Only Gujarat

Bollywood TOP STORIES

બેડરૂમમાં સવારે ભલે પ્રિયંકાની આંખોમાં હોય ઊંઘ પણ પતિ નિક તો અચૂકથી કરે છે આ ‘કામ’

મુંબઈઃ બોલિવૂડની દેસી ગર્લ પ્રિયંકા ચોપરાની સેકન્ડ વેડિંગ એનિવર્સરી પહેલી ડિસેમ્બરના રોજ હતી. 2018માં પ્રિયંકાએ પહેલી તથા બીજી ડિસેમ્બરના રોજ અમેરિકન ગાયક નિક જોનસ સાથે લગ્ન કર્યાં હતાં. પ્રિયંકાએ પહેલા ક્રિશ્ચયન વિધિથી અને પછી હિંદુ વિધિથી લગ્ન કર્યાં હતાં. લગ્ન પહેલાં નિક તથા પ્રિયંકા એકબીજાને ડેટ કરતા હતા. લગ્ન બાદ પ્રિયંકાએ બેડરૂમ સિક્રેટ અંગે વાત કરી હતી.

પ્રિયંકાએ એક ઈન્ટરવ્યૂમાં ખુલાસો કર્યો હતો કે બેડરૂમમાં સૌથી પહેલાં ઊઠીને નિક કયુ કામ કરે છે. પ્રિયંકાએ પતિની રોમેન્ટિક સાઈડ અંગે પણ ઘણી જ વાતો કરી હતી. પ્રિયંકા તથા નિકની ઉંમરમાં 10 વર્ષનો તફાવત છે.

પ્રિયંકા ચોપરાએ કહ્યું હતું કે નિક હંમેશાં તેના પ્રત્યે આકર્ષિત હોય છે. તે રોજ સવારે ઊઠીને સૌ પહેલાં તેનું મોં જુએ છે. એક્ટ્રેસે કહ્યું હતું કે આ થોડું વિચિત્ર છે પરંતુ નિક રોજ સવારે તે સૂઈને ઉઠે ત્યારે તેનો ચહેરો જુએ છે. જોકે, નિક તેને આ રીતે જુએ ત્યારે મેકઅપ કરવાનું કહેતી હોય છે.

પ્રિયંકાએ વધુમાં કહ્યું હતું કે જ્યારે નિક તેને આ રીતે જુઓ ત્યારે તેને થોડી વિચિત્ર લાગણી થાય છે. તે પતિને એમ કહેતી હોય છે કે હજી તો તે ઊંઘમાં છે. તેની આંખો સૂજેલી છે અને ચહેરો પણ ઠીક નથી. જોકે, નિક હંમેશાં તેને આ રીતે જોવી પસંદ કરે છે.

પ્રિયંકા તથા નિકે પોતાના અંગત જીવનમાં એક નિયમ બનાવીને રાખ્યો છે. આ નિયમ એવો છે કે બંને બેથી ત્રણ અઠવાડિયા જ એકબીજાથી દૂર થશે. ત્રણ અઠવાડિયાથી જો તેઓ એકબીજાથી દૂર રહેશે તો બંનેમાંથી એક સેટ પર કે કોન્સર્ટમાં મળવા પહોંચી જશે.

પ્રિયંકાએ વિદેશમાં લગ્ન કરવાને બદલે જોધપુરના ઉમેદ ભવનમાં શાહી રાજઠાઠ સાથે લગ્ન કર્યાં હતાં. પ્રિયંકાએ આખો ઉમેદ પેલેસ ચાર દિવસ માટે બુક કરી લીધો હતો.

You cannot copy content of this page