Only Gujarat

International

કોરોનાની ઘાતક અસર, પિતા બનવાની ક્ષમતામાં થઈ રહ્યો છે ઘટાડો, રિસર્ચમાં થયો મોટો ધડાકો

તેલ અવીવઃ કોરોના વાઈરસથી ગંભીર રીતે બીમાર થયેલા પુરુષોનો ફર્ટિલિટી રેટ ઘટી શકે છે. એક નવા અભ્યાસમાં દાવો કરાયો હતો કે ઈઝરાયલના ડૉક્ટરોએ કોરોના સંક્રમિત દર્દીઓ પર આ અંગે તપાસ કરી હતી. ઈઝરાયલના શેબા મેડિકલ સેન્ટરના ડૉક્ટક ડૈન એડેરકાના નેતૃત્ત્વમાં કોરોનાથી સંક્રમિત થનારા પુરોષોની તપાસ કરવામા આવી તો તેમને ખબર પડી કે કોરોના સંક્રમિત દર્દીઓની ફર્ટિલિટી ઘટી ગઈ છે.

ડૉ. ડૈન એડેરકાએ જણાવ્યું કે, કોરોનાને કારણે સ્પર્મ કાઉન્ટ અડધા જેટલા ઘટી શકે છે. તેની સાથે સ્પર્મ ક્વોલિટી પર પણ અસર પડે છે. આ વાઈરસ પુરુષોના ટેસ્ટિકલના 2 ખાસ સેલ્સનો પણ અંત લાવી શકે છે.

ડૉક્ટર ડૈનના મતે હજુસુધી એ સ્પષ્ટ નથી થયું કે કોરોના વાઈરસ પુરુષોના ટેસ્ટિકલને નુકસાન પહોંચાડે છે તે સમય જતા સ્વસ્થ થઈ શકે છે કે નહીં. આ મામલે વધુ અભ્યાસની જરૂર છે.

આ અગાઉ પણ અમુક અભ્યાસમાં સ્પર્મના કોરોના સંક્રમિત થવા અંગેની માહિતીઓ સામે આવી હતી. જ્યારે ઈઝરાયલના શેબા મેડિકલ સેન્ટરના ડૉક્ટર્સની યોજના છે કે, સ્ટડીમાં સામેલ દર્દીઓની 6 મહિને અને 1 વર્ષ બાદ ફરી તપાસ કરવામા આવશે, જેથી તેમના શરીરમાં આવેલા ફેરફારોની નોંધ લઈ શકાય.

You cannot copy content of this page