Only Gujarat

National TOP STORIES

ખેડૂતના દીકરાએ કર્યું એવું કામ કે પરિવાર જ નહીં દેશનું નામ પણ કર્યું રોશન

ચંદીગઢઃ યૂપીએસસી 2019ની એક્ઝામનું ફાઇનલ રિઝલ્ટ આવી ગયું છે. યૂપીએસસી દેશની સૌથી પ્રતિષ્ઠિત પરીક્ષા છે, જેમાં હરિયાણાના ખેડૂતના દીકરા પ્રદીપ મલિકે ટોપ કર્યું છે. પ્રદીપે આ પહેલા વર્ષ 2018માં IRSની એક્ઝામ પણ ક્લિયર કરી હતી. હાલ તેઓ કસ્ટમ એન્ડ એક્સાઇઝ ડિપાર્ટમેન્ટમાં નોકરી કરે છે. તેમ છતાં પણ તેમણે તેમનો અભ્યાસ ચાલુ રાખ્યો. પ્રદીપે જણાવ્યું કે, તે જોબની સાથે પરીક્ષાની તૈયારી કરતા હતા. ક્યારેક ઓફિસમાં લંચ ટાઇમમાં તો ક્યારેક ઓફિસથી જલ્દી આવીને સ્ટડીમાં લાગી જતા હતા. પ્રદીપે જણાવ્યું કે, “ટાઇમ મેનેજમેન્ટ જ મારી સફળતાનો મંત્ર છે”


પ્રદીપ હરિયાણાના સોનીપત જિલ્લાના તેવડી ગામમાં રહે છે. તેમના પિતા સુખબીર ખેતી કરે છે. પ્રદીએ જણાવ્યું હતું કે, “આ સફળતાનું શ્રેય પિતાને આપું છું, કારણ કે યૂપીએસસીમાં હું ચાર વખત પ્રયાસ કરી ચૂક્યો હતો પરંતુ સફળતા ન મળી તો ઉદાસ થઇ ગયો અને આખરે યૂપીએસસી ક્લિયર કરવાનો વિચાર જ છોડી દીધો.” આ સમયે પિતાએ મને સમજાવ્યો અને કહ્યું હતું, “આ રીતે નિરાશ ન થવાય. તારી મહેનત બેકાર નહીં જાય, શું ખબર નસીબમાં કંઇક વધુ સારૂ લખાયેલું હોય” અને આજે તેમના એ વાક્ય ખરા અર્થમાં સાર્થક થયા અને જુઓ એ જ દીકરાએ દેશમાં ટોપ કરીને પ્રદેશનું અને પરિવારનું નામ રોશન કર્યું છે.

પિતા સુખબીર તેમના દીકરાની સફળતાથી ખૂબ જ ખુશ છે. તેમણે જણાવ્યું કે, “સખત મહેનત અને ઇમાનદારીથી આગળ વધવામાં આવે તો કોઇ કામ મુશ્કેલ નથી. તેમણે જણાવ્યું કે, માતા-પિતાએ પણ તેમના સંતાન પર વિશ્વાસ કરવો જોઇએ અને તેમને નિષ્ફળતા બાદ પણ સફળતા માટે પ્રોત્સાહિત અને પ્રેરિત કરતા રહેવું જોઇએ.”

પ્રદીપે જણાવ્યું કે, તેમનો પરિવાર સામાન્ય છે, તેથી હું મારા ગૃહ રાજ્ય હરિયાણાનું કેડર લેવા ઇચ્છુ છું. જેથી હું મારા રાજ્યના ગરીબ લોકોની સેવા કરી શકું અને તેમની મદદ કરી શકું.

પ્રદીપે યૂપીએસસીની એક્ઝામ અંગ્રેજી મીડિયમમાં આપી હતી. પબ્લિક એડમિનિસ્ટ્રેશન તેમનો ઓપ્શનલ વિષય હતો. તેમણે સોનીપતના શંભૂદલાય સ્કૂલમાંથી અભ્યાસ કર્યો છે. તે દસમા અને બારમામાં સ્કૂલ ટોપર હતા. ત્યારબાદ મુરથલ કોમ્પ્યુટર સાયન્સમાં ગ્રેજ્યુએશન કર્યું,

પ્રદીપે જણાવ્યું કે, “જે લોકો યૂપીએસસીની એક્ઝામની તૈયારી કરી રહ્યાં છે. તેમના માટે મારો એક સંદેશ છે કે “આપ એ કારણને યાદ રાખો, જેના માટે આપને એક્ઝામની તૈયારી શરૂ કરી હતી. આ સમય દરમિયાન એવા લોકોના સંપર્કમાં રહેવું જે તમને કોઇને કોઇ રીતે પ્રોત્સાહિત કરતા રહે. જો આપ સંપૂર્ણ સમર્પણ ભાવથી તૈયારીમાં લાગી જશો તો ચોક્કસ યૂપીએસસી ક્લિયર કરી શકશો. મારા માટે મારા પિતાજી જ મોટિવેટર છે.”પ્રદીપની આ સફળતાથી ઘરમાં અને તેમના ગામ તેવડીમાં ખુશીનો માહોલ છે. આખો પરિવાર પ્રદીપની સફળતાથી ખૂબ જ ખુશ છે.

You cannot copy content of this page