નહોતું અને દીકરાની આશા હતી અને દીકરીનો જન્મ થઈ ગયો હતો. આ વાતથી તે નાખુશ હતાં, પણ પછી તે રિન્કી જ્યારે મોટી થવા લાગી તો તેની માસૂમ મસ્તીથી રાજેશ ખન્નાનું દિલ જીતી લીધું હતું. તે પોતાની બંને દીકરીઓને ખૂબ જ પ્રેમ કરતાં હતાં.

ક્યાં રહે છે પિન્કી?
રિન્કીખન્ના પણ બોલિવૂડમાં પોતાનું નસીબ અજમાવ્યું પણ, તેમને વધારે સફળતા નહોતી મળી. તેમણે વર્ષ 1999ની ફિલ્મ, ‘પ્યાર મેં કભી કભી’થી ડેબ્યુ કર્યું હતું. આ પછી તેમણે, ‘મુઝે કુછ કહેના હૈ’ ‘જિસ દેશ મેં ગંગા રહેતાં હૈ’ જેવી ફિલ્મોમાં તેમને કામ કર્યું હતું. તેમણે કેટલીક તમિલ ફિલ્મોમાં પણ કામ કર્યું હતું. રિન્કી હવે લાઈમ લાઈટથી દૂર રહે છે. ત્યારે પોતાની એક દીકરી અને પતિ સાથે બ્રિટનમાં રહે છે.

જાણો શું કરે છે રિન્કીનો પતિ
રિન્કી 8 ફેબ્રુઆરી ૨૦૦૩ માં બિઝનેસમેન સમીર સરણ સાથે લગ્ન કર્યા હતા. લગ્ન પછી રિન્કીએ ફિલ્મ ઈન્ડસ્ટ્રીથી દૂરી બનાવી લીધી અને તે વિદેશમાં સેટલ થઈ ગઈ. તેમને એક દીકરી છે જેનો જન્મ 19 ઓક્ટોબર 2004માં થયો હતો.

You cannot copy content of this page