Only Gujarat

FEATURED International

અજાણ્યા પુરુષ સાથે માત્ર એક રાત માણ્યું સેક્સ ને આખું જીવન બની ગયું દોજખ!

એઈડ્સ કે HIV પોઝિટિવ સાંભળતા જ લોકોના મનમાં ખરાબ ખ્યાલો આવવાના શરૂ થઈ જાય છે. HIV પોઝિટિવ પીડિત વ્યક્તિને લોકો સારી નજરથી નથી જોતા. બીમારીથી વધુ લોકોની પ્રતિક્રિયાઓ વિશે વિચારીને પીડિત પોતાને નબળા માનવા લાગે છે. લોકોના મનમાંથી આ ભાવના કાઢવા માટે એક HIV પોઝિટિવ મહિલાએ પોતાની આપવીતી સંભળાવી છે, જે લોકોને હિંમત આપવાની સાથે શીખ પણ આપે છે.
Image Source

અમેરિકાની કામરિયા લાફ્રે HIV એડવોકેટ છે અને પોતે પણ આ બીમારીથી પીડિત છે. તે HIV પીડિતોના હકની લડાઈ લડે છે અને સાથે જ આ બીમારી પ્રત્યે લોકોને જાગૃત કરે છે. કામારિયા લાફ્રેની આ સફર સરળ નહોતી. એક ઈવેન્ટમાં લાફ્રેએ જણાવ્યું કે તેને આ બીમારી કેવી રીતે થઈ અને કેવી રીતે તેણે પોતાનું જીવન બદલ્યું.
Image Source

છેલ્લા કેટલાક દાયકાઓમાં લોકોના યૌન વ્યવહારમાં ઘણો ફેરફાર આવ્યો છે. પરંતુ હજી અનેક લોકો તેના પ્રત્યે જાગૃત નથી. ખાસ કરીને વન નાઈટ સ્ટેન્ડના મામલામાં લોકો ખૂબ જ લાપરવાહ રહે છે. લાફ્રેની જિંદગી આવા એક વન નાઈટ સ્ટેન્ડથી બદલી ગઈ અને તેની અસર તેના જીવન પર રહી ગઈ. લાફ્રેએ જણાવ્યું કે કેવી રીતે કૉલેજ ટાઈમમાં તેને મિત્રોની દેખાદેખીમાં વન નાઈટ સ્ટેન્ડ કરવાનું મન થયું.
Image Source

પાર્ટીમાં મળેલા એક યુવક સાથે લાફ્રે કેટલાક દિવસોથી ફોન પર વાત કરી રહી હતી. તેની સાથે જ તેણે રાત વિતાવવાનો નિર્ણય કર્યો. બંને રાત્રે શરાબ પીધો અને કોઈ સલામતિ વિના સેક્સ કર્યું. એક સ્ટડીમાં પણ કહેવામાં આવ્યું હતું કે મોટાભાગના યુવાનો નશો કર્યા બાદ સેક્સ સમયે કોન્ડોમનો ઉપયોગ નથી કરતા.
Image Source

વન નાઈટ સ્ટેન્ડના બે વર્ષ બાદ લાફ્રેને પોતાનો પ્રેમ મળી ગયો અને તેણે એક બાળકને જન્મ આપ્યો. બાળકને જન્મ આપ્યા બાદ હૉસ્પિટલમાં લાફ્રેનો સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિસીઝનો રૂટિન ટેસ્ટ કરાવવામાં આવ્યો. ઘરે પાછી આવ્યા બાદ તે પોતાની ખુશહાલ જિંદગીમાં વ્યસ્ત થઈ ગઈ.
Image Source

કેટલાક દિવસો બાદ ડૉક્ટરે તેને પાછી બોલાવી અને કહ્યું કે તે HIV પોઝિટિવ છે. લાફ્રેએ ક્યારેય આ બીમારી વિશે નહોતું વિચાર્યુ. બાળકના પિતાનો ટેસ્ટ નેગેટિવ આવ્યા બાદ લાફ્રે સમજી ગઈ કે આ તેના બે વર્ષ પહેલાના વન નાઈટ સ્ટેન્ડના કારણ થયું છે. કારણ કે તેણે માત્ર આ બે યુવકો સાથે જ અસુરક્ષિત યૌન સંબંધો બનાવ્યા હતા.
Image Source

લાફ્રેએ કહ્યું કે, ‘મને એવું લાગ્યું કે મારી દુનિયા ખતમ થઈ ગઈ છે, હું મરવાની છું. હવે મને કોઈ પ્રેમ નહીં કરે અને હું ક્યારેય સામાન્ય જીવન નહીં જીવી શકું.’ સારી વાત એ હતી કે તેની દિકરીનો ટેસ્ટ નેગેટિવ આવ્યો. લાફ્રેનું કહેવું હતું કે તે આ કલંક સાથે નહોતી જીવવા માંગતી કે ન તો તેના માતા-પિતાના દુખી કરવા માંગતી. લાફ્રેએ કહ્યું કે તેના જેવા અનેક લોકો છે જે HIV પોઝિટિવ છે અને તેમને ખબર જ નથી.
Image Source

લાફ્રેએ હિંમત ભેગી કરી અને પોતાની દિકરી માટે એક નવી શરૂઆત કરી. તે હવે લોકોને સેક્સ્યુઅલ હેલ્થ વિશે જાણકારી આપે છે અને આ બીમારીની સાથે પણ આત્મ સન્માન સાથે જીવવાની સલાહ આપે છે. તેણે કહ્યું કે, ‘હું મારી દિકરીને સૌથી પહેલા પોતાને પ્રેમ કરવાની શીખ આપું છું અને તેને બીજા પાસેથી પ્રેમ મેળવવાની આશામાં ન ફસાયેલા રહેવાનું કહું છું.’
Image Source

લાફ્રે હવે તેની બાળકીના પિતા સાથે નથી રહેતી. તેણે એક એવા યુવક સાથે લગ્ન કર્યા છે જે તેના વિશે બધુ જ જાણે છે અને તેની બાળકીને ખૂબ જ પ્રેમ કરે છે. લાફ્રે હવે પોતાની જિંદગીમાં આગળ વધી ચુકી છે.
Image Source

લાફ્રે HIV પ્રત્યે જાગૃતિ લાવવાનું કામ કરે છે અને પોતાની કહાનીને અનેક મંચ પર શેર કરે છે. તેનું કહેવું છે કે તે પોતાની કહાનીથી લોકોમાં આત્મ સન્માન જગાવવા માંગે છે જેથી લોકોને આ બીમારીથી લડવાની હિંમત મળે.

You cannot copy content of this page