Only Gujarat

Bollywood FEATURED

અમિતાભ સામે ધ્રૂસકે ધ્રૂસકે રડવા લાગી હતી આ મહિલા, હવે કર્યું એવું કામ કે…

પ્રયાગરાજ: મહાનાયક અમિતાભ બચ્ચનના ક્વીઝ શો ‘કૌન બનેગા કરોડપતિ’ની હૉટ સીટ પર બેસીને કરોડપતિ બનવાથી ચુકેલી મેજા રામનગરની રહેનારી ઊષા યાદવ ફરી એકવાર સમાચારોમાં આવી છે. ઊષાએ શો બાદ વધુ એક સફળતાની સીડી ચડી છે. આ વખતે તેમણે યુપીની શિક્ષક ભરતીની પરીક્ષામાં બાજી મારી છે. 69, 000 સહાયક અધ્યાપક ભરતી પરીક્ષામાં ઉષાને 123 નંબર મળ્યા છે, જે તેમના પરિવાર માટે ખૂબ જ ખુશીની વાત છે.

નોંધનીય છે કે 23 સપ્ટેમ્બર 2019ના દિવસે ‘કૌન બનેગા કરોડપતિ’ શોમાં ઊષા યાદવે ભાગ લીધો હતો. આ દરમિયાન હૉટ સીટ પર અમિતાભ બચ્ચનની સામે બેસતા જ રડવા લાગી હતી. જોકે તેણે 13 સવાલોના જવાબ આપીને 25 લાખ રૂપિયા જીતી લીધા હતા. આજે અમે તમને ઊષા સાથે જોડાયેલી કેટલીક રોચક વાતો જણાવી રહ્યા છીએ.

મેજા રામનગરના રહેવાસી ઊષાએ 23 સપ્ટેમ્બર 2019ના દિવસે કૌન બનેગા કરોડપતિમાં ભાગ લીધો હતો. તે ફાસ્ટેસ્ટ ફિંગર રાઉન્ડમાં સૌથી જલ્દી જવાબ આપીને હૉટ સીટ પર પહોંચ્યા હતા. અમિતાભ બચ્ચનની સામે પહોંચીને ઊષા યાદવ ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી. જે બાદ અમિતાભ સીટ પરથી ઉઠ્યા અને તેમને ટીશ્યૂ પેપર આપ્યું.

અમિતાભ બચ્ચને ઊષા યાદવને એ સમયે કહ્યું હતું કે, તમે તો મારા જન્મસ્થળ અલ્હાબાદ એટલે કે પ્રયાગરાજના છો. આટલું સાંભળીને ઊષા કહે છે કે, તે પ્રયાગરાજના મેજા તાલુકામાં રહે છે. ઊષાની વાત સાંભળીને અમિતાભ બચ્ચને કહ્યું કે તેઓ પણ 1984માં એક વાર ત્યાં ગયા હતા. જેના પર ઊષાએ કહ્યું હતું કે, મારો ત્યારે જન્મ નહોતો થયો.

ઊષાનો જવાબ સાંભળીને અમિતાભ બચ્ચને તેમની મજાક કરતા કહ્યું હતું કે, તમે મારી ઉંમર જણાવી દીધી ને! તમે કહેવા માંગો છો કે, તમારી સામે એક ઘરડાં વ્યક્તિ બેઠાં છે. આટલું સાંભળતા જ શોમાં હાજર દર્શકો હસવા લાગ્યા હતા.

ઊષાએ ‘કેબીસી’માં 13 સવાલના સાચા જવાબ આપ્યા અને તેઓ 25 લાખ જીત્યા. 13માં સવાલ પર તેઓ અટકી ગયા, જ્યાં તેમણે એક્સપર્ટની સલાહ લીધી અને તેઓ 25 લાખ જીત્યા હતા.

અમિતાભ બચ્ચેને ઊષા યાદવને 14મો સવાલ પુછ્યો હતો કે માન્યતાનુસાર હિરણ્યકશ્યપન પત્ની અને પ્રહલાદની માતાનું નામ શું હતુ? ઊષા આ સવાલના જવાબમાં કન્ફ્યૂઝ્ડ હતા એટલે તેમણે ગેમને ક્વીટ કરવી યોગ્ય સમજ્યું. તેમણે જવાબમાં ‘કૌશિકી’ અનુમાન લગાવ્યું હતું પરંતુ સાચો ઉત્તર હતો ‘કયાધુ’.


ઊષા યાદવે ‘કૌન બનેગા કરોડપતિ’ના સેટ પર અમિતાભ બચ્ચનના સવાલોના જવાબ દેતા સમયે એ વાત પણ કહી હતી કે તેઓ યુપી શિક્ષક ભરતીના પરિણામોની રાહ જોઈ રહ્યા છે.

જીત બાદ ઊષા યાદવે કહ્યું હતું કે, મારા મનમાં હંમેશા એ જ રહ્યું કે, હું કાંઈક એવું કરું, જેનાથી મારું અને પરિવારનું નામ રોશન થાય. પતિ બહુ પહેલેથી ‘કેબીસી’ માટે પ્રયાસ કરી રહ્યા હતા. પહેલા મારી પાસે એન્ડ્રોઈડ ફોન નહોતો. પરંતુ, ફોન મળ્યા બાદ પતિએ મને પણ પ્રયાસ કરવાનું કહ્યું અને હું 25 લાખ જીતવામાં સફળ રહી.

નોંધનીય છે કે ઊષાએ બીએડ કર્યું છે. આ 69000 ઉત્તર પ્રદેશ સહાયક ભરતી પરીક્ષામાં ઉષાએ 123 નંબર મેળવ્યો છે, જે તેના અને આખા પરિવાર માટે ખૂબ જ ખુશીની વાત છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page