Only Gujarat

Bollywood TOP STORIES

લૉકડાઉનમાં પરિણીત દીકરીએ 49 વર્ષીય પિતાના 20 વર્ષ નાની મહિલા સાથે કરાવ્યાં લગ્ન

નિઝામાબાદઃ કોરોના લૉકડાઉનના કારણે ભલે ફિલ્મોનું શૂટિંગ પુરી રીતે બંધ છે, પરંતુ લગ્નો તો થઈ રહ્યા છે. કેટલાક દિવસો પહેલા કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી કુમારસ્વામીના દીકરાના લગ્ન બાદ હવે સાઉથની ફિલ્મોના જાણીતા પ્રોડ્યૂસરે લૉકડાઉનમાં પોતોનાથી 20 વર્ષ નાની છોકરી સાથે લગ્ન કર્યા હતાં. આ લગ્ન તેલંગાણાના નિઝામાબાદના વેંકટેશ્વર મંદિરમાં થયા.

અહેવાલો પ્રમાણે, તેલુગુ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના જાણીતા પ્રોડ્યૂસર દિલ રાજૂના આ બીજા લગ્ન છે. દિલ રાજૂ 49 વર્ષના છે, જ્યારે તેમની બીજી પત્ની માત્ર 29 વર્ષની.

લૉકડાઉન વચ્ચે થયેલા આ લગ્નમાં બંને પરિવારોના કેટલાક નજીકના લોકો જ સામેલ થઈ શક્યા. દિલ રાજૂના પહેલી પત્ની અનીતાનું 2017માં નિધન થયું હતું. દિલ રાજૂના લગ્નની તમામ વ્યવસ્થા તેમની દીકરી હંસિતા રેડ્ડીએ કર્યું. નવાઈની વાત એ છે ક દિલ રાજૂની દીકરી હંસિતાના લગ્ન વર્ષ 2014માં થયા હતાં.

દિલ રાજૂના પ્રૉડક્શન હાઉસ શ્રી વેંકટેશ્વર ક્રિએશન્સ તરફથી જાહેર કરવામાં આવેલા એક નિવેદનમાં લગ્નની વાત કરવામાં આવી હતી. દિલ રાજૂની બીજી પત્નીનું નામ વ્યાધા રેડ્ડી છે. દિલ રાજૂનું મૂળ નામ વી વેંકટ રમણ રેડ્ડી છે. જોકે, લોકો તેમને એ નામથી બહુ ઓછા ઓખળે છે.

વર્કફ્રન્ટની વાત કરીએ તો દિલ રાજૂએ તેલુગુ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં અનેક ફિલ્મો બનાવી છે. તેમની ફિલ્મને નેશનલ અવૉર્ડ પણ મળી ચૂક્યો છે.

દિલ રાજૂ હાલ પવન કલ્યાણ સાથે ફિલ્મ ‘વકીલ સાબ’ પર કામ કરી રહ્યા છે. જે બોલીવુડ ફિલ્મ ‘પિંક’ની રીમેક છે.

દિલ રાજૂએ પોતાના પ્રોડક્શન હાઉસ શ્રી વેંકટેશ્વર ક્રિએશન્સના બેનર નીચે અનેક ફિલ્મો બનાનવી છે. જેમાં ‘આર્ય’, ‘ભદ્રા’, ‘વૃંદાવનમ’, ‘મિસ્ટર પરફેક્ટ’, ‘ઓ માય ફ્રેન્ડ’, ‘યેવડૂ’, ‘સુપ્રીમ’, ‘નેનૂ લોકલ’, ‘લવર’, ‘શ્રીનીવાસ કલ્યાણ’ અને ‘જાનૂ’ મુખ્ય છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page