Only Gujarat

FEATURED International

કોરોનાવાઈરસ અંગેના સૌથી માઠા સમાચાર, વાંચ્યા બાદ વધી જશે હૃદયના ધબકારા

કોરોના વાયરસની સામે લડવા માટે ઓક્સફર્ડ યુનિવર્સિટી અને Astrazenecaની જે વેક્સિન પાસે અત્યાર સુધી આશા લગાવવામાં આવતી હતી, બ્રાઝીલમાં તેનાં ત્રીજા તબક્કાનાં ટ્રાયલમં એક વોલંટિયરનું મોત થયુ છે. બ્રાઝિલની હેલ્થ ઓથોરિટી Anvisaએ બુધવારે આ વાતની જાણકારી આપી છે. જોકે, આ વોલેન્ટિયરને વેક્સિન આપવામાં આવી ન હતી એટલા માટે વેક્સિનનાં ટ્રાયલ રોકવામાં આવશે નહી.

રસી આપવામાં આવી ન હતી
ફેડરલ યુનિવર્સિટી સાઓ પાઉલોની સહાયથી બ્રાઝિલમાં કોરોના વાયરસ રસી AZD222 ના ત્રીજા તબક્કાના પરીક્ષણો ચાલી રહ્યા હતા. યુનિવર્સિટીએ માહિતી આપી છે કે મૃત્યુ પામનાર વોલેન્ટિયર બ્રાઝિલનો હતો. બ્લૂમબર્ગ અનુસાર, 28 વર્ષિય વોલેન્ટિયરને રસી આપવામાં આવી ન હતી. Anvisaએ કહ્યું છે કે અકસ્માત બાદ પણ રસીની ટ્રાયલ ચાલુ રહેશે પરંતુ તેના વિશે વધારે માહિતી આપવામાં આવી નથી. તો, ઓક્સફર્ડના વૈજ્ઞાનિકોએ કહ્યું છે કે રસીની સલામતી વિશે ચિંતા કરવાની કોઈ વાત નથી.

અમેરિકામાં બંધ હતા ટ્રાયલ્સ
આ પહેલા સપ્ટેમ્બરમાં બ્રિટનમાં વેક્સિનનાં ટ્રાયલ દરમ્યાન એક વોલેન્ટિયરને હોસ્પિટલ લઈ જવો પડ્યો હતો. આ પછી, સમગ્ર વિશ્વમાં ટ્રાયલ્સ બંધ કરી દેવામાં આવ્યા હતો. જો કે, યુ.એસ. સિવાય બાકીની દરેક જગ્યાઓએ ટ્રાયલ ફરી શરૂ થયા હતા. અહેવાલોમાં કહેવામાં આવ્યું છે કે હવે યુ.એસ.માં પણ FDA (ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન) એ સેફ્ટી ડેટાની સમીક્ષા કર્યા બાદ ફરી ટ્રાયલ શરૂ કરવાનો નિર્ણય લીધો હતો પરંતુ હવે ફરી એકવાર સવાલ ઉભો થયો છે કે બ્રાઝિલની ઘટના પછી શું નિર્ણય કરવામાં આવશે.

શું કોરોના વાયરસ ક્યારેય દૂર નહીં થાય?
બીજી તરફ , કોરોના વાયરસ સંક્રમણ અંગે બ્રિટનના ટોચના વૈજ્ઞાનિક સલાહકારના દાવાએ લોકોની ચિંતા વધારી દીધી છે. રોગચાળા માટે રચાયેલી બ્રિટિશ સરકારની સલાહકાર સમિતિના ટોચના વૈજ્ઞાનિકે જણાવ્યું હતું કે કોરોના વાયરસ ક્યારેય નાબૂદ થશે નહીં. તે હંમેશા લોકોની વચ્ચે રહેશે. તેમણે કહ્યું કે, જોકે, એક રસી વર્તમાન પરિસ્થિતિને થોડી સુધારવામાં ચોક્કસપણે મદદ કરશે.

You cannot copy content of this page