Only Gujarat

FEATURED National

કેન્દ્ર સરકારની મદદથી શરૂ કરો આ બિઝનેસ, આ રીતે વર્ષે કરી શકશો લાખોની કમાણી

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારનું સંપૂર્ણ ફોકસ હવે લોકલ મેન્યુફેક્ચરિંગ, લોકલ પ્રોડક્ટ્સ અને નાના ઉદ્યોગો પર જ છે. તેનાથી ભારતના આત્મનિર્ભર બનવાનું સપનું પૂર્ણ થશે. સરકાર ખાદીની સાથે અન્ય ગ્રામીણ ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા પર પણ ફોકસ કરી રહી છે. સરકાર ગ્રામીણ વિસ્તારોમાં રોજગાર વધારવા માટે મોટા પ્રમાણમાં મધ ઉત્પાદનને પ્રોત્સાહન આપી રહી છે.

કેન્દ્રીય સુક્ષ્મ, લઘુ તથા મધ્યમ ઉપક્રમ મંત્રાલયે આ માટે નીતિ પણ તૈયાર કરી છે. ખાદી તથા ગ્રામોદ્યોગ આયોગ KVICએ છેલ્લા બે વર્ષથી પણ ઓછા સમયમાં દેશના ખેડૂતો તથા બેરોજગાર યુવકોને મધમાખી પાળવા માટે એક લાખથી વધુ બોકસ આપ્યા છે. આયોગે આ હની મિશન અંતર્ગત કર્યું છે. જો તમે તમારો બિઝનેસ શરૂ કરવા અંગે વિચારી રહ્યાં છો તો હની હાઉસ અને હની પ્રોસેસિંગ પ્લાન્ટ લગાવી શકો છો.

હની મિશન યોજના ખાદી ગ્રામદ્યોગ વિભાગની યોજના છે. તેની મદદથી ખેડૂત અને પૈસા કમાવાની ઇચ્છા રાખતા લોકો રોજગાર શરૂ કરી મોટી કમાણી કરી શકે છે. લોકો હની મિશન અંતર્ગત મધમાખી દ્વારા કમાઇ કરી શકે છે. હવે એવી ટેક્નોલોજી આવી ગઇ છે, જેની મદદથી મધ કાઢતી વખતે મધમાખી મરી જતી નથી. આમ ખેડૂત અને બેરોજગાર યુવકોને પણ રસ પડે એવો બિઝનેસ છે.

જો તમે આ સ્કીમ અંતર્ગત હની પ્રોસેસિંગ પ્લાન્ટ લગાવવા ઇચ્છો છો તો કમિશન તરફથી તમને 65 ટકા લોન આપવામાં આવે છે અને ખાદી ગ્રામોદ્યોગ તમને 25 ટકા સબસિડી પણ આપે છે. એટલે કે તમારા ખિસ્સામાંથી માત્ર 10 ટકા રૂપિયાનું જ રોકાણ કરવાનું છે.

KVIC અંતર્ગત તમે 20 હજાર કિલોગ્રામ વાર્ષિક મધ તૈયાર કરતો પ્લાન્ટ લગાવો છો તો તેના પર અંદાજે 24.50 લાખ રૂપિયાનો ખર્ચ થાય છે. તેમાંથી તમને અંદાજે 16 લાખ રૂપિયાની લોન મળી જશે. જ્યારે માર્જિન મની તરીકે 6.15 લાખ રૂપિયા મળી જશે અને તમારે માત્ર 2.35 લાખ રૂપિયાનું જ રોકાણ કરવાનું રહેશે.

KVICનું કહેવું છે કે જો તમે દર વર્ષે 20 હજાર કિલોગ્રામ મધ તૈયાર કરો છો જેની કિંમત 250 રૂપિયા કિલો છે, તેમાંથી 4 ટકા વર્કિંગ લોસને પણ સામેલ કરો છો તો તમારી વાર્ષિક કમાણી 48 લાખ રૂપિયા હશે. તેમાંથી તમામ ખર્ચ અંદાજે 34.15 લાખ રૂપિયા થશે. એટલે કે વર્ષે તમારા ખિસ્સામાં અંદાજે 13.85 લાખ રૂપિયાની ચોખ્ખી કમાણી થશે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page