Only Gujarat

National TOP STORIES

કોરોના વાયરસને ફેફસા સુધી પહોંચતા રોકશે આ ખાસ થેરપી, ફક્ત ઘરમાં કરો આ બે કામ

કોરોના વાયરસનું સંક્રમણ બંધ થવાનું નામ જ નથી લઈ રહ્યુ. હજી સુધી તેનો કોઈ ચોક્કસ ઉપાય નથી. ના તો તેની કોઈ નિશ્ચિત દવા બની શકી છે અને ન તો તેની રસી તૈયાર કરવામાં આવી છે. જો કે, વિશ્વભરના વૈજ્ઞાનિકો આ દિશામાં કાર્યરત છે અને આગામી સમયમાં તેની દવા અને રસી ઉપલબ્ધ થવાની અપેક્ષા છે. જ્યાં સુધી તેની રસી અથવા દવા ન આવે ત્યાં સુધી સોશિયલ અને ફિઝીકલ ડિસ્ટન્સ તેનાથી બચવા માટેનો સૌથી અસરકારક માર્ગ છે. સ્વચ્છતાની સાથે હાઈજીનની જાળવણી, રોગપ્રતિકારક શક્તિ જાળવવી અને વિવિધ આયુર્વેદિક ઉપચારોની સલાહ આપવામાં આવી રહી છે. તે દરમિયાન, વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે નિયમિત રૂપથી હાયપરટોનિક સેલીન વાળા હુંફાળા પાણીનાં ગારગલ અને નેજલ વોશ એટલેકે જલનેતી કરવાથી પણ કોરોના સામે બચવામાં કારગર સાબિત તઈ શકે છે.

કોરોના વાયરસનો ચેપ માનવ શરીરના મોં અને ગળા દ્વારા ફેફસાં સુધી પહોંચે છે. આંતરરાષ્ટ્રીય સંશોધન જર્નલ ‘લંગ ઈન્ડિયા’ માં પ્રકાશિત સંશોધન મુજબ, વૈજ્ઞાનિકોનો દાવો છે કે હાયપરટોનિક સેલિન વાળાં હુંફાળા પાણીના ગારગલ અને જલ નેતી કરવાથી વાયરસને મોં અને ગળામાંથી ફેફસાં સુધી પહોંચતા અટકાવી શકાય છે. આ બંને પ્રક્રિયાઓ આમાં મદદરૂપ સાબિત થાય છે.

શોધી પ્રમુખ વૈજ્ઞાનિક અને સવાઈમાનસિંહ હોસ્પિટલના શ્વસન નિષ્ણાત ડો.શિતુ સિંઘના જણાવ્યા અનુસાર, આ સંશોધન અધ્યયનમાં શરદી, ઉધરસ અને તાવ જેવા અપર રેસપિરેટરી વાયરલ સંક્રમણને રોકવા માટે ગાર્ગલ અને જલ નેતી વિશે વૈજ્ઞાનિક પ્રમાણનું મૂલ્યાંકન કરવામાં આવ્યુ છે.

ડો. શીતુના કહેવા પ્રમાણે, આ પ્રકારના ઉપચારમાં કોરોના સંક્રમણ જેવા શ્વસન રોગોની રોકથામમાં બીજા ઉપચારની સંભાવના છે. જો કે, તેમણે નિષ્ણાતની દેખરેખ હેઠળ જલ નેતીની યોગ્ય પદ્ધતિ અપનાવવા પર ભાર મૂક્યો હતો. આ સંશોધનથી બહાર આવ્યું છે કે નાક અને ગળાનાં માધ્યમથી પ્રવેશ કરનારા વાયરલ સંક્રમણને રોકવા માટે ગાર્ગલ અને જલનેતીથી મદદ મળે છે. હાથ ધોવાની જેમ જ ગાર્ગલ અને જલ નેતી દ્વારા નાક અને ગળાની સફાઈ વાયરલનાં સંક્રમણનાં ખતરાના જોખમને ઘટાડી શકાય છે.

ડૉ. શિતુના જણાવ્યા મુજબ, કોવિડ 19 ની રોકથામમાં નિયમિત ગાર્ગલ અને જલ નેતી ખૂબ ઉપયોગી સાબિત થઈ શકે છે. આ સંશોધન અધ્યયનના સહ સંશોધનકાર શ્વસન રોગ વિશેષજ્ઞ ડૉ.વિરેન્દ્રસિંહના કહેવા પ્રમાણે, આ પ્રકારનાં અભ્યાસ દ્વારા લોકોનું જીવન બચાવી શકાય છે.

તેમણે કહ્યુકે, જાપાનમાં માસ્ક લગાવવા અને હાથ ધોવાને ઈન્ફ્લૂએન્ઝા નિયંત્રણ માટે રાષ્ટ્રીય દિશાનિર્દેશમાં સામેલ કરવામાં આવ્યા છે. આ પ્રકારે જલ નેતી અને ગાર્ગલ કોરોના મહામારીમાં પણ વ્યક્તિગત રુચિ મુજબ પ્રયોગ કરી શકાય છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page