Only Gujarat

National

મહિલાએ એક સાથે ચાર બાળકોને જન્મ આપ્યો, ડોક્ટર્સ પણ નવાઈમાં મૂકાઈ ગયા

ભગવાન આપે છે તો છપ્પર ફાડીને આપે છે. ઘણીવાર આ ભગવાનની આ મહેરબાની મુશ્કેલીરૂપ પણ બની જતી હોય છે. હાલમાં જ એક મહિલાએ એક સાથે ચાર-ચાર બાળકોને જન્મ આપ્યો હતો, જેમાં 3 દીકરીઓ અને એક દીકરો છે. મહિલા પહેલેથી જ ત્રણ દીકરીઓની માતા છે.

આગ્રામાં રીક્ષાચાલકની પત્નીએ પ્રાઇવેટ હોસ્પિટલમાં ચાર બાળકને જન્મ આપ્યો છે. રીક્ષાચાલકની આર્થિક સ્થિતિ જોઈને ડૉક્ટર્સે બાળકોની દેખરેખ તથા અભ્યાસની જવાબદારી લીધી છે. હાલમાં ચારેય બાળકો હોસ્પિટલમાં છે.

રીક્ષાચાલકની પત્ની ખુશ્બુ ગર્ભવતી હતી. તે પત્નીને લઈને ડૉક્ટર મહેશ ચૌધરી પાસે લઈને આવ્યો હતો. અલ્ટ્રાસાઉન્ડ રિપોર્ટમાં જોડિયા બાળકો હોવાની વાત સામે આવી હતી. મનોજ ડિલિવરી માટે પત્નીને હોસ્પિટલ લઈને આવ્યો હતો.

ડૉક્ટરોએ ઓપરેશન કર્યુંઃ કેસની ગંભીરતા જોઈને ડૉક્ટર્સે સાથે મળીને ઓપરેશન કર્યું હતું. ઓપરેશન દરમિયાન ચાર બાળકો દેખાતા ડૉક્ટર્સ પણ નવાઈમાં મૂકાઈ ગયા હતા. ડૉક્ટર્સે સફળ ઓપરેશન કર્યું હતું.

પહેલેથી ત્રણ બાળકોઃ ડૉક્ટર્સે સાવચેતીના ભાગરુપ ચારેય બાળકોને હોસ્પિટલમાં રાખ્યા છે. ઓટો ચાલકને પહેલેથી જ 3 દીકરીઓ છે. હવે છ દીકરીઓ ને એક દીકરો થયો. ડૉક્ટરે કહ્યું હતું કે પરિવારની આર્થિક સ્થિતિ જોઈને ચાર બાળકોની જવાબદારી તે લેશે. પરિવારને બાળકોની મફત સારવાર ને અભ્યાસનું વચન આપ્યું છે. પરિવાર ચાર બાળકોના જન્મથી ખુશ છે.

You cannot copy content of this page