Only Gujarat

FEATURED National

માતા-પિતાથી કંટાળીને દીકરાએ કરી આત્મહત્યા, સગી ભાભી સાથે દિયરે કર્યાં લગ્ન પણ

નવી દિલ્હીઃ દિલ્લીમાં રહેતી એક મહિલાએ પતિ અને સાસુ પર જબરદસ્તી દેહવ્યાપાર કરાવતા હોવાનો આરોપ લગાવ્યો હતો. મહિલાનો આરોપ હતો કે, તેમના પતિ અને સાસુએ મળીને તેમને જબરદસ્તી દેહ વ્યાપારના ધંધામાં ધકેલી દીધી. આટલું જ નહીં તેમનો અશ્લિલ વીડિયો બનાવીને બ્લેકમેઇલ પણ કરી. જ્યારે તેમને આ પ્રકારનું ખોટું કામ કરવાની મનાઇ કરી દીધી તો તેમની સાથે મારઝૂડ કરી આટલું જ નહીં મહિલાએ આરોપ લગાવ્યો છે કે, પતિના મિત્રોએ તેમના પર ગેંગ રેપ કર્યો. મહિલાના પહેલા પતિના મૃત્યુ બાદ તેના લગ્ન દિયર સાથે થયા હતા.

દિલ્લીમાં રહેતી આ મહિલાના પતિએ સવા બે મહિના પહેલા આત્મહત્યા કરી લીધી. ત્યારબાદ મહિલાના સાસુ-સસરાએ મહિલાની મરજી જાણ્યા વિના જ તેના લગ્ન દિયર સાથે કરી દીધા. જોકે, આ બીજા લગ્ન કરીને ખૂબ જ ખરાબ રીતે ફસાઇ ગઇ. મહિલાએ આરોપ લગાવ્યો છે કે, તેમના પતિ અને સાસુએ મળીને તેમને જબરદસ્તી દેહવ્યાપારના ધંધામાં ધકેલી. આટલું જ નહીં અશ્લિલ વીડિયો બનાવીને તેમને બ્લેકમેઇલ પણ કરી. જ્યારે તેણે ખોટા કામ કરવાની ના પાડી દીધી તો તેની સાથે મારઝૂડ કરી અને તેના પતિના મિત્રોએ તેની સાથે ગેંગ રેપ કર્યો. આ તમામ અત્યાચારોથી કંટાળીને આખરે મહિલાએ સમગ્ર ઘટનાની પોલીસમાં ફરિયાદ કરી છે.

આ સમગ્ર ઘટના પૂર્વી દિલ્લીની ફર્શ બજાર વિસ્તારની છે. ડિસેમ્બર 2014માં મહિલાના લગ્ન શ્રીરામ કોલોની નિવાસી એક શખ્સ સાથે થયા હતા. બંનેનું જીવન સુખેથી ચાલતું હતું. જોકે મહિલાના પતિનો નાની-નાની વાતોમાં તેના માતા-પિતા સાથે ઝઘડો થતો હતો. જેના કારણે કંકાશથી કંટાળીને મહિલાના પતિએ 22 મેના દિવસે ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી. ત્યારબાદ મહિલાની સહમતિ વિના જ તેના લગ્ન પતિના નાના ભાઇ એટલે કે તેમના દિયર સાથે કરાવી દીધા.


લગ્નના બીજા મહિને મહિલા પ્રગ્નન્ટ થઇ ગઇ. જોકે તેમના સાસુએ જ્યુસમાં દવા મિકસ કરીને પિવડાવી દીધી અને મહિલાનો ગર્ભપાત થઇ ગયો. ત્યારબાદ પતિ અને સાસુએ તેની પાસે જબરદસ્તી દેહવ્યપારનું કામ કરાવ્યું. જ્યારે મહિલાએ તેનો વિરોધ કર્યો તો તેમની સાથે મારઝૂડ કરવામાં આવી. આટલું જ નહીં તેનો અશ્લિલ વીડિયો બનાવીને તેને બ્લેકમેઇલ પણ કરવામાં આવી અને તેની પાસે જબરદસ્તી વેશ્યાવૃતિ કરાવી.


એપ્રિલ 2020માં તેનો પતિ તેને દિલ્લી બહાર ફરવા માટે લઇ ગયો. રસ્તામાં તેમની કારનો અકસ્માત થયો. આ સમયે પતિ તેને તેમના મિત્રના ઘરે લઇ ગયો અને અહી તેમને જબરદસ્તી દારૂ પીવડાવીને 5 લોકોએ તેના પર દુષ્કર્મ ગુજાર્યું. આ તમામ ઘટનાથી કંટાળીને પીડિતા આખરે પોલીસ સ્ટેશન પહોંચી ગઇ અને તમામ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે.

પીડિત મહિલાના નિવેદન પરથી પોલીસે ફરિયાદ નોંધી લીધી છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.આ મામલે ફરિયાદ થતાં પોલીસે જણાવ્યું છે કે, રેપિસ્ટ સામે કાયકિય કાર્યવાહી કરવામાં આવશે. આ 30 વર્ષીય પીડિત મહિલા પરિવાર સાથે શાલીમાર પાર્કમાં રહે છે.

You cannot copy content of this page