Only Gujarat

FEATURED International

દીકરો છ-છ દિવસથી હતો ગુમ, અંતે મગરના પેટમાંથી નીકળ્યો એવી હાલતમાં કે…

કુઆલામ્પુરઃ દુર્ઘટના ક્યારે કોની સાથે કેવી રીતે બની જાય એ કોઇ નથી જાણતું. ક્યારેક તો પળવારમાં એવી દુર્ઘટના બની જાય છે કે જિંદગી પર ભારે પડી જાય છે. મલેશિયામાં રહેતા 14 વર્ષના કિશોરને ક્યાં ખબર હતી કે રાત્રે જમવા માટે માછલી પકડવા જવું તેના જીવનની સૌથી મોટી અને છેલ્લી ભૂલ સાબિત થશે. રાતના સમયે નદી કિનારે માછલી પકડવા ગયેલો આ કિશોર 6 દિવસથી લાપતા હતો. મહામહેનતે 6 દિવસ બાદ ગૂમ થયેલા કિશોરની ભાળ મળી. લોકોએ 14 ફૂટના મગરના પેટમાંથી તેમને બહાર કાઢ્યો. પરિવારે સહિતના લોકોએ જ્યારે તેમની શરીરની હાલત જોઇ તો હૃદય કંપી ગયું. તે તસવીરો વિચલિત કરી દેનાર હતી.

આ ઘટના મલેશિયાની છે. અહીં 14 વર્ષના એક કિશોરને મગરે જીવતો ગળી લીધો, મગરના પેટમાંથી કિશોરના શરીરના ટૂકડે ટૂકડાં મળ્યાં. 14 વર્ષના આ કિશોરની ઓળખ રિકી ગાંયાના નામથી થઇ છે. શુક્રવારે (31 જુલાઈ) રિકી નદી કિનારે રાત્રે જમવાવાનો પ્રબંધ કરવા માટે માછલી પકડવા ગયો હતો. ત્યારે એક મગરે તેના પગને જડબામાં દબાવીને તેને ખેંચી લીધો.

મલેશિયાના રૂમહમાં રહેનાર રિકીની છેલ્લા 6 દિવસથી તેમનો પરિવાર શોધખોળ કરી રહ્યો હતો. જોકે, જ્યારે નદીમાંથી મગર મરઘીના શિકાર માટે પાણીની બહાર નીકળી તો ત્યારે સમગ્ર ઘટનાની હકીકત સામે આવે.

રીકીને મગર 31 જુલાઇએ ખેંચી લીધો હતો. ત્યારબાદ મગર તેને ગળી ગયો હતો. 6 દિવસ બાદ ફરી ભૂખ લાગતા મગરે ફરી બહાર આવ્યો હતો. રેસ્કયૂ ટીમે મગરને પકડી લીધો. ત્યારબાદ ખૂબ જ મુશ્કેલથી તેને કાબૂમાં કર્યો. તે એટલો મોટો હતો કે તેને કાબૂમાં કરવા માટે રેસ્ક્યૂ ટીમે ગામના લોકોની પણ મદદ લેવી પડી

રેસ્ક્યૂ ટીમને મગરના પેટમાંથી માનવીના શરીરના કેટલાક બોડી પાર્ટસ મળ્યાં. મગરના પેટને ફાડીને બધા જ બોડી પાર્ટસ બહાર કાઢવામાં આવ્યા. ત્યારબાદ આ બૉડી પાર્ટસને મૃતક રિકીના પરિવારને સોંપી દેવાયા. પરિવારે ભારે હૈયે આ શરીરના ટૂકડે ટૂકડાનો અંતિમ સંસ્કાર કર્યો. આ એ જગ્યા છે, જ્યાંથી મગરમચ્છે રિકીને ખેંચી લીધો હતો. આ જગ્યા પાસે જ એક સ્થાનિક મહિલાએ રિકીને ફરતો જોયો હતો. ત્યારબાદ 6 દિવસ સુધી પરિવાર તેની રાહ જોતો રહ્યો.

You cannot copy content of this page